Rajya Sabha Election: તમને ખબર છે ? આ રાજ્યોમાંથી ભાજપ કે કોંગ્રેસના એક પણ સભ્ય નથી રાજ્યસભામાં

|

Jun 02, 2022 | 7:05 PM

રાજ્યસભામાં કુલ 245 સભ્યો છે અને બહુમતીનો આંકડો 123 છે. રાજ્યસભામાં સ્પષ્ટ બહુમત ના હોવાથી, મોદી સરકારને અનેક બીલ પસાર કરવામાં મુશ્કેલી અનુભવવી પડે છે.

Rajya Sabha Election: તમને ખબર છે ? આ રાજ્યોમાંથી ભાજપ કે કોંગ્રેસના એક પણ સભ્ય નથી રાજ્યસભામાં
Rajya Sabha (file photo)

Follow us on

દેશના 15 રાજ્યોમાં રાજ્યસભાના (Rajya Sabha) 57 સભ્યો માટે આગામી 10મી જૂને ચૂંટણી યોજાશે. 10 જૂને યોજાનાર ચૂંટણી એવા સભ્યો માટે યોજાઈ રહી છે કે, જેઓ જૂન 2022 થી લઈને ઓગસ્ટ 2022 સુધીના સમયગાળામાં રાજ્યસભામાંથી નિવૃત થઈ રહ્યાં છે. આગામી 10 જૂને જે રાજ્યોમાં રાજ્યસભાના સભ્ય માટે ચૂંટણી ( Rajya Sabha Election 2022)  યોજાઈ રહી છે તેમા, હરિયાણા, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, કર્ણાટક અને તમિલનાડુ, આંધ્ર પ્રદેશ, તેલંગાણા, છત્તીસગઢ, મધ્ય પ્રદેશ, કર્ણાટક, ઓડિશા, પંજાબ, રાજસ્થાન, ઉત્તરાખંડ, બિહાર, ઝારખંડનો સમાવેશ થાય છે. ઉતરપ્રદેશમાં સૌથી વધુ 11 બેઠક માટે ચૂંટણી યોજાનાર છે.

આ ચૂંટણીના પરિણામ બાદ, રાજ્યસભામાં ભાજપની સંખ્યા વધી જશે તો કોંગ્રેસની સભ્ય સંખ્યા ઘટશે. હાલમાં રાજ્યસભામાં ભાજપના 98 સભ્યો છે. તો કોંગ્રેસના 33 સભ્યો છે. રાજ્યસભામાંથી નિવૃત થઈ રહેલા 57 સભ્યોમાંથી 24 સભ્યો ભાજપના અને 09 સભ્યો કોંગ્રેસના છે. જ્યારે બાકીના સભ્યો અન્ય રાષ્ટ્રીય કે પ્રાદેશિક પક્ષના છે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

રાજ્યસભામાં કુલ 245 સભ્યો છે અને બહુમતીનો આંકડો 123 છે. રાજ્યસભામાં સ્પષ્ટ બહુમત ના હોવાથી, મોદી સરકારને અનેક બીલ પસાર કરવામાં મુશ્કેલી અનુભવવી પડે છે. ભૂતકાળમાં જવાહરલાલ નહેરુ અને ઈન્દિરા ગાંધીના સમયમાં રાજ્યસભામાં કોંગ્રેસ પક્ષની સ્પષ્ટ બહુમતી હતી. જવાહરલાલ નહેરુ અને ઈન્દિરા ગાંધી બાદ નરેન્દ્ર મોદીના સમયકાળમાં કોઈ એક પક્ષના સભ્યોની સંખ્યા રાજ્યસભામાં વધુ હશે.

2 જૂન 2022ના રોજ રાજ્યસભામાં ભાજપ-કોંગ્રેસના સભ્યોની સ્થિતિ

રાજ્યસભામાં ભાજપના કુલ 98 સભ્યો છે. દેશના વિભિન્ન રાજ્યો પૈકી 21 રાજ્યોમાથી, ભાજપના સભ્યો રાજ્યસભામાં સ્થાન ધરાવે છે. આ રાજ્ય પૈકી, સૌથી વધુ 25 સભ્યો ઉતરપ્રદેશમાંથી છે. ગુજરાત અને મધ્યપ્રદેશમાંથી આઠ – આઠ સભ્યો રાજ્યસભામાં સ્થાન ધરાવે છે. મહારાષ્ટ્રમાંથી 7, કર્ણાટકમાંથી 6, રાજસ્થાન, બિહાર, આસામમાંથી ચાર ચાર સભ્યો છે. તો હરિયાણા, ઝારખંડ, હિમાચલપ્રદેશ અને ઉત્તરાખંડમાંથી ત્રણ ત્રણ સભ્યો છે. જાણો કયા રાજ્યમાંથી કેટલા સભ્યો રાજ્યસભામાં સ્થાન ધરાવે છે.

કયા કયા રાજ્યમાંથી, ભાજપ રાજ્યસભામાં કેટલા સભ્યો ધરાવે છે ?

ક્રમ રાજ્યનુ નામ સભ્યોની સંખ્યા
1 ઉતર પ્રદેશ 25
2 ગુજરાત 8
3 મધ્યપ્રદેશ 8
4 મહારાષ્ટ્ર 7
5 કર્ણાટક 6
6 રાજસ્થાન 4
7 બિહાર 4
8 આસામ 4
9 હરિયાણા 3
10 ઝારખંડ 3
11 હિમાચલપ્રદેશ 3
12 ઉત્તરાખંડ 3
13 છત્તીસગઢ 1
14 આંધ્રપ્રદેશ 1
15 અરુણાચલપ્રદેશ 1
16 ગોવા 1
17 મણીપુર 1
18 નાગાલેન્ડ 1
19 ઓરિસ્સા 1
20 પુંડુચેરી 1
21 ત્રિપુરા 1

જો કોંગ્રેસની વાત કરવામાં આવે તો, રાજ્યસભામાં કોંગ્રેસના કુલ 33 સભ્યો છે. રાજ્યસભામાં કોંગ્રેસ સૌથી વધુ સભ્યો કર્ણાટક અને રાજસ્થાનમાંથી ધરાવે છે. આ બન્ને રાજ્યોમાંથી કોંગ્રેસના પાંચ-પાંચ સભ્યો છે. છત્તીસગઢમાંથી ચાર, ગુજરાત, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાંથી ત્રણ ત્રણ સભ્યો રાજ્યસભામાં છે. પશ્ચિમબંગાળમાંથી બે અને બિહાર, હરિયાણા, ઝારખંડ તેમજ કેરળમાંથી એક એક સભ્ય રાજ્યસભામાં છે.

કોંગ્રેસ, કયા કયા રાજ્યમાંથી રાજ્યસભામાં કેટલા સભ્યો ધરાવે છે ?

ક્રમ રાજ્યનુ નામ સભ્યોની સંખ્યા
1 કર્ણાટક 5
2 રાજસ્થાન 5
3 છત્તીસગઢ 4
4 ગુજરાત 3
5 મધ્યપ્રદેશ 3
6 મહારાષ્ટ્ર 3
7 પશ્ચિમ બંગાળ 2
8 બિહાર 1
9 હરિયાણા 1
10 ઝારખંડ 1
11 કેરળ 1

 

આ રાજ્યોમાંથી ભાજપના એક પણ સભ્ય રાજ્યસભામાં નથી

દેશના કુલ એવા 10 રાજ્યો છે કે જયાંથી ભાજપના એકપણ સભ્ય રાજ્યસભમાં સ્થાન ધરાવતા નથી. આવા રાજ્યમાં પશ્ચિમ બંગાળ, કેરળ, તામિલનાડુ, જમ્મુ અને કાશ્મીર, મેઘાલય, મિઝોરમ, દિલ્લી, પંજાબ, સિક્કીમ અને તેલંગણા રાજ્યમાંથી રાજ્યસભામાં ભાજપના એકપણ સભ્ય નથી.

રાજ્યસભામાં આ રાજ્યોમાંથી ભાજપના એકપણ સભ્ય નથી

પશ્ચિમ બંગાળ
કેરળ
તામિલનાડુ
જમ્મુ કાશ્મીર
મેઘાલય
મિઝોરમ
દિલ્લી
પંજાબ
સિક્કીમ
તેલંગણા

રાજ્યસભામાં કોંગ્રેસના સભ્ય કયા કયા રાજ્યોમાંથી નથી

દેશના કુલ 19 રાજ્યો એવા છે કે તેમાંથી રાજ્યસભામાં કોંગ્રેસના એક પણ સભ્ય નથી. આ એવા રાજ્યો છે કે જ્યાં એક સમયે કોંગ્રસનો દબદબો હતો. આજે તે રાજ્યોમાંથી કોંગ્રેસના એક પણ સભ્ય રાજ્યસભામાં સ્થાન ધરાવતા નથી. પંજાબ, દિલ્લી, ઉતરપ્રદેશ જેવા રાજ્યોમાં સરકાર પણ કોંગ્રેસની હતી અને રાજ્યસભા કે લોકસભામાં મોટાભાગના સભ્યો કોંગ્રેસના ચૂંટાતા હતા. આજે સ્થિતિ અલગ છે.

રાજ્યસભામાં આ રાજ્યોમાંથી કોંગ્રેસના એકપણ સભ્ય નથી

પંજાબ
દિલ્લી
ઉતરપ્રદેશ
આસામ
હિમાચલ પ્રદેશ
ઉત્તરાખંડ
આંધ્રપ્રદેશ
અરુણાચલ પ્રદેશ
ગોવા
મણીપુર
નાગાલેન્ડ
ઓરિસ્સા
પુંડુચેરી
ત્રિપુરા
જમ્મુ કાશ્મિર
મેઘાલય
સિક્કીમ
તેલગણા
મિઝોરમ

 

આગામી 10 જૂનના રોજ સાંજે રાજ્યસભાની 57 બેઠક માટેની ચૂંટણીના જાહેર થનારા પરિણામ બાદ, 2 જૂનના રોજ રાજ્યસભામાં સભ્યોની જે સ્થિતિ છે તેમા હજુ પણ ફેરફાર થશે. કોંગ્રેસના સભ્યોની સંખ્યા હજુ પણ ઘટશે તો ભાજપના સભ્યોની સંખ્યા હજુ વધશે.

Published On - 3:08 pm, Thu, 2 June 22

Next Article