જાણો, શશિ થરૂર અને મલ્લિકાર્જૂન ખડગેમાંથી કોની પાસે છે સૌથી વધારે સંપતિ

વર્ષ 2019માં યોજાયેલી લોકસભાની ચૂંટણી દરમિયાન ખડગેએ તેમની સંપત્તિ અંગે એફિડેવિટ દાખલ કર્યુ હતુ. આ એફિડેવિટ મુજબ ખડગેની કુલ સંપત્તિ 15,77,22,896 રૂપિયા છે.

જાણો, શશિ થરૂર અને મલ્લિકાર્જૂન ખડગેમાંથી કોની પાસે છે સૌથી વધારે સંપતિ
Shashi tharoor and malikarjun kharge
Image Credit source: File Image
| Edited By: | Updated on: Oct 19, 2022 | 5:56 PM

મલ્લિકાર્જુન ખડગે (Mallikarjun Kharge) કોંગ્રેસના નવા અધ્યક્ષ બન્યા છે. તેમણે પોતાના હરીફ શશિ થરૂરને (Sashi Tharoor) 7 ઘણાથી વધુના અંતરથી હરાવ્યા છે. શશિ થરૂરને કુલ 1,072 વોટ મળ્યા, જ્યારે મલ્લિકાર્જુન ખડગેને 7,897 વોટ મળ્યા. ચૂંટણીમાં વોટિંગની વાત હતી, પરંતુ જ્યારે ફાઈનાન્સની વાત આવે તો ખડગે નહીં, પરંતુ શશિ થરૂર જીતતા જોવા મળે છે.

જાણો કેટલી છે ખડગેની સંપતિ

વર્ષ 2019માં યોજાયેલી લોકસભાની ચૂંટણી દરમિયાન ખડગેએ તેમની સંપત્તિ અંગે એફિડેવિટ દાખલ કર્યુ હતુ. આ એફિડેવિટ મુજબ ખડગેની કુલ સંપત્તિ 15,77,22,896 રૂપિયા છે. આ એફિડેવિટ મુજબ તેમના પર 31,22,000 રૂપિયાની જવાબદારીઓ પણ દર્શાવવામાં આવી છે. રોકડની વાત કરીએ તો એફિડેવિટ મુજબ તેમની પાસે 6.50 લાખ રૂપિયા રોકડા બતાવવામાં આવ્યા છે, જેમાં 2.5 લાખ રૂપિયા તેમની પત્નીના નામે છે.

શશિ થરૂર અહીં મારી બાજી

  1. 2019ની લોકસભા ચૂંટણી દરમિયાન આપવામાં આવેલી એફિડેવિટ અનુસાર થરૂર પાસે 35 કરોડની સંપત્તિ છે.
  2. રોકડના નામે માત્ર 25000 રૂપિયા
  3. દેશની 12 બેંકોમાં છે ખાતા, આ ખાતાઓમાં છે 5 કરોડથી વધુ રકમ
  4. SBI પાસે 32 લાખ રૂપિયાની રકમ સાથે 5 ફિક્સ ડિપોઝિટ એકાઉન્ટ છે
  5. 28 કંપનીઓમાં 15 કરોડથી વધુનું રોકાણ
  6. દેશની ઘણી મોટી કંપનીઓમાં રોકાણ કરવામાં આવ્યું છે

15 કરોડથી વધુનું રોકાણ

શશિ થરૂર માત્ર પૈસામાં જ નહીં, પરંતુ રોકાણની દ્રષ્ટિએ પણ સ્માર્ટ રોકાણકાર છે. તેમના એફિડેવિટ મુજબ તેમણે શેર, બોન્ડ અને ડિબેન્ચર દ્વારા 15 કરોડથી વધુનું રોકાણ કર્યું છે. આમાં એક્સિસનો સમાવેશ થાય છે. ટાટા, HDFC, ફ્રેન્કલિન સહિત 28 કંપનીઓ સામેલ છે. સરકારી યોજનાઓમાં રોકાણની વાત કરીએ તો ખડગેની જેમ તેમણે પણ NSS, પોસ્ટલ સેવિંગ સ્કીમ અને LICમાં રોકાણ કર્યું નથી. બીજી તરફ જો ખડગેની વાત કરીએ તો તેમણે 65 લાખ રૂપિયા માત્ર ફિક્સ ડિપોઝીટમાં જ રોક્યા છે. તેમને આ એફડીમાંથી ભારે વ્યાજ મળે છે.

વડાપ્રધાન મોદીએ મલ્લિકાર્જૂન ખડગેને કોંગ્રેસ અધ્યક્ષ બન્યા બાદ પાઠવી શુભેચ્છા