Madhya Pradesh : કોલેજમાં ઝેરી ખોરાક ખાતા 100 વિદ્યાર્થીઓ પહોંચ્યા હોસ્પિટલ, બેડ ન મળતા જમીન પર શરુ કરાઈ સારવાર

લિયરમાં સ્થિત લક્ષ્મીબાઈ નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિકલ એજ્યુકેશન (LNIPE)ના 100થી વધુ વિદ્યાર્થીઓ એકાએક બીમાર પડતા દોડધામ મચી ગઈ છે. મળતી માહિતી મુજબ બધાને એક સાથે ફૂડ પોઇઝનિંગની સમસ્યા છે. આ તમામ વિદ્યાર્થીઓએ મંગળવારે બપોરે સંસ્થાના મેસમાં ભોજન લીધું હતું. થોડા સમય પછી, જ્યારે તેમની તબિયત બગડવા લાગી, ત્યારે તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા

Madhya Pradesh : કોલેજમાં ઝેરી ખોરાક ખાતા 100 વિદ્યાર્થીઓ પહોંચ્યા હોસ્પિટલ, બેડ ન મળતા જમીન પર શરુ કરાઈ સારવાર
Madhya Pradesh 100 students reached hospital
| Edited By: | Updated on: Oct 04, 2023 | 8:59 AM

મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં સ્થિત લક્ષ્મીબાઈ નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિકલ એજ્યુકેશન (LNIPE)ના 100થી વધુ વિદ્યાર્થીઓ એકાએક બીમાર પડતા દોડધામ મચી ગઈ છે. મળતી માહિતી મુજબ બધાને એક સાથે ફૂડ પોઇઝનિંગની સમસ્યા છે. આ તમામ વિદ્યાર્થીઓએ મંગળવારે બપોરે સંસ્થાના મેસમાં ભોજન લીધું હતું.

મેસમાં જમ્યા પછી વિદ્યાર્થીઓની હાલત બગડી

થોડા સમય પછી, જ્યારે તેમની તબિયત બગડવા લાગી, ત્યારે તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. આટલા વિદ્યાર્થીઓને મેડિસિન વોર્ડમાં જગ્યા ન મળી હોવાથી તેમને હોસ્પિટલની લેબમાં બનાવેલા સ્લેબ પર સુવડાવીને સારવાર આપવામાં આવી રહી છે. આમા થી કેટલાક વિદ્યાર્થીઓને બેડના અભાવે જમીન પર સૂવુ પડ્યું હતુ અને તેમની સારવાર જમીન પર શરુ કરવામાં આવી હતી.

100 થી વધુ હોસ્પિટલમાં, 2 ICUમાં

તે જ સમયે, બે ડઝનથી વધુ વિદ્યાર્થીઓની સ્થિતિ નાજુક હોવાને કારણે, તેઓને ICUમાં દાખલ કરવામાં આવ્યા હતા. મળતી માહિતી મુજબ, મંગળવારે બપોરે સંસ્થાના 100થી વધુ વિદ્યાર્થીઓ સાથે હોસ્ટેલની મેસમાં જમવા માટે ગયા હતા. ભોજન સ્વાદિષ્ટ હતું, પરંતુ તે ખાવાના થોડા જ સમયમાં વિદ્યાર્થીઓ બીમાર થવા લાગ્યા. સાંજ સુધીમાં તમામ વિદ્યાર્થીઓને ઉલ્ટી, ઝાડા અને પેટમાં દુખાવાની ફરિયાદ થવા લાગી હતી. તમામ વિદ્યાર્થીઓ એક જ સમસ્યાથી પીડાતા હોવાથી, દરેકને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.

તમામ ફૂડ પોઈઝનિંગનો શિકાર

તબીબોના જણાવ્યા અનુસાર આ તમામ વિદ્યાર્થીઓને ફૂડ પોઈઝનિંગ થયુ છે.પરિસ્થિતિને ધ્યાનમાં લઈને તમામ વિદ્યાર્થીઓને પહેલા મેડિસિન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા, પરંતુ બે ડઝન જેટલા વિદ્યાર્થીઓની હાલત વધુ ખરાબ હતી. તેથી તેમને ICUમાં ખસેડવામાં આવ્યા છે.

હોસ્પિટલના અધિક્ષક ડૉ. આરકેએસ ધાકડના જણાવ્યા અનુસાર, 100થી વધુ વિદ્યાર્થીઓએ ફૂડ પોઈઝનિંગની ફરિયાદ કરી છે. આ તમામને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને તેમની સારવાર શરૂ કરવામાં આવી છે. બીજી તરફ, LNIPE રજિસ્ટ્રાર અમિત યાદવે જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓને ફૂડ પોઇઝનિંગ થયું છે. આવી સ્થિતિમાં મેસમાં તૈયાર થતા ભોજનની તપાસ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.

તમામ વિદ્યાર્થીઓ હાલ સારવાર હેઠળ છે જેમાંથી કેટલાકની સ્થિતિ પહેલા કરતા સારી છે જ્યારે બે ગંભીર હાલતમાં અને અન્ય સારવાર હેઠળ છે.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો