LAC: આજે ભારત અને ચીન વચ્ચે કોર કમાન્ડર લેવલની વાતચીતનો 19મો રાઉન્ડ, આ મુદ્દે ચાઈના પર કરવામાં આવશે દબાવ

|

Aug 14, 2023 | 7:50 AM

બંને દેશો વચ્ચે તણાવ ઓછો કરવા માટે લગભગ ચાર મહિના પછી કોર કમાન્ડર સ્તરની વાતચીતનો 19મો રાઉન્ડ થઈ રહ્યો છે. જોકે છેલ્લી મંત્રણામાં કોઈ નક્કર પરિણામ આવ્યું ન હતું.

LAC: આજે ભારત અને ચીન વચ્ચે કોર કમાન્ડર લેવલની વાતચીતનો 19મો રાઉન્ડ, આ મુદ્દે ચાઈના પર કરવામાં આવશે દબાવ
Image Credit source: Google

Follow us on

લદ્દાખમાં LAC પર ભારત અને ચીન વચ્ચે છેલ્લા ત્રણ વર્ષથી તણાવ ચાલી રહ્યો છે. તે દરમિયાન, આજે એટલે કે 14 ઓગસ્ટે ભારત અને ચીન વચ્ચે કોર કમાન્ડર સ્તરની મંત્રણા ચુશુલ મોલ્ડોમાં થવા જઈ રહી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ વાતચીતમાં ભારત સંઘર્ષના સ્થળોએથી ચીની સૈનિકોને વહેલી તકે હટાવવા પર ભાર આપી શકે છે.

આ પણ વાંચો: Pakistan: પાકિસ્તાનમાં આતંકવાદી હુમલો, 4 ચીની નાગરિકો અને આર્મીના 9 સુરક્ષાકર્મી સહિત 13 લોકોના મોત- સૂત્ર

તમને જણાવી દઈએ કે બંને દેશો વચ્ચે તણાવ ઓછો કરવા માટે લગભગ ચાર મહિના પછી કોર કમાન્ડર સ્તરની વાતચીતનો 19મો રાઉન્ડ થઈ રહ્યો છે. જોકે છેલ્લી મંત્રણામાં કોઈ નક્કર પરિણામ આવ્યું ન હતું.

એક મેચમાં કોમેન્ટ્રી કરી લાખો કમાય છે આ પૂર્વ ક્રિકેટરો અને કોમેન્ટેટરો
ભારતમાં આ રાજ્યની છોકરીઓ હોય છે સૌથી વધુ સુંદર
ગુજરાતી મ્યુઝિક ડાયરેક્ટર મેહુલ સુરતી વિશે જાણો
આ લોકોએ ભૂલથી પણ ના ખાવી જોઈએ અળસી, જાણો કેમ?
Sargva : ક્યા લોકોએ સરગવાનું શાક ન ખાવું જોઈએ?
નવરાત્રિમાં ગુજરાતી સિંગર ઓસમાણ મીરના ગીતોની રમઝટ બોલે છે

LAC પર તણાવ ઘટાડવાનો પ્રયત્ન

હકીકતમાં, લદ્દાખના પૂર્વ વિસ્તારમાં કેટલીક જગ્યાએ ભારત અને ચીનના સૈનિકો વચ્ચે ત્રણ વર્ષથી વધુ સમયથી મડાગાંઠ ચાલી રહી છે. જો કે બંને પક્ષે રાજદ્વારી અને સૈન્ય વાટાઘાટો બાદ ઘણા વિસ્તારોમાંથી સૈનિકોને હટાવી લેવામાં આવ્યા છે. બીજી તરફ મીડિયા રિપોર્ટમાંથી મળેલી માહિતી અનુસાર 19મા રાઉન્ડની વાતચીતમાં ભારત ચીન સાથેના સંઘર્ષના અન્ય વિસ્તારોમાંથી પોતાના સૈનિકોને હટાવવાની માંગ કરશે.

23 એપ્રિલે થઈ હતી વાતચીત

માહિતી અનુસાર, 23 એપ્રિલે સૈન્ય સ્તરની વાતચીતના 18માં રાઉન્ડમાં ભારતે ડેપસાંગ અને ડેમચોકમાં પેન્ડિંગ મુદ્દાઓના ઉકેલ માટે દબાણ કર્યું હતું. આ વાતચીત આજે ભારત બાજુએ ચુશુલ-મોલ્ડો બોર્ડર મીટિંગ સ્થળ પર થશે. આમાં ભારતનું નેતૃત્વ 14મી કોરના કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ રશિમ બાલી કરી શકે છે. બીજી તરફ દક્ષિણ શિનજિયાંગ મિલિટરી ડિસ્ટ્રિક્ટના કમાન્ડર ચીન તરફથી નેતૃત્વ કરી શકે છે.

દ્વિપક્ષીય સંબંધોને સ્થિર કરવા પર ભાર

તમને જણાવી દઈએ કે, જુલાઈ મહિનામાં વિદેશ મંત્રાલયે એક નિવેદન જાહેર કર્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે વર્ષ 2022માં બાલીમાં આયોજિત G-20 સમિટમાં દ્વિપક્ષીય સંબંધોને સ્થિર કરવા પર ભાર મૂક્યો હતો. વાસ્તવમાં, NSA અજીત ડોભાલે 24 જુલાઈએ જોહાનિસબર્ગમાં BRICS (પાંચ દેશોનું જૂથ, બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન, દક્ષિણ આફ્રિકા) પર ચર્ચા કરી હતી, ઉપરાંત ટોચના ચીની રાજદ્વારી વાંગ યી સાથે મુલાકાત કરી હતી.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article