મધ્યપ્રદેશ એક્ઝિટ પોલ: એક્ઝિટ પોલ પોલ સ્ટ્રેટના સર્વે મુજબ મધ્યપ્રદેશમાં 111 થી 121 બેઠકો સાથે કોંગ્રેસ આગળ છે. જ્યારે ભાજપને 106 થી 116 બેઠકો મળવાનું અનુમાન છે અને અધર્સને 6 બેઠકો મળવાનુ અનુમાન છે. વોટ શેર અનુસાર કોંગ્રેસને 45 ટકા ભાજપને 43.3 ટકા અને અધર્સને 11.1 ટકા મળ્યો હોવાનુ અનુમાન છે. લાડલી બહેન યોજનાને ભાજપ તેનુ ટ્રમ્પ કાર્ડ માની રહી છે. એ ફળીભુત થઈ હોવાનુ જણાઈ રહ્યુ છે. શિવરાજ સરકારને લાડલી બહેન યોજના ફળી હોવાનુ દેખાઈ રહ્યુ છે. ભાજપને મહિલાઓના 47 ટકા વોટ મળી રહ્યા છે. આ ચૂંટણીમાં પોલ સ્ટ્રેટના સર્વે અનુસાર કોંગ્રેસને 50 ટકા એસસી વોટ મળ્યા છે. એસટી વોટ 49 ટકા મળ્યા છે.
ચૂંટણી બાદ સામે આવેલા પોલ સ્ટ્રેટ એક્ઝિટ પોલના સર્વે અનુસાર મધ્યપ્રદેશની તસ્વીર સ્પષ્ટ થઈ ગઈ છે. કોંગ્રેસ બહુમતી સાથે મધ્યપ્રદેશમાં સરકાર બનાવવા જઈ રહી છે.
પોલ સ્ટ્રેટ અનુસાર 45.6% વોટ કોંગ્રેસના ફાળે
ફર્સ્ટ ટાઈમ વોટર્સની જો વાત કરીએ તો મધ્યપ્રદેશમાં ભાજપને પ્રથમવાર વોટ કરનારા વર્ગના 42 ટકા વોટ શેર મળ્યો છે. કોંગ્રેસને 45 ટકા વોટ શેર મળી રહ્યો છે. જ્યારે અધર્સને 13 ટકા વોટ મળ્યા છે.
PolStrat ના એક્ઝિટ પોલ સર્વે અનુસાર મહિલાઓએ ભાજપ પર પસંદગી ઉતારી છએ. સર્વે મુજબ 47 ટકા મહિલાઓએ ભાજપના પક્ષમાં મત આપ્યા છે. જ્યારે કોંગ્રેસના પક્ષમાં 43 ટકા મહિલાઓએ મત આપ્યા છે.
8000 વોટર્સ વચ્ચે કરાવવામાં આવેલા એક્ઝિટ સર્વે અનુસાર મધ્યપ્રદેશમાં કુલ 48 ટકા પુરુષોએ કોંગ્રેસના પક્ષમાં મત આપ્યા છએ. જ્યારે 43 ટકા મહિલાઓએ કોંગ્રેસને મત આપ્યા છે
Published On - 6:02 pm, Thu, 30 November 23