ગાઝિયાબાદ કોર્ટમાં ઘૂસ્યો દીપડો, હુમલામાં ઘાયલ થયા 5 લોકો

|

Feb 08, 2023 | 7:23 PM

દિલ્હી-એનસીઆરના ગાઝિયાબાદમાં (Ghaziabad) પણ દીપડો જોવા મળ્યો છે. દીપડો ગાઝિયાબાદ કોર્ટમાં ઘુસી ગયો અને તેણે બે લોકોને ઘાયલ પણ કર્યા. દીપડો જોવા મળતા જ કોર્ટ પરિસર અને બહાર દોડધામ મચી ગઈ હતી.

રાજધાની દિલ્હી જોડે આવેલા નોઈડાની એક સોસાયટીમાં થોડા દિવસો પહેલા એક દીપડો જોવા મળતા ત્યાં રહેતા લોકો હેરાન થઈ ગયા હતા. હવે દિલ્હી-એનસીઆરના ગાઝિયાબાદમાં પણ દીપડો જોવા મળ્યો છે. દીપડો ગાઝિયાબાદ કોર્ટમાં ઘૂસી ગયો અને તેનાથી 5 લોકોને ઈજા પણ થઈ. ગાઝિયાબાદ કોર્ટમાં ઘૂસી ગયો અને આ દીપડો લાંબા સમય સુધી કોર્ટ પરિસરમાં રહ્યો. આ દરમિયાન દીપડાનો ઘણા લોકોએ વીડિયો બનાવ્યો, જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ઘાયલોમાં એક મોચી, બે વકીલ, એક બિલ્ડર અને અન્યનો સમાવેશ થાય છે.

મળતી માહિતી મુજબ દીપડો અડધો કલાક સુધી કોર્ટ પરિસરમાં જ રહ્યો હતો. તેણે વકીલો, પોલીસકર્મીઓ સહિત કોર્ટમાં હાજર અનેક લોકો પર હુમલો કર્યો. દીપડો જોવા મળતા જ કોર્ટ પરિસર અને બહાર દોડધામ મચી ગઈ હતી. દીપડાના હુમલામાં બે લોકોના લોહી લુહાણ થઈ ગયા હતા. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. ઘટનાની માહિતી મળતાની સાથે જ પોલીસ અને વન વિભાગની ટીમ ઘટનાસ્થળે મોકલવામાં આવી હતી. દીપડાને જોતા આરડીસી સહિત સમગ્ર કોર્ટને ખાલી કરાવવામાં આવી છે. લોકોમાં ભયનો માહોલ છે.

કોર્ટ પરિસરમાં જોવા મળ્યો દીપડો

વન વિભાગની ટીમે પાંજરૂ મુકીને ઘેરાબંધી કરી રહી છે, પરંતુ હજુ સુધી દીપડો પકડાયો નથી. દીપડાને પકડવા માટે 12 સભ્યોની ટીમ સતત પ્રયાસ કરી રહી છે. દીપડો લગભગ 45 મિનિટ સુધી કોર્ટ પરિસરમાં હાજર રહે છે. તે નવી બિલ્ડીંગથી લઈને જૂની ઈમારત સુધી સતત ધમાલ મચાવી રહ્યો છે. મળતી માહિતી મુજબ દીપડાએ હુમલો કરનારા લોકોમાંથી એક સીજેએમ કોર્ટ ઓફિસની સામે શૂઝ પોલિશ કરનાર છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

આ પણ વાંચો : રાહુલ ગાંધી પર પીએમ મોદીનો પલટવાર, કહ્યું કોની પાસે કેટલી ક્ષમતા અને સમજ છે તે ભાષણમાં ખબર પડી ગઈ 

રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યું છે

રેડ એપલ બિલ્ડર નમન જૈન પણ ઘાયલ થયા હોવાના અહેવાલ છે. દીપડાના ડરને જોતા પોલીસે આરડીસી વિસ્તારના દરેક લોકોને ઘરની બહાર ન નીકળવાની અપીલ કરી છે. પોલીસનું કહેવું છે કે જ્યાં સુધી દીપડો ન પકડાય ત્યાં સુધી દરેક વ્યક્તિએ પોતપોતાના ઘરમાં સુરક્ષિત રહેવું જોઈએ. તમને જણાવી દઈએ કે દીપડાની ધમાલ ચાલુ છે. હવે દીપડો પહેલા માળે પહોંચી ગયો છે. રેસ્ક્યુ ઓપરેશન સતત ચાલુ છે.

Next Article