Domestic LPG Cylinder Price Hike : હોળી પહેલા ઘરેલું LPG Cylinder ના ભાવમાં 50 રૂપિયાનો ભડકો, કોમર્શિયલ 350 રૂપિયો મોંઘો

Domestic LPG Cylinder Price: આજથી ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમત 50 રૂપિયા અને કોમર્શિયલ સિલિન્ડરની કિંમત 350 રૂપિયા મોંઘી થઈ ગઈ છે.

Domestic LPG Cylinder Price Hike : હોળી પહેલા ઘરેલું LPG Cylinder ના ભાવમાં 50 રૂપિયાનો ભડકો, કોમર્શિયલ 350 રૂપિયો મોંઘો
LPG Cylinder Price Hike
| Edited By: | Updated on: Mar 01, 2023 | 11:48 AM

Domestic LPG Cylinder Latest Price: હોળી પહેલા એલપીજી ગેસ સિલિન્ડર (LPG Cylinder Price Hike)ના ભાવમાં થયેલા વધારાથી લોકોને મોટો આંચકો લાગ્યો છે. આજથી ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમત 50 રૂપિયા અને કોમર્શિયલ સિલિન્ડરની કિંમત 350 રૂપિયા મોંઘી થઈ ગઈ છે. 19 કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં 350.50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.

આ વધારા સાથે દિલ્હીમાં 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડરની કિંમત વધીને 2119.50 રૂપિયા થઈ ગઈ છે. એલપીજી ગેસ સિલિન્ડરના નવા દર આજથી અસરકારક ગણવામાં આવશે.

વિવિધ શહેરોમાં આજથી આ દરે સિલિન્ડર ઉપલબ્ધ થશે

નવીનતમ ભાવ ફેરફાર પછી, પટનામાં એલપીજી ગેસ સિલિન્ડર રૂ. 1201, લેહ રૂ. 1299, શ્રીનગર રૂ. 1219, કન્યાકુમારી રૂ. 1187, આંદામાન રૂ. 1179, રાંચી રૂ. 1160.50, શિમલા રૂ. 1147.50 , ઉદયપુર રૂ. 1132.50 ઇન્દોર રૂ. 1131 રૂ. 1129 કોલકાતા રૂ. 1122 , ચેન્નઇ રૂ. 1118.50 , આગ્રા રૂ. 1112.50 ચંદીગઢ રૂ. 1147.50 અને અમદાવાદમાં રૂ. 1110માં આજથી ઉપલબ્ધ થશે.

તમને જણાવી દઈએ કે ઘણા મહિનાઓથી કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં ઘટાડો જોવા મળી રહ્યો હતો. બીજી તરફ, 1 માર્ચે, તેલ કંપનીઓએ 19 કિલોના કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં ભારે વધારો કરવાની જાહેરાત કરી છે, જે આજથી જ લાગુ થઈ ગઈ છે. આ વખતે તેલ કંપનીઓએ સિલિન્ડરની કિંમતમાં 350.50 રૂપિયાનો વધારો કર્યો છે.

હવે કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમત વધીને 2119.50 રૂપિયા થઈ ગઈ છે. અગાઉ આ સિલિન્ડર રૂ.1769માં મળતું હતું. 1 જાન્યુઆરી 2023ના રોજ આ સિલિન્ડરની કિંમતમાં 25 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે 1 મે 2022ના રોજ કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમત 2355.50 રૂપિયાના રેકોર્ડ સ્તરે હતી.

Published On - 11:42 am, Wed, 1 March 23