મોટી દુર્ઘટના ટળી ! હાવડા રેલ્વે સ્ટેશન પાસે લોકલ ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ, મુસાફરોના શ્વાસ થયા અધ્ધર

|

Mar 19, 2023 | 2:10 PM

પશ્ચિમ બંગાળના હાવડા સ્ટેશન પાસે હાવડા-અમતા લોકલ પાટા પરથી ઉતરી ગઈ હતી. જો કે સદનસીબે મુસાફરોનો આબાદ બચાવ થયો છે.

મોટી દુર્ઘટના ટળી ! હાવડા રેલ્વે સ્ટેશન પાસે લોકલ ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ, મુસાફરોના શ્વાસ થયા અધ્ધર

Follow us on

પશ્ચિમ બંગાળના હાવડા સ્ટેશન પાસે અમાતા-હાવડા લોકલ ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ હતી. આજે રવિવારે સવારે 9.45 કલાકની આસપાસ આ ઘટના બન હતી. પ્લેટફોર્મ નંબર 19માં પ્રવેશતા પહેલા ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ હતી, જો કે તમામ મુસાફરો સુરક્ષિત છે. લોકલ ટ્રેન પાટા પરથી ઉતરી જવાને કારણે ટ્રેન સેવા પ્રભાવિત થઈ હતી. બીજી તરફ આ દુર્ઘટના બાદ ઈસ્ટર્ન રેલવેએ તપાસના આદેશ આપ્યા છે અને ટ્રેનને પાટા પર લાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

 ટ્રેનને પાટા પર લાવવાનો કરવામાં આવી રહ્યા છે પ્રયાસ

માહિતી મુજબ જ્યારે ટ્રેન અમાતાથી હાવડામાં પ્રવેશી રહી હતી, ત્યારે પ્લેટફોર્મ નંબર 19 માં પ્રવેશતી વખતે પાછળના ત્રણ ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. રેલવે અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા અને ટ્રેનને પાટા પર લાવવાનો પ્રયાસ શરૂ કર્યો હતો. આપને જણાવી દઈએ કે, હાવડા સ્ટેશનના પ્રવેશદ્વાર પર હાવડા-અમતા લોકલ પાટા પરથી ઉતરી ગઈ હતી. જો કે ટ્રેનની સ્પીડ ઓછી હોવાને કારણે મોટી દુર્ઘટના ટળી હતી.

દુર્ઘટનાની માહિતી મળતા જ રેલવે અધિકારીઓ અને કર્મચારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. એક રેસ્ક્યુ વાન પણ પહોંચી હતી. ટ્રેનના પૈડાને લાઇન સુધી ઉપાડવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. આ ઘટનાથી મુસાફરોના શ્વાસ અધ્ધર થઈ ગયા હતા. જોકે અકસ્માતને કારણે કોઈ મોટું નુકસાન થયું નથી. રેલવે સૂત્રોના જણાવ્યા અનુસાર થોડી જ વારમાં સ્થિતિ સામાન્ય થઈ ગઈ હતી.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

ટ્રેનની અવરજવર થોડા સમય માટે ખોરવાઈ ગઈ

મહત્વનું છે કે અકસ્માતને કારણે હાવડા સ્ટેશનની દક્ષિણ-પૂર્વ શાખા પર ટ્રેનની અવરજવર થોડા સમય માટે ખોરવાઈ ગઈ હતી. લોકલ ટ્રેનો હંગામી ધોરણે સ્થગિત કરવામાં આવી છે. કેટલાક લાંબા અંતરની ટ્રેનો પણ નિર્ધારિત સમય કરતા મોડી પહોંચી હતી. મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આ પહેલીવાર નથી, ગયા મહિને 23 ફેબ્રુઆરીએ પણ હાવડા અમાતા લોકલ પાટા પરથી ઉતરી ગઈ હતી. મળતી માહિતી મુજબ જ્યારે આ ટ્રેનને અકસ્માત થયો ત્યારે કારની સ્પીડ ઘણી ઓછી હતી.  આ ઘટના બાદ રેલવેએ તપાસના આદેશ આપવામાં આવ્યા છે.

Published On - 2:08 pm, Sun, 19 March 23

Next Article