Artificial leg for Animals: માનવોની જેમ હવે પશુઓને પણ કૃત્રિમ પગ લગાવામાં આવશે. જેની શરૂઆત મધ્ય પ્રદેશએ (Madhya Pradesh)કરી છે. જબલપુરના નાનાજી દેશમુખ વૈટનરી યુનિવર્સિટીમાં પશુઓને આર્ટિફિશિયલ પગ લગાવા માટે બજાર માર્કેટિંગએ 2 કરોડ 17 લાખ રૂપિયા મંજુર કર્યા છે.
જણાવામાં આવી રહ્યું છે કે, મધ્ય પ્રદેશના જબલપુરમાં દેશનું પહેલુ એવું સેંટર બની રહ્યું છે, જ્યાં પશુઓના કૃત્રિમ પગ બનાવવામાં આવશે. જે પશુઓના કલ્યાણ માટે એક સારી પહેલ માનવામાં આવી રહી છે. નાનાજી દેશમુખ વૈટનરી યુનિવર્સિટીમાં કાર્યરત ડો. શોભા જાવરેએ જણાવ્યું કે, પશુઓ માટે કૃત્રિમ પગ (Artificial leg for Animals)બનાવાને લઈ 2016-17 થી વિચાર કરવામાં આવી રહ્યો છે.
તેઓએ આગળ જણાવ્યું કે, 3-4 વર્ષ પહેલા એક ગાયના વાછરડાને પગમાં ટ્યૂમર થયું હતું. ત્યાર બાદ તેના પગને કાપવામાં આવ્યો હતો. પગ કપાઈ જતાં વાછરડાને ચાલવામાં મુશ્કેલી આવવા લાગી, તેને જોતા નાનાજી દેશમુખ યુનિવર્સિટીના ડોક્ટરોએ વાછરડાને કૃત્રિમ પગ લગાડવાનું વિચાર્યું હતું.
અહીંથી થઈ શરૂઆત
ત્યાર બાદ ડોક્ટરોએ રાજેશ અહિરવાર સાથે મુલાકાત કરી જે માનવો માટે નકલી પગ બનાવતા હતા. તેઓએ વાછરડા માટે કૃત્રિમ પગ બનાવ્યો જે ઘણા અંશે સફળ રહ્યો હતો. વાઈલ્ડ લાઈફ ડાયરેક્ટર ડો. શોભા જાવરેના મતે વર્તમાનમાં ચાર ગાયો (Cow)ના કૃત્રિમ પગ હાલ રાકેશ અહરિવાર પાસેથી બનાવામાં આવી રહ્યા છે. જેને તૈયાર કરીને જલ્દી જ એ ગાયોમાં લગાવામાં આવશે. જેમના પગ કપાઈ ગયા છે.
પશુઓને મળશે રાહત
આ સાથે જ નાનાજી દેશમુખ યુનિવર્સિટી એ પણ પ્રયત્ન્ન કરશે કે ગાય-બળદ સિવાય અન્ય નાના મોટા પશુઓને પણ કૃત્રિમ પગ લગાવામાં આવે. દેશમાં પહેલીવાર આવું સેંટર જબલપુરમાં હશે. જ્યાં ગાય-બળદ અને અન્ય પશુઓ માટે કૃત્રિમ પગ લગાવામાં આવશે. તેના માટે બજાર માર્કેટિંગએ નાનાજી દેશમુખ યુનિવર્સિટીને 2 કરોડ 17 લાખ રૂપિયા મંજુર કર્યા છે. આ બજેટમાં લગભગ 75 લાખ રૂપિયામાં બિલ્ડિંગ બનાવામાં આવશે. જ્યારે કૃત્રિમ પગ બનાવાનું સેંટર બની જશે ત્યારે એવા પશુઓને રાહત મળશે જેમના પગમાં કોઈને કોઈ મુશ્કેલી છે.
Published On - 6:48 pm, Tue, 19 October 21