લેફ્ટનન્ટ જનરલ મનોજ કુમાર કટિયારને (Lieutenant General Manoj Kumar Katiyar) સૈન્ય ઓપરેશન્સના આગામી મહાનિર્દેશક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. કટિયાર 1 મેથી તેમની નવી જવાબદારી સંભાળશે. મનોજે પ્રારંભિક શિક્ષણ સૈનિક સ્કૂલ, ઘોડાખાલમાંથી મેળવ્યું હતું. લેફ્ટનન્ટ જનરલ મનોજ કુમારને તેમના કાર્યક્ષમ સૈન્ય વહીવટ અને સફળ વ્યૂહરચના માટે અતિ વિશિષ્ટ સેવા મેડલ (AVSM) થી પણ નવાજવામાં આવ્યા છે. નેશનલ ડિફેન્સ એકેડમી અને ઈન્ડિયન મિલિટરી એકેડેમી (દેહરાદૂન) ખાતે તેમની સૈન્ય તાલીમ પછી, તેઓ જૂન 1986માં રાજપૂત રેજિમેન્ટની 23મી બટાલિયનમાં નિયુક્ત થયા હતા.
તેમણે જમ્મુ અને કાશ્મીર અને અરુણાચલ પ્રદેશમાં નિયંત્રણ રેખા (LOC) પર બે વાર તેમની બટાલિયનને કમાન્ડ કરી હતી. એટલું જ નહીં, કટિયારે પશ્ચિમ સરહદે એક પાયદળ બ્રિગેડ અને આર્મી હેડક્વાર્ટર રિઝર્વ માઉન્ટેન ડિવિઝનની કમાન પણ સંભાળી છે. ડિફેન્સ સર્વિસીસ સ્ટાફ કોર્સથી લઈને કટિયારે તમામ જરૂરી કોર્સ કર્યા છે.
મનોજ કુમાર કટિયારે નેશનલ ડિફેન્સ કોલેજમાં અભ્યાસ કર્યો. મનોજ અમેરિકાની પ્રતિષ્ઠિત નેશનલ વોર કોલેજમાંથી સ્નાતક પણ છે. તેમણે ભૂટાનમાં ભારતીય સૈન્ય તાલીમ ટીમમાં પ્રશિક્ષક તરીકે અને ડિફેન્સ સર્વિસ સ્ટાફ કોલેજમાં ડાયરેક્ટીંગ સ્ટાફ તરીકે પણ સેવા આપી છે.
Lieutenant General Manoj Kumar Katiyar has been appointed as the next Director-General of Military Operations. He would be taking over the new office on May 1st.
(File Pic) pic.twitter.com/pF3RSINXeh
— ANI (@ANI) April 19, 2022
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો
Published On - 5:59 pm, Tue, 19 April 22