Uniform Civil Code: દેશમાં યૂનિફોર્મ સિવિલ કોડ ક્યારે લાગુ થશે? કાયદા પ્રધાને આપી જાણકારી

રિજિજૂએ રાજ્યસભામાં યૂનિફોર્મ સિવિલ કોડ પર એક સવાલના જવાબમાં આ જાણકારી આપી છે. રિજિજૂએ રાજ્યસભામાં જણાવ્યું કે કાયદા પંચ પાસેથી મળેલી માહિતી મુજબ મામલો હવે 22મા કાયદા પંચ પાસે ગયો છે.

Uniform Civil Code: દેશમાં યૂનિફોર્મ સિવિલ કોડ ક્યારે લાગુ થશે? કાયદા પ્રધાને આપી જાણકારી
Image Credit source: File Image
| Edited By: | Updated on: Feb 02, 2023 | 11:11 PM

ભારતના કાયદા અને ન્યાય મંત્રી કિરણ રિજિજૂએ ગુરૂવારે રાજ્યસભામાં કહ્યું કે સરકાર હાલમાં યૂનિફોર્મ સિવિલ કોડને લઈ કોઈ પરિણામ પર પહોંચી નથી. તેમને કહ્યું કે સરકારે તેને લાગુ કરવાને લઈ કોઈ નિર્ણય લીધો નથી. રિજિજૂએ રાજ્યસભામાં યૂનિફોર્મ સિવિલ કોડ પર એક સવાલના જવાબમાં આ જાણકારી આપી છે. રિજિજૂએ રાજ્યસભામાં જણાવ્યું કે કાયદા પંચ પાસેથી મળેલી માહિતી મુજબ મામલો હવે 22મા કાયદા પંચ પાસે ગયો છે.

રિજિજૂએ કહ્યું હાલ દેશમાં યૂનિફોર્મ સિવિલ કોડને લાગૂ કરવા પર કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. એક લેખિત જવાબમાં કાયદા મંત્રીએ કહ્યું કે સરકારે 21માં કાયદા પંચથી યૂનિફોર્મ સિવિલ કોડથી સંબંધિત અલગ અલગ મુદ્દાઓની તપાસ કરવા અને ભલામણ કરવાનો અનુરોધ કર્યો હતો. તેમને કહ્યું 21માં કાયદા પંચનો કાર્યકાળ 21 ઓગસ્ટ 2018એ પૂર્ણ થઈ ગયો હતો. કાયદા પંચ પાસેથી મળતી માહિતી મુજબ યુનિફોર્મ સિવિલ કોડ સંબંધિત મામલો 22મા કાયદા પંચ દ્વારા વિચારણા માટે લેવામાં આવી શકે છે.

આ પણ વાંચો: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2019થી અત્યાર સુધી કેટલી વખત કરી વિદેશ યાત્રા અને કેટલો થયો ખર્ચ? વિદેશ રાજ્ય મંત્રીએ આપ્યો જવાબ

વર્તમાન લો પેનલનો કાર્યકાળ આ મહિનાના અંતમાં પૂર્ણ થઈ રહ્યો છે

તેમને કહ્યું તેથી સમાન યૂનિફોર્મ સિવિલ કોડ કરવા પર હાલમાં કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. વર્તમાન લો પેનલનો કાર્યકાળ આ મહિનાના અંતમાં પૂર્ણ થઈ રહ્યો છે. સરકારી સુત્રોએ સંકેત આપ્યા છે કે પેનલનો 3 વર્ષનો કાર્યકાળ વધારવામાં આવી શકે છે. હાલમાં જે લો પેનલ છે, તેનું ગઠન 21 ફેબ્રુઆરી 2020માં કરવામાં આવ્યું હતું પણ તેના ચેરમેન અને સભ્યોની નિમણૂક ગયા વર્ષે નવેમ્બરમાં કરવામાં આવી હતી.

યૂનિફોર્મ સિવિલ કોડ ભાજપનો ચૂંટણી વાયદો?

21માં લો કમિશને યૂનિફોર્મ સિવિલ કોડથી સંબંધિત અલગ અલગ મુદ્દાઓની તપાસ કરી અને વધુ ચર્ચા માટે પોતાની વેબસાઈટ પર વ “કૌટુંબિક કાયદામાં સુધારા” નામનું કન્સલ્ટેશન પેપર અપલોડ કર્યું. યૂનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા 2014 અને 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપ દ્વારા કરવામાં આવેલો એક ચૂંટણી વાયદો હતો.