મુંબઈમાં બની શ્રદ્ધા હત્યાકાંડને ટક્કર મારતી ઘટના, યુવતીની હત્યા બાદ પાર્ટનરે કર્યા લાશના ટુકડા, જુઓ Video

56 વર્ષીય મનોજ - 32 વર્ષીય સરસ્વતી લિવ-ઈનમાં રહેતા હતા. છેલ્લા કેટલાક દિવસથી બન્ને વચ્ચે ઝઘડા થતાં હતા. ગુસ્સામાં મનોજે પાર્ટનર સરસ્વતીની હત્યા કરી નાંખી હતી. બજારમાંથી ઝાડ કાપવાનું મશીન ખરીદ્યું અને મશીનથી લાશના નાના-નાના ટુકડા કર્યા. જે બાદ મનોજે લાશના ટુકડાને મિક્સરમાં પીસી નાંખ્યા.

Tushar Kodekar
| Edited By: | Updated on: Jun 08, 2023 | 11:41 PM

ભલભલાના રૂંવાડા ઉભા કરી દે તેવી અને શ્રદ્ધા વૉકર હત્યાકાંડથી પણ ભયાનક ઘટના મુંબઈમાં (Mumbai) ઘટી છે. મુંબઈના મીરા રોડમાં લિવ ઈન પાર્ટનર સાથે રહેતી એક યુવતીની તેના પાર્ટનરે હત્યા કરી નાંખી અને ત્યારબાદ, તેની લાશના ટુકડા કરી તેને સગેવગે કરતો હતો અને એ માટે સનકી પાર્ટનરે જે રસ્તો અપનાવ્યો હતો એ ચોંકાવી દે તેવો હતો.

મીરા રોડની આકાશદીપ સોસાયટીમાં મનોજ સાહનીની હરકતો પર પાડોશીઓને શંકા જઈ રહી હતી. દરરોજ મનોજ ગલીના શ્વાનોને કંઈક ખવડાવતો હતો. આ સિવાય ઘરમાંથી અસહ્ય દુર્ગંધ પણ આવી રહી હતી. અને કેટલાક દિવસથી મનોજની સાથે રહેતી લિવ-ઈન પાર્ટનર સરસ્વતી વૈધ પણ દેખાતી નહોતી. જેથી આ વિશે પાડોશીઓએ પોલીસને જાણ કરી. માહિતી મળતા પોલીસની ટીમ આવી અને ઘરમાં જઈને જોયું તો ઘરમાં અસહ્ય દુર્ગંધ આવી રહી હતી. ઘરમાંથી યુવતીના કાપેલા પગ મળી આવ્યા. પોલીસે આ બાબતે મનોજની પૂછપરછ કરતા તેણે લિવ-ઈન પાર્ટનર સરસ્વતીની હત્યા કર્યાની કબૂલાત કરી હતી.

આ પણ વાંચો: અઢીસો જેટલા લાકડાના અલગ અલગ પાર્ટસમાંથી બનાવામાં આવી ઘડિયાળ, જુઓ PHOTOS

56 વર્ષીય મનોજ અને 36 વર્ષીય સરસ્વતી લિવ-ઈનમાં રહેતા હતા. છેલ્લા કેટલાક દિવસથી મનોજ અને સરસ્વતી વચ્ચે ઝઘડા થતાં હતા. ગુસ્સામાં મનોજે લિવ-ઈન પાર્ટનર સરસ્વતીની હત્યા કરી નાંખી. ત્યારબાદ, ઝાડ કાપવાનું મશીન બજારમાંથી ખરીદ્યું. ઝાડ કાપવાના મશીનથી સરસ્વતીની લાશના નાના-નાના ટુકડા કર્યા. મનોજે લાશના ટુકડાને મિક્સરમાં પીસી નાંખ્યા, ત્યારબાદ દુર્ગંધ ન આવે તે માટે મિક્સરમાં પીસેલા લાશના ટુકડાને કુકરમાં ઉકાળ્યા. કુકરમાં ઉકાળેલા લાશના ટુકડાને આરોપી મનોજ સગેવગે કરતો હતો. સરસ્વતીની લાશના ઉકાળેલા ટુકડા મનોજ ક્યારેક શ્વાનને ખવડાવતો હતો, તો ક્યારેક તે લાશના ટુકડા ટૉયલેટમાં ફ્લશ કરી દેતો હતો.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી
આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી
ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન
ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન
સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય
સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય
બનાસકાંઠા: સરહદી વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતા તંત્રની કાર્યવાહી
બનાસકાંઠા: સરહદી વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતા તંત્રની કાર્યવાહી
સાબરકાંઠામાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર, ઉત્તર ગુજરાતમાં હીટવેવની અસર
સાબરકાંઠામાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર, ઉત્તર ગુજરાતમાં હીટવેવની અસર
સુભાપુરામાં માધવ ગ્રુપ ઓફ કંપની પર ITના દરોડા
સુભાપુરામાં માધવ ગ્રુપ ઓફ કંપની પર ITના દરોડા
રાજકોટના આંગણે TV9ના એજ્યુકેશન એક્સપોનો ધમાકેદાર પ્રારંભ, જુઓ-video
રાજકોટના આંગણે TV9ના એજ્યુકેશન એક્સપોનો ધમાકેદાર પ્રારંભ, જુઓ-video
ધોરાજીમાં કમોસમી વરસાદે વેર્યો વિનાશ
ધોરાજીમાં કમોસમી વરસાદે વેર્યો વિનાશ
બનાસકાંઠાઃ ભારે પવન ફૂંકાવા સાથે વરસાદને પગલે ખેડૂતોને મોટું નુકસાન
બનાસકાંઠાઃ ભારે પવન ફૂંકાવા સાથે વરસાદને પગલે ખેડૂતોને મોટું નુકસાન
ખેડબ્રહ્મા, વિજયનગર, પોશીનાની મદ્રેસાઓમાં શિક્ષણ વિભાગે તપાસ હાથ ધરી
ખેડબ્રહ્મા, વિજયનગર, પોશીનાની મદ્રેસાઓમાં શિક્ષણ વિભાગે તપાસ હાથ ધરી
g clip-path="url(#clip0_868_265)">