
પહલગામ હુમલા બાદ સોશિયલ મીડિયા પર ઈસ્લામ વાસ્તિક નામના મુસ્લિમ બિરાદરનો આ વીડિયો બહુ વાયરલ થઈ રહ્યો છે. જેઓ મદરેસામાં થતા બાળકોના શારીરિક શોષણ અંગે ખુલ્લેઆમ જણાવી રહ્યા છે. ઉપરાંત મદરેસાની તાલીમ અંગે પણ જણાવી રહ્યા છે.
તેઓ જણાવે છે કે “મસ્જિદોમાં ચાલતી મદરેસાઓમાં જે બાળકો ભણવા માટે આવે છે તેમનું શોષણ થાય છે. કારણ કે મદરેસામાં ભણાવતા મૌલાનાઓ સ્થાનિક નથી હોતા. મોટાભાગના બહુ દૂરથી આવેલા હોય છે. તેમનો પરિવાર 500-700 કિમી દૂર રહેતો હોય છે. આ મૌલાનાઓ એકલા મદરેસામાં રહેતા હોય છે. હવે મૌલાનાઓની શારીરિક ઈચ્છાઓ તો ઘરે મુકીને આવ્યા નથી હોતા એ તો રોજ જાગે છે. આવા સમયે તેની પત્નીઓ તો ત્યાં હોતી નથી, બહુ દૂર હોય છે તે ત્યાં તો જઈ શક્તો નથી. આવા સમયે મૌલાનાઓને મદરેસાઓના બાળકોને તેમની હવસનો શિકાર બનાવે છે. તેમના પર હાથ મારે છે. તેમની સાથે ન કરવાનું કરવાનો પ્રયાસ કરે છે. મોટાભાગના કિસ્સામાં તો તે સફળ થઈ જ જાય છે.”
“બહુ ઓછા એવા કિસ્સા હોય છે જેમા આવા હવસખોર મૌલાનાઓ પકડાતા હોય છે. 100-1000માંથી માંડ એકલ દોકલ કેસ બહાર આવે છે. તેમને મારપીટ કરીને ભગાડી દે છે. કોઈ ફરિયાદ કરતુ નથી. એ વાતને ત્યાં જ દબાવી દે છે કારણ કે ઈસ્લામ બદનામ ન થાય. ખરેખર તો આમાંથી મુસલમાનોએ બોધપાઠ લેવો જોઈએ. મદરેસાની અંદર જે તાલીમ આપવામાં આવે છે એ આગળ જતા બાળકોને ક્યાંય ઉપયોગી થતી નથી. કોઈ તાલીમ છે જ નહીં. મદરેસાની તાલીમ આજસુધીમાં કોઈપણ માણસને કામમાં આવી હોય તો તે જણાવે. શું મદરેસાની તાલીમ મેળવીને કોઈ ડૉક્ટર, એન્જિનિયર કે કોઈ વૈજ્ઞાનિક બન્યુ છે આજસુધીમાં ક્યારેય ? શું મદરેસાની તાલીમ દ્વારા કોઈ મોટી સિદ્ધિ મેળવી એવુ ક્યાંય જાણવામાં આવ્યુ છે.
સાંભળો વીડિયો
“હુ તો કહુ છુ તમારા બાળકોને સ્કૂલોમાં મોકલો, સારુ શિક્ષણ આપો, સારી કારકિર્દી બનાવશે. તેનાથી પોતાનું તો નામ બનશે, પરિવારનું પણ નામ થશે, દેશના વિકાસમાં પણ સહભાગી બનશે. મદરેસામાથી આજ સુધી મે નથી જોયુ કે કોઈ મુસ્લિમ બાળકની સારી કારકિર્દી બની હોય. તે મોટાભાગનો તેનો કિમતી સમય મદરેસામાં બર્બાદ કરી ચુકયો હોય છે. મદરેસાની તાલીમ અત્યાર સુધીમાં કોઈ બાળકને કામમાં આવી હોય એવુ મે જોયુ નથી. મદરેસામાંથી નીકળેલા બાળકો મોટા થઈને મોટાભાગે શું કરે છે? પંચર બનાવે છે, બિરયાની વેચે છે કે કાં તો કેળાની રેહડી ચલાવે છે.”
Published On - 10:01 pm, Sat, 26 April 25