Mahatma Gandhi નિર્વાણ દિન, 30 જાન્યુઆરીએ બે મિનીટ માટે થંભી જશે સમગ્ર દેશ

|

Jan 30, 2021 | 7:00 AM

મહાત્મા ગાંધી (Mahatma Gandhi)ના નિર્વાણ દિવસ  30 જાન્યુઆરીના રોજ કેન્દ્ર સરકારે આદેશ જાહેર કર્યા છે. જેમાં દેશમાં આઝાદી માટે બલિદાન આપનારા લોકોની યાદમાં બે મિનિટનું મૌન પાળવામાં આવશે.

Mahatma Gandhi નિર્વાણ દિન, 30 જાન્યુઆરીએ બે મિનીટ માટે થંભી જશે સમગ્ર દેશ
Mahatma Gandhi

Follow us on

મહાત્મા ગાંધી (Mahatma Gandhi)ના નિર્વાણ દિવસ  30 જાન્યુઆરીના રોજ કેન્દ્ર સરકારે આદેશ જાહેર કર્યા છે. આ દિવસને શહીદ દિવસ તરીકે ઉજવવામાં આવશે. તેની સાથે તમામ અને રાજ્ય સરકાર અને કેન્દ્ર શાસિત પ્રદેશોને પણ નિર્દેશ આપ્યા છે. જેમાં દેશમાં આઝાદી માટે બલિદાન આપનારા લોકોની યાદમાં બે મિનિટનું મૌન પાળવામાં આવશે તેમજ કામકાજ અને અવર જવર પણ રોક લગાવવામાં આવશે.

શહીદ દિવસ માટે ગૃહ મંત્રાલય તરફથી આદેશ જાહેર કરવામાં આવ્યો છે. જેને ઓર્ડર ઓફ Martyrs Day કહેવામાં આવ્યું છે. જેમાં 30 જાન્યુઆરીએ દર વર્ષે 11 વાગ્યે બે મિનિટનું મૌન રાખવામાં આવશે. તેની સાથે સાથે હવે બે મિનિટ માટે કોઈ કામકાજ અને અવર જવર પણ નહીં કરી શકાય. તેમજ આગળ લખ્યું છે કે જે જગ્યાએ સાયરનની વ્યવસ્થા હશે ત્યાં મૌનની યાદ અપાવવા માટે સાયરન વગાડવામાં આવશે. અમુક સ્થળોએ આર્મી ગનથી ફાયર કરીને પણ યાદ અપાવવામાં આવશે. આ એલર્ટ 10.59 કરવામાં આવશે. તેની બાદ બે મિનિટ માટે મૌન પાળવું પડશે. જે જગ્યાઓ પર સિંગ્નલ નહીં હોય ત્યાં સુવિધા મુજબ કોઈપણ પ્રકારનો સંદેશ પહોંચાડવામાં આવશે. માનવામાં આવે છે કે આ પૂર્વે મૌન દરમ્યાન ઓફિસોમાં કામકાજ ચાલતું હતું, હાલ તેને કડકાઈથી અમલ કરવાના આદેશ આપવામાં આવ્યા છે.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

30 જાન્યુઆરી 1948ના રોજ Mahatma Gandhiની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. 30 જાન્યુઆરી 1948ના રોજ તે સાંધ્ય પ્રાર્થના માટે જઈ રહ્યા ત્યારે નાથુરામ ગોડસેએ તેમની પર ત્રણ ગોળીઓ મારી હતી.

Next Article