Ease Of Living Index 2020: ગુજરાતના ત્રણ શહેર અમદાવાદ, સુરત અને વડોદરા ટોપ 10 માં

|

Mar 04, 2021 | 7:24 PM

કેન્દ્રીય પ્રધાન હરદિપ પુરીએ ગુરુવારે દિલ્હીથી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા 111 શહેરોનો Living Index જાહેર કર્યો.જેમાં  10 ટૉપ શહેરમાં ગુજરાતના  ત્રણ શહેર અમદાવાદ, વડોદરા અને સુરતનો સમાવેશ  થાય છે. જેમાં અમદાવાદ 64. 87 ના સ્કોર સાથે ત્રીજા સ્થાને છે. જ્યારે સુરત 61.73 ના સ્કોર સાથે પાંચમા સ્થાને છે. જ્યારે વડોદરા 59. 24 ના સ્કોર સાથે આઠમા સ્થાને છે.

Ease Of Living Index 2020: કેન્દ્રીય પ્રધાન હરદિપ પુરીએ ગુરુવારે દિલ્હીથી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા 111 શહેરોનો Living Index જાહેર કર્યો. સરકાર દ્વારા વિવિધ માપદંડના આધારે શહેરોની સ્થિતિ અનુસાર તેમને ક્રમાંક અપાયો છે. આમાં, શહેરોની સ્વચ્છતા, આબોહવા, ત્યાંનો વેપારનું સ્તર અને નાગરિકોની જાગૃતિથી બધું જ વસ્તુને ધ્યાનમાં રાખવામાં આવી હતી. જેમાં રોડ કનેક્ટિવિટી પર પણ ખાસ ધ્યાન આપવામાં આવ્યું હતું.  જેમાં  10 ટૉપ શહેરમાં ગુજરાતના  ત્રણ શહેર અમદાવાદ, વડોદરા અને સુરતનો સમાવેશ  થાય છે. જેમાં અમદાવાદ 64. 87 ના સ્કોર સાથે ત્રીજા સ્થાને છે. જ્યારે સુરત 61.73 ના સ્કોર સાથે પાંચમા સ્થાને છે. જ્યારે વડોદરા 59. 24 ના સ્કોર સાથે આઠમા સ્થાને છે.

ભારતમાં 10 લાખથી વધુ વસ્તીવાળા શહેરોમાં રહેવાની સગવડની દ્રષ્ટિએ બેંગલુરુ પ્રથમ સ્થાને છે. બેંગલુરુ સિવાય, પૂણે અને અમદાવાદ જેવા શહેરો પણ આ યાદીમાં ટોચ પર છે, પરંતુ બરેલી, ધનબાદ અને શ્રીનગર છેલ્લા ક્રમના શહેરોમાં શામેલ છે. આ વાત શહેરી વિકાસ મંત્રાલયે તૈયાર કરેલા ઇઝ ઓફ Living Index 2020 માં જણાવવામાં આવી છે. 10 લાખથી ઓછી વસ્તીવાળા શહેરોની વાત કરીએ તો શિમલા પ્રથમ સ્થાને છે અને બિહારના મુઝફ્ફરપુર છેલ્લા નંબર પર છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના કાર્યકાળમાં ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસમાં સુધારો તેમજ ઇઝ ઓફ લિવિંગ પર ભાર મૂક્યો છે. તેથી આ સૂચિ મહત્વપૂર્ણ છે. આ સૂચિને પ્રાધાન્યમાં રાખીને શહેરી વિકાસ પર ખર્ચ પણ સરકાર નક્કી કરે છે.

આ સૂચિમાં કુલ 111 શહેરોની રેન્કિંગ જાહેર કરવામાં આવી છે. આ અનુક્રમણિકા સૌ પ્રથમ 2018 માં બહાર પાડવામાં આવી હતી. શાસન, ઓળખ અને સંસ્કૃતિ, શિક્ષણ, આરોગ્ય, સલામતી, અર્થવ્યવસ્થા, પોષણક્ષમ આવાસ, જમીનનો ઉપયોગ કરવાની યોજના, સાર્વજનિક ખુલ્લી જગ્યા, પરિવહન અને ગતિશીલતા જેવા 15 ધોરણોને આધારે આ રેન્કિંગ જાહેર કરવામાં આવે છે. શહેરી વિકાસ પ્રધાન હરદીપ પુરીએ કહ્યું કે, ભારતની આર્થિક વૃદ્ધિ તેના શહેરોની વૃદ્ધિમાં પણ પ્રતિબિંબિત થઇ છે. ભારત હાલમાં વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થામાંનો એક છે. ભારતમાં જે રીતે શહેરીકરણ થઈ રહ્યું છે, તે સ્પષ્ટ છે કે આવતા ત્રીસ વર્ષોમાં દેશની 70 ટકા વસ્તી શહેરોમાં હશે.

તેમણે કહ્યું કે આવી સ્થિતિમાં આપણે શહેરી માળખું મજબૂત અને વિકસિત કરવાની જરૂર છે. આ સિવાય મંત્રાલયે ‘મ્યુનિસિપલ પરફોર્મન્સ ઈન્ડેક્સ 2020’ નો ડ્રાફ્ટ પણ તૈયાર કર્યો છે. 10 લાખથી વધુની વસ્તી ધરાવતા નગરપાલિકાઓમાં ઇંદોર મોખરે છે. તે પછી સુરત અને ભોપાલ આવે છે. ગુવાહાટી, કોટા અને શ્રીનગર જેવા શહેરો તળિયે છે. હવે જો આપણે 10 લાખથી ઓછી વસ્તી ધરાવતા મ્યુનિસિપલ બોડીઝની વાત કરીએ, તો આ મામલે નવી દિલ્હી મ્યુનિસિપલ ટોચ પર છે. 10 લાખથી ઓછી વસ્તીવાળી પાલિકાઓમાં શિલ્લોંગ, ઇમ્ફાલ અને કોહિમા છેલ્લા સ્થાન પર છે.

 

Published On - 5:02 pm, Thu, 4 March 21

Next Video