Lakhimpur case: કેન્દ્રીય મંત્રી અજય મિશ્રાના પુત્ર પર લટકતી તલવાર, સુપ્રીમ કોર્ટમાં આજે જામીનને પડકારતી અરજી પર થશે સુનાવણી

|

Mar 15, 2022 | 9:52 AM

અલ્હાબાદ હાઈકોર્ટ નિર્ણય આપતી વખતે જણાવ્યુ હતુ કે, તેને આશિષ મિશ્રા વિરુદ્ધના પુરાવા મળ્યા નથી. તેથી કસ્ટડીમાં રહેલા આશિષ મિશ્રાને અલ્હાબાદ હાઈકોર્ટની લખનઉ બેન્ચે 10 ફેબ્રુઆરીએ જામીન આપ્યા હતા.

Lakhimpur case: કેન્દ્રીય મંત્રી અજય મિશ્રાના પુત્ર પર લટકતી તલવાર, સુપ્રીમ કોર્ટમાં આજે  જામીનને પડકારતી અરજી પર થશે સુનાવણી
Supreme Court (File Photo)

Follow us on

Lakhimpur case: સુપ્રીમ કોર્ટ (Supreme Court) મંગળવારે ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરી કેસમાં કેન્દ્રીય મંત્રી અજય મિશ્રા ટેનીના પુત્ર આશિષ મિશ્રાને (Ashish Mishra) આપવામાં આવેલી જામીનને પડકારતી અરજી પર સુનાવણી કરશે.તમને જણાવી દઈએ કે, પીડિતોના પરિવારના સભ્યો દ્વારા આ અરજી દાખલ કરવામાં આવી હતી, જેમણે અલ્હાબાદ હાઈકોર્ટ (Allahabad High Court)દ્વારા આશિષ મિશ્રાને આપવામાં આવેલ જામીન રદ કરવાની માંગ કરી હતી. જેમાં ચાર ખેડૂતો સહિત કુલ આઠ લોકોના મોત થયા હતા.

અલ્હાબાદ હાઈકોર્ટ આપ્યા હતા જામીન

અલ્હાબાદ હાઈકોર્ટ નિર્ણય આપતી વખતે જણાવ્યુ હતુ કે તેને આશિષ મિશ્રા વિરુદ્ધના પુરાવા મળ્યા નથી. તેથી કસ્ટડીમાં રહેલા આશિષ મિશ્રાને અલ્હાબાદ હાઈકોર્ટની લખનઉ બેન્ચે 10 ફેબ્રુઆરીએ જામીન આપ્યા હતા.

જાણો શું છે મામલો ?

3 ઓક્ટોબર 2021 ના રોજ ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરી ખાતે ખેડૂતોના વિરોધ દરમિયાન ફાટી નીકળેલી હિંસામાં ચાર ખેડૂતો સહિત આઠ લોકો માર્યા ગયા હતા. દરમિયાન, સંયુક્ત કિસાન મોરચા (SKM) એ લખીમપુર ખીરી હિંસા કેસમાં આશિષ મિશ્રાને જામીન આપવાના અલ્હાબાદ હાઈકોર્ટના નિર્ણયની નિંદા કરી હતી અને કહ્યું હતુ કે આ આદેશ કેસમાં નિષ્પક્ષ તપાસ અને ન્યાયની આશાને કલંકિત કરે છે.

કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત
Green onion : લીલી ડુંગળીમાં કયું વિટામિન હોય છે, તેને ખાવાથી શું ફાયદા થાય છે?
શિયાળામાં સ્ટાર ફ્રુટ ખાવાથી થાય છે અઢળક લાભ
આજનું રાશિફળ તારીખ : 23-11-2024
યુદ્ધના ભણકારા વચ્ચે કિમ જોંગે મોકલ્યા સૈનિક, બદલામાં પુતિને આપી ખાસ 70 ભેટ, જુઓ

આશિષ મિશ્રા પર રાકેશ ટિકૈતના પ્રહાર

ખેડૂત નેતા રાકેશ ટિકૈતે (Rakesh Tikait) પણ જણાવ્યુ હતુ કે, સંયુક્ત કિસાન મોરચો (SKM) લખીમપુર ખીરી હિંસા કેસમાં સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવશે. વધુમાં રાકેશ ટિકૈતે કહ્યું હતુ કે, “આખા દેશ અને  દુનિયાએ આશિષ મિશ્રા દ્વારા કરવામાં આવેલી આ લખીમપુર ખીરીની ઘટના જોઈ છે. આશિષ મિશ્રાએ જઘન્ય ગુનો કર્યો હોવા છતાં ત્રણ મહિનામાં જ જામીન મળી ગયા.

તેમણે વધુમાં કહ્યું હતુ કે, શું આવી સરમુખત્યારશાહી સરકારની જરૂર છે કે પછી એવી વ્યવસ્થાની જરૂર છે જેમાં કોઈ વ્યક્તિ લોકોને વાહન નીચે કચડી નાખે અને તે ત્રણ મહિનામાં જેલમાંથી બહાર આવી જાય. આવનારા સમયમાં તેઓ જનતા સાથે કેવો વ્યવહાર કરશે ?”

 

આ પણ વાંચો  : જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભાની બેઠકો વધશે! સીમાંકન પંચે અહેવાલ જાહેર કર્યો અને લોકો પાસેથી સૂચનો માંગ્યા

Published On - 9:51 am, Tue, 15 March 22

Next Article