લખનૌનો લુલુ મોલ નમાઝ વિવાદને કારણે ચર્ચામાં, નમાઝનો વીડિયો વાયરલ થતાં હિન્દુ સંગઠનોએ કરી કાર્યવાહીની માગ

|

Jul 14, 2022 | 12:26 PM

હિન્દુ મહાસભાના નેતા અને જાણીતા વકીલ શિશિર ચતુર્વેદીએ આ મામલો ઉઠાવ્યો હતો અને તેમણે કહ્યું હતું કે લુલુ મોલ ભૂતકાળમાં પણ આવા વિવાદોમાં રહ્યો છે.

લખનૌનો લુલુ મોલ નમાઝ વિવાદને કારણે ચર્ચામાં, નમાઝનો વીડિયો વાયરલ થતાં હિન્દુ સંગઠનોએ કરી કાર્યવાહીની માગ
Lucknow's Lulu Mall came into limelight due to Namaz controversy

Follow us on

ઉત્તર પ્રદેશ(Uttar Pradesh) ની રાજધાની લખનૌમાં સ્થિત લુલુ મોલ(Lulu Mall)ને લઈને વિવાદ શરૂ થયો છે. વાસ્તવમાં, લખનૌના સૌથી મોટા લુલુ મોલમાં, ભૂતકાળમાં કેટલાક મુસ્લિમોએ નમાઝ અદા કરી હતી અને આને લઈને વિવાદમાં આવ્યા હતા અને તેના વિશેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ (video viral)થયો હતો. હવે હિન્દુ સંગઠનોએ આનો વિરોધ કર્યો છે અને મોલમાં નમાઝ પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી છે. તે જ સમયે, મોલ મેનેજમેન્ટનું કહેવું છે કે તે આના પર કાર્યવાહી કરશે અને યુવકની ઓળખ કરવામાં આવી રહી છે.

આ મહિનાની 11મી તારીખે લખનૌમાં લુલુ મોલ ખોલવામાં આવ્યો હતો અને આ મોલનું ઉદ્ઘાટન રાજ્યના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કર્યું હતું. પરંતુ હવે આ મોલ વિવાદમાં આવી ગયો છે. કારણ કે અહીં યુવકોએ નમાજ અદા કરી છે અને તેને લઈને વિવાદ શરૂ થઈ ગયો છે. વાસ્તવમાં વાયરલ વીડિયોમાં કેટલાક લોકો જમીન પર બેસીને નમાઝ અદા કરી રહ્યા છે અને વીડિયો વાયરલ થતા જ સવાલો ઉઠી રહ્યા છે કે મોલમાં ધાર્મિક પ્રવૃત્તિઓ કેવી રીતે થઈ શકે છે. હવે હિન્દુ સંગઠનોએ નમાઝ પર સવાલ ઉઠાવ્યા છે. જેના માટે મોલ મેનેજમેન્ટ બેકફૂટ પર છે.

Neem Karoli Baba : વ્યક્તિનું ભાગ્ય બદલતા પહેલા મળે છે આ 5 શુભ સંકેતો, જાણો
PI ને કોણ કરી શકે સસ્પેન્ડ ? જાણો ગુજરાતમાં કોની પાસે છે સત્તા
આ સ્ટાર કિડ્સ બોલિવુડમાં ડેબ્યુ કરશે, જુઓ ફોટો
ટેસ્ટ મેચમાં ખેલાડીઓ સફેદ કપડા જ કેમ પહેરે છે?
Baba Vanga એ દેશ માટે કરી 5 ચોંકાવનારી ભવિષ્યવાણી, જાણો
નેપાળમાં કેમ રવિવારે રજા નથી રહેતી ? જાણો ચોંકાવનારું કારણ

 

મોલ પર કાર્યવાહીની માગ

હિન્દુ મહાસભાના નેતા અને જાણીતા વકીલ શિશિર ચતુર્વેદીએ આ મામલો ઉઠાવ્યો હતો અને તેમણે કહ્યું હતું કે લુલુ મોલ ભૂતકાળમાં પણ આવા વિવાદોમાં રહ્યો છે. શિશિર ચતુર્વેદીએ કહ્યું કે લુલુ મોલ હવે તેનો સાચો રંગ બતાવી રહ્યો છે અને તે પહેલાથી જ મુસ્લિમ બાબતોને લઈને વિવાદોમાં રહ્યો છે. તો હવે તે યુપીમાં પણ આવું જ કામ કરી રહી છે. તેમણે કહ્યું કે મોલનો ઉપયોગ કોમજીદ તરીકે થઈ રહ્યો છે તેથી આ અંગે મોલ સામે પણ કાર્યવાહી થવી જોઈએ.

મોલ મેનેજમેન્ટે સ્પષ્ટતા કરી

નમાઝ વિવાદ બાદ હવે આ મામલે લુલુ મોલ તરફથી નિવેદન સામે આવ્યું છે અને મેનેજમેન્ટે ખુલાસો કર્યો છે અને મેનેજમેન્ટનું કહેવું છે કે વીડિયો વિશે કોઈ માહિતી નથી અને તે લોકોની ઓળખ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે જેમણે નમાઝ અદા કરી હતી. અમે મોલની અંદર નમાઝ અદા કરવાની પરમિશન આપી નથી રહ્યા.

Published On - 12:26 pm, Thu, 14 July 22

Next Article