ભારતીય તટરક્ષક દળની 20મી રાષ્ટ્રીય મેરિટાઈમ સર્ચ અને રેસ્ક્યૂ બોર્ડની બેઠકમાં રેસ્ક્યૂ ટૂલ (SARAT-I) સંસ્કરણ 1.0નું થયું લોન્ચિંગ

|

Nov 18, 2022 | 9:26 PM

કાર્યક્રમમાં ભારતીય રાષ્ટ્રીય સમુદ્રી માહિતી સેવાઓ કેન્દ્ર (INCOIS) અને ભારતીય હવાઇમથક સત્તામંડળ (AAI) દ્વારા સંયુક્ત રીતે તૈયાર કરવામાં આવેલા સર્ચ એન્ડ રેસ્ક્યૂ સહાય ટૂલ-ઈન્ટિગ્રેટેડ (SARAT-I) સંસ્કરણ 1.0નું પણ લોન્ચિંગ કરવામાં આવ્યું હતું.

ભારતીય તટરક્ષક દળની 20મી રાષ્ટ્રીય મેરિટાઈમ સર્ચ અને રેસ્ક્યૂ બોર્ડની બેઠકમાં રેસ્ક્યૂ ટૂલ (SARAT-I) સંસ્કરણ 1.0નું થયું લોન્ચિંગ
Launch of Rescue Tool (SARAT-I) version 1.0 at the 20th National Maritime Search and Rescue Board meeting of the Indian Coast Guard

Follow us on

ભારતીય તટરક્ષક દળ દ્વારા (ICG) દ્વારા ગુજરાતમાં કેવડિયા ખાતે મેરિટાઈમ સર્ચ અને રેસ્ક્યૂ (M-SAR) બેઠકની શ્રેણીના ભાગરૂપે 20મી રાષ્ટ્રીય મેરિટાઈમ સર્ચ અને રેસ્ક્યૂ (NMSAR) બોર્ડ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં ભારતીય તટરક્ષક દળના મહાનિદેશક અને રાષ્ટ્રીય મેરિટાઇમ સર્ચ અને રેસ્ક્યૂ બોર્ડના ચેરમેન ડાયરેક્ટર જનરલ વી.એસ. પઠાનિયાની અધ્યક્ષતામાં યોજાઈ હતી. આ કાર્યક્રમમાં ભારતીય રાષ્ટ્રીય સમુદ્રી માહિતી સેવાઓ કેન્દ્ર (INCOIS) અને ભારતીય હવાઇમથક સત્તામંડળ (AAI) દ્વારા સંયુક્ત રીતે તૈયાર કરવામાં આવેલા સર્ચ એન્ડ રેસ્ક્યૂ સહાય ટૂલ-ઈન્ટિગ્રેટેડ (SARAT-I) સંસ્કરણ 1.0નું પણ લોન્ચિંગ કરવામાં આવ્યું હતું.

આ સૉફ્ટવેરને દરિયામાં એરોનોટિકલ આકસ્મિકતા દરમિયાન લાઈન ડેટમ પ્રોબેબિલિટી અલ્ગોરિધમને પ્રાપ્ત કરતી વખતે મોટાભાગના સંભવિત વિસ્તારના નિરૂપણને એકીકૃત કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે. આ સૉફ્ટવેરનો ઉદ્દેશ એર ટ્રાફિક કંટ્રોલ (ATC)/ દરિયાકાંઠા આધારિત RADAR (સૉફ્ટવેરનું લોન્ચિંગ અંતિમ મૂલ્યાંકનને આધીન છે) સાથે સંપર્ક ગુમાવ્યા બાદ ગુમ થયેલા વિમાનની શોધ કરવામાં મદદ કરવાનો છે અને સમુદ્રમાં કેવી રીતે વિખુટું પડ્યું તે અંગેની પ્રક્રિયામાં મદદ કરવાનો છે.

શું છે મેરી ટાઈમ સર્ચ અને રેસ્ક્યૂ બોર્ડની કામગીરી

NMSAR બોર્ડમાં વિવિધ કેન્દ્રીય મંત્રાલયો, એજન્સીઓ, સશસ્ત્ર દળોના સભ્યો, દરિયાકાંઠો ધરાવતા તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના કુલ 31 સભ્યો સામેલ હોય છે અને તેઓ 4.6 મિલિયન ચોરસ કિલોમીટરના વિશાળ ભારતીય સર્ચ અને રેસ્ક્યૂ પ્રદેશ (ISRR)માં દરિયાખેડુઓ અને માછીમારો માટે રાષ્ટ્રીય મેરિટાઇમ સર્ચ અને રેસ્ક્યૂ પ્લાન તેમજ સેવાઓ પૂરી પાડવા માટે દર વર્ષે ભેગા મળીને નીતિગત મુદ્દાઓની ચર્ચા કરે છે, માર્ગદર્શિકાઓ અને પ્રક્રિયાઓ ઘડે છે અને તેની કાર્યદક્ષતાનું આકલન કરે છે.

IPL Auction ની શરૂઆતમાં જ કાવ્યા મારનને પ્રીટિ ઝિન્ટાએ આપ્યો ઝટકો ! આ ફાસ્ટ બોલર હાથમાંથી ગયો
અમદાવાદમાં હવે અંબાણીની જેમ કરી શકાશે પાણી વચ્ચે લગ્નનું આયોજન, જાણો ક્યાં
કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા

અધ્યક્ષે પોતાના પ્રારંભિક સંબોધનમાં, ભારતીય તટરક્ષદ દળ દ્વારા બોર્ડના નેજા હેઠળ M-SAR સેવાઓના મજબૂતીકરણ માટે અન્ય હિતધારકો, સંસાધન એજન્સીઓ સાથે સંકલન દ્વારા હાથ ધરવામાં આવતી વિવિધ પહેલ ઉપર પ્રકાશ પાડ્યો હતો. આ બેઠક દરમિયાન ડાયરેક્ટર જનરલ વી.એસ. પઠાનિયા( PTM, TM) રાષ્ટ્રીય મેરિટાઇમ સર્ચ અને રેસ્ક્યૂ બોર્ડના ચેરમેને રાષ્ટ્રીય મેરિટાઇમ સર્ચ અને રેસ્ક્યૂ પ્લાન- 2022  પણ બહાર પાડ્યો હતો.

આ બેઠકમાં દરિયાઇ સુરક્ષાને લગતા વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવા અને નીતિ માળખા તેમજ જાગૃતિ કાર્યક્રમો દ્વારા SAR સેવાઓના સુધારણાના ક્ષેત્રોને ઓળખવા ઉપરાંત, ICG, ISRO, મહારાષ્ટ્ર રાજ્ય મત્સ્ય ઉદ્યોગ અને કર્ણાટક રાજ્ય મત્સ્ય ઉદ્યોગના વિષય નિષ્ણાતો દ્વારા ટેકનિકલ પ્રેઝન્ટેશન પણ રજૂ કરવામાં આવ્યા હતા.

NMSAR બોર્ડ વેપારી દરિયાખેડુઓ, સરકારની માલિકીના જહાજો, સમુદ્રકાઠાના એકમ અને માછીમારો દર વર્ષે સમુદ્રમાં પીડિત સંસ્થાને વિવિધ ક્ષમતાઓ પર સહાયતા પ્રદાન કરવાના શૌર્યપૂર્ણ કામના SAR (Maritime Search and Rescue) પ્રયાસોને બિરદાવે છે. પુરસ્કાર સમારંભ દરમિયાન, અધ્યક્ષ દ્વારા વર્ષ 2021-22 માટે ચાર શ્રેણી હેઠળ SAR પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા હતા જેમાં વેપારી જહાજ માટે SAR પુરસ્કાર, માછીમારો માટે SAR પુરસ્કાર, સરકારી માલિકીના એકમ માટે SAR પુરસ્કાર અને સમુદ્રકાઠાના એકમ માટે SAR પુરસ્કારનો સમાવેશ થાય છે.

વેપારી જહાજ માટેનો SAR પુરસ્કાર ભારતીય ફ્લેગ કરેલા જહાજ MV સેન્ટિઆગો અને પનામાના ફ્લેગ કરેલા જહાજ MV એલાયન્સને સંયુક્ત રીતે એનાયત કરવામાં આવ્યો હતો. માછીમારો માટેનો SAR પુરસ્કાર પશ્ચિમ બંગાળની નોંધાયેલી માછીમારી બોટ ક્રિષ્ના નારાયણના માસ્ટર શ્રી રામદાસને એનાયત કરવામાં આવ્યો હતો. ઉપરાંત, સરકારી માલિકીના એકમ માટેનો SAR પુરસ્કાર ICG જહાજ અનમોલ અને કેન્દ્રશાસિત પ્રદેશ લક્ષદ્વીપ વહીવટીતંત્રના MFV બ્લુફિનને સંયુક્ત રીતે એનાયત કરવામાં આવ્યો હતો, જ્યારે સમુદ્રકાંઠાના એકમ માટેનો SAR પુરસ્કાર ગુજરાત મેરીટાઇમ બોર્ડ (GMB)ને તેમના પેટા યુનિટ VTS ખંભાત વતી તાત્કાલિક બચાવ સંકલન પ્રયાસો હાથ ધરવા બદલ આપવામાં આવ્યો હતો.

Next Article