લખીમપુર કેસ: 4ની ધરપકડ, POCSO, બળાત્કાર અને હત્યા સહિતની ગંભીર કલમ સાથે કેસ નોંધાયો

|

Sep 15, 2022 | 9:45 AM

આ મામલે પોલીસે બાળકીઓની માતાએ આપેલી ફરિયાદના આધારે નિઘાસણ પોલીસ સ્ટેશનમાં 1 નામજોગ જ્યારે 3 અજાણ્યા વિરુદ્ધ ગુનો નોંધી તેમને કસ્ટડીમાં લીધા છે. પોલીસે POCSO, બળાત્કાર, હત્યા સહિતની ગંભીર કલમો હેઠળ કેસ નોંધ્યો છે.

લખીમપુર કેસ: 4ની ધરપકડ, POCSO, બળાત્કાર અને હત્યા સહિતની ગંભીર કલમ સાથે કેસ નોંધાયો
Lakhimpur case registered

Follow us on

ઉત્તર પ્રદેશના લખીમપુર  ખેરીમાં (Lakhimpur Kheri) બુધવારે બે દલિત સગીર છોકરીઓના મૃતદેહ ખેતરમાં ઝાડ પર લટકેલા (hanging from a tree) મળી આવ્યા હતા. આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં સનસનાટી ફેલાઈ ગઈ છે. પરિવારે ત્રણ લોકો પર છોકરીઓનું અપહરણ, બળાત્કાર અને પછી હત્યા કરવાનો આરોપ લગાવ્યો છે. આ મામલે કિશોરીની માતાએ આપેલી ફરિયાદના આધારે પોલીસે નિગાસણ પોલીસ સ્ટેશનમાં એકની સામે નામજોગ સહિત અજાણ્યા ત્રણ શખ્સો સામે ગુનો નોંધ્યો છે. પોલીસે આ કેસમાં મુખ્ય આરોપી છોટુ સહિત અન્ય ત્રણની ધરપકડ કરી છે. પોલીસે પોક્સો, બળાત્કાર, હત્યા સહિતની ગંભીર કલમો હેઠળ કેસ નોંધ્યો છે.

કહેવામાં આવી રહ્યું છે કે આ ઘટનામાં સામેલ આરોપીઓ પડોશી ગામ લાલપુરના રહેવાસી છે. આ મામલાની નોંધ લેતા ADG કાયદો અને વ્યવસ્થા પ્રશાંત કુમારે કહ્યું કે અધિકારીઓને તપાસ માટે લખીમપુર મોકલવામાં આવ્યા છે. મૃતદેહોનું પોસ્ટમોર્ટમ કરવામાં આવી રહ્યું છે અને પોસ્ટમોર્ટમની વીડિયોગ્રાફી કરવામાં આવી રહી છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

પોલીસ પર ગ્રામજનો રોષે ભરાયા

આ ઘટના બાદ ગ્રામજનોમાં ભારે રોષ છે. ગઈકાલે રાત્રે મૃતદેહ લેવા ગયેલી પોલીસ ટીમને ગ્રામજનોએ ઘેરી લીધો હતો. ગામલોકો મૃતદેહ પોલીસને આપવા માંગતા ન હતા, પોલીસે કોઈક રીતે એમ્બ્યુલન્સ મારફતે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા, ત્યારબાદ ગ્રામજનો એમ્બ્યુલન્સની પાછળ નિઘાસણ ચારરસ્તા પર આવ્યા હતા. ગ્રામજનોએ અહીં હંગામો મચાવ્યો હતો અને ચાર રસ્તા ખાતે વાહનવ્યવહાર બંધ કરાવી દીધો હતી. પોલીસે લાંબા સમય સુધી સમજાવ્યા બાદ ગામલોકો રાજી થયા અને રસ્તા બંધ ખુલ્લો કરાવ્યો. ઘટનાની ગંભીરતાને જોતા ગામથી નિઘાસણ સુધી ભારે ફોર્સ તૈનાત કરવામાં આવી છે.

ઘરની બહારથી છોકરીઓનું અપહરણ કરાયું હતું

લખીમપુરના નિગાસન પોલીસ સ્ટેશન વિસ્તારના તમોલિન પુરવા ગામમાં બુધવારે સાંજે બે સગીર બહેનોના મૃતદેહ ઝાડ પર લટકેલા મળી આવ્યા હતા. મૃતક છોકરીઓની માતાએ જણાવ્યું કે મોટી દીકરી 17 વર્ષની અને નાની 15 વર્ષની હતી. બંને ઘરની બહાર બેઠા હતા, આ દરમિયાન તે ઘરની અંદર ગઈ. ત્યારે બાઇક સવાર 3 યુવકો પહોંચ્યા હતા. તે ત્રણ છોકરાઓમાંથી બે છોકરાઓ દીકરીઓને ખેંચીને બાઇક પર બેસાડીને ભાગી ગયા હતા. જે બાદ બંને દીકરીઓના મૃતદેહ ઝાડ પર લટકેલા મળી આવ્યા હતા.

Next Article