Ludhiana Court Blast: ગૃહ મંત્રાલયે પંજાબ સરકાર પાસે માંગ્યો રિપોર્ટ, CM ચન્નીએ સુરક્ષાને લઈ આજે સાંજે બોલાવી બેઠક

|

Dec 23, 2021 | 6:00 PM

જાણકારી મુજબ કેન્દ્ર સરકાર પણ દુર્ઘટનાને લઈ એક્શનમાં આવી ગઈ છે અને પંજાબ સરકાર પાસે રિપોર્ટ માંગ્યો છે. ધડાકા બાદ પંજાબમાં હાઈએલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

Ludhiana Court Blast: ગૃહ મંત્રાલયે પંજાબ સરકાર પાસે માંગ્યો રિપોર્ટ, CM ચન્નીએ સુરક્ષાને લઈ આજે સાંજે બોલાવી બેઠક
Ludhiana Court Blast

Follow us on

પંજાબના લુધિયાણાની કોર્ટ (Ludhiana Court) પરિસરમાં બપોરે થયેલા જોરદાર ધડાકાથી દેશભરમાં સનસની મચી ગઈ છે. આ દુર્ઘટનામાં 2 લોકોના મોત થયા છે, જ્યારે 4 અન્ય લોકો ઘાયલ થઈ ગયા છે. જાણકારી મુજબ આ ધડાકો કોર્ટના ત્રીજા માળે થયો છે. ત્યારે પોલિસ કોર્ટ કોમ્પેલેક્સમાં પહોંચી તપાસમાં જોડાઈ ગઈ છે.

 

 

ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?

જાણકારી મુજબ કેન્દ્ર સરકાર પણ દુર્ઘટનાને લઈ એક્શનમાં આવી ગઈ છે અને પંજાબ સરકાર પાસે રિપોર્ટ માંગ્યો છે. ધડાકા બાદ પંજાબમાં હાઈએલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સાર્વજનિક જગ્યાઓ પર પણ સુરક્ષા વધારવાના નિર્દેશ આપવામાં આવ્યા છે. પંજાબના મુખ્યપ્રધાન ચરણજીત સિંહ ચન્નીએ પણ સુરક્ષાને લઈ ગુરૂવાર સાંજે મહત્વની બેઠક બોલાવી છે.

 

CM ચન્નીએ કહ્યું- દોષિતોને બક્ષવામાં નહીં આવે

આ પહેલા મુખ્યપ્રધાન સીએમ ચરણજીતસિંહ ચન્નીએ કહ્યું કે વિધાનસભા ચૂંટણી નજીક આવતા જ ઘણા રાષ્ટ્રવિરોધી તત્વ આવી હરકત કરી રહ્યા છે. સરકાર એલર્ટ પર છે. દોષિતોને છોડવામાં નહીં આવે. ત્યારે નાયબ મુખ્યપ્રધાન સુખજિન્દર સિંહ રંધાવાએ કહ્યું કે પંજાબ સરહદી રાજ્ય છે, તેથી અમે બાહ્ય શક્તિઓની સંભાવના સહિતની કોઈપણ બાબતને નકારી શકીએ નહીં, કારણ કે તેઓ ક્યારેય ઈચ્છતા નથી કે પંજાબ સ્થિર રહે. સમગ્ર રાજ્ય હાઈ એલર્ટ પર છે.

 

સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ લુધિયાણાની કોર્ટના ત્રીજા માળે 9 નંબરની કોર્ટની પાસે સ્થિત એક વોશરૂમમાં બોમ્બ ધડાકો થયો છે. જેમાં બે લોકોના મોતની પુષ્ટી થઈ છે. જણાવવામાં આવી રહ્યું છે કે ધડાકો એટલો જબરદસ્ત હતો કે સમગ્ર બિલ્ડિંગ જ હલી ગઈ. સ્થળ પર અફરા-તફરીનો માહોલ ઉભો થઈ ગયો. રાષ્ટ્રીય તપાસ એજન્સીની ટીમ પણ પ્રાથમિક તપાસ માટે લુધિયાણા કોર્ટ જઈ રહી છે, જાણકારી મુજબ ઘટનાસ્થળ પર ફોરેન્સિક ટીમ પણ પહોંચી ગઈ છે.

 

આ પણ વાંચો: Maharashtra: આદિત્ય ઠાકરેને જાનથી મારી નાખવાની ધમકી આપનારની બેંગ્લોરમાંથી ધરપકડ, પોતાને ગણાવી રહ્યો છે સુશાંત સિંહ રાજપૂતનો ફેન

 

 

આ પણ વાંચો: હરીશ રાવતના નિવેદન બાદ મનીષ તિવારીએ કોંગ્રેસ હાઈકમાન્ડ પર ઉઠાવ્યા સવાલ, કહ્યું- પહેલા આસામ, પછી પંજાબ અને હવે ઉત્તરાખંડ…

Next Article