શા માટે સોશિયલ મીડિયામાં ટ્રેન્ડિંગમા છે લલિત મોદી અને સુષ્મિતા સેન ? અહીં વાંચો લલિત મોદીનો ચોંકાવનારો ખુલાસો

|

Jul 15, 2022 | 8:22 AM

હાલ જયારે સુસ્મિતા સેન અને લલિત મોદીના (Lalit modi) લગ્નની ચર્ચા છે ત્યારે તમને આજે અમે લલિત મોદીના પરિવાર વિશે કેટલીક મહત્વપૂર્ણ માહિતી શેર કરીશું.

શા માટે સોશિયલ મીડિયામાં ટ્રેન્ડિંગમા છે લલિત મોદી અને સુષ્મિતા સેન ? અહીં વાંચો લલિત મોદીનો ચોંકાવનારો ખુલાસો
લલિત મોદી અને સુસ્મિતા સેનના લગ્નની જાહેરાત

Follow us on

લલિત મોદી (Lalit Modi )સફળતા અને વિવાદને હંમેશા સાથે જ લઇને ચર્ચામાં રહે છે. મીડિયામાં તેને વિવાદના પ્રર્યાય એટલે કે વિવાદના કિંગ કહેવામાં આવે છે, તે પછી તેની પ્રોફેશનલ કારકિર્દી હોય કે ખાનગી જીંદગી. તે દરેક વિષયોમાં તે હંમેશા ચર્ચામાં રહે છે.

ફરી આવા જ એક ચર્ચામાં આવ્યા છે લલિત મોદી. લલિત મોદી અને પ્રસિદ્ધ અભિનેત્રી અને ભૂતપૂર્વ મિસ યુનિવર્સ સુસ્મિતા સેન (Sushmita Sen) હાલ ડેટિંગ કરી રહ્યા છે. અને, લલિત મોદીએ તેમના ટ્વીટર થકી સુસ્મિતા સેન સાથે લગ્ન કરવાની જાહેરાત કરી છે. જેને લઇને લલિત મોદી હાલ ચર્ચાની એરણે છે.

હાલ જયારે સુસ્મિતા સેન અને લલિત મોદીના લગ્નની ચર્ચા છે ત્યારે તમને આજે અમે લલિત મોદીના પરિવાર વિશે કેટલીક મહત્વપૂર્ણ માહિતી શેર કરીશું.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

લલિત મોદીનો પ્રથમ પ્રેમ છે મીનલ, જે તેમની ધર્મપત્ની છે

તમને જણાવી દઇએ કે લલિત મોદીને ઓલરેડી એક પત્ની હયાત છે. અને તેમને બે સંતાનો પણ છે. લલિત મોદી અને મીનલના પ્રેમલગ્ન થયા હતા. વિદેશમાં અભ્યાસ દરમિયાન લલિત મોદીને તેની જ માતાની બહેનપણી મીનલ સાથે એકતરફી પ્રેમ થયો હતો. મીનલ ઉંમરમાં મોદી કરતા 9 વર્ષ મોટા હતા, છતાં લલિત મોદી મિનલના પ્રેમમાં અંધ બન્યા હતા. આ દરમિયાન મીનલના લગ્ન નાઇઝીરીયાના બિઝનેસમેન જેક સાગરાની સાથે થવાના હતા. આ લગ્ન પહેલા જ લલિત મોદીએ મીનલ સમક્ષ પ્રેમનો એકરાર કર્યો હતો. જેથી મીનલ ખૂબ જ ગુસ્સે ભરાઇ હતી. અને લલિત મોદી સાથે ચાર વરસ સુધી મીનલે વાતચીત બંધ કરી હતી.

આખરે કેવી રીતે લલિત મોદી અને મીનલના થયા લગ્ન ?

લલિત મોદીએ તો મીનલને પ્રેમનો એકરાર કરી દીધો હતો. પરંતુ મીનલના લગ્ન નાઇઝીરીયાના બિઝનેસમેન જેક સાગરા સાથે થઇ ગયા હતા. પરંતુ, મીનલના આ લગ્ન બહું લાંબો સમય ટકયા ન હતા. જલ્દી બન્નેએ છુટાછેડા લઈ લીધા હતા. આ તલાક બાદ મીનલ અને મોદી વધારે નજીક આવ્યા હતા. મોદીના પરિવારે આ સબંધનો ઘણો વિરોધ કર્યો હતો. જોકે મોદી માન્યા ન હતા. તેણે મીનલ સાથે 17 ઓક્ટોબર 1991ના રોજ લગ્ન કર્યા હતા.

મીનલની પુત્રીને આપ્યું નામ “કરીમા”

લલિત મોદીના લગ્ન પહેલા મીનલ કરીમા નામની એક પુત્રીની માતા પણ બની ગઈ હતી. લલિત મોદીને આ દરમિયાન પણ મીનલની પુત્રી કરિમાને પણ તાત્કાલિક અપનાવી લીધી હતી. મોદીએ કરીમાના લગ્ન ગૌરવ બર્મન સાથે કરાવ્યા છે. ગૌરવ ડાબર ગ્રુપના માલિક વિવેક બર્મન અને મોનિકા બર્મનનો પુત્ર છે. ગૌરવનો ભાઈ મોહિત બર્મન કિંગ્સ ઇલેવન પંજાબનો કો ઓનર છે.

પુત્ર લંડનમાં અને પુત્રી સ્વિત્ઝરલેન્ડમાં કરી રહ્યા છે અભ્યાસ

મીનલ અને લલિત મોદીના પુત્રનું નામ રુચિર છે અને પુત્રીનું નામ આલિયા છે. આલિયા હાલ સ્વિત્ઝરલેન્ડમાં અભ્યાસ કરી રહી છે. તે આઈપીએલ દરમિયાન ઘણી વખત સ્ટેડિયમમાં જોવા મળતી હતી. મોદીનો પુત્ર રુચિર પણ લંડનમાં અભ્યાસ કરે છે. આઈપીએલની પાર્ટીમાં ઘણી વખત જોવા મળેલો રુચિર સિદ્ધાર્થ માલ્યાનો મિત્ર છે.

Published On - 9:18 pm, Thu, 14 July 22

Next Article