કિરણ રિજિજુ અરુણાચલ પ્રદેશની મુલાકાતે, કહ્યુ- બહાદુર સૈનિકોની પૂરતી તૈનાતી હતી, તવાંગ સંપૂર્ણપણે સુરક્ષિત

શનિવારે એક ટ્વીટમાં કિરેન રિજિજુએ કહ્યું, ભારતીય સેનાના (Indian Army) બહાદુર સૈનિકોની પૂરતી તૈનાતીને કારણે અરુણાચલ પ્રદેશના તવાંગમાં યાંગત્સે વિસ્તાર હવે સંપૂર્ણ રીતે સુરક્ષિત છે. તવાંગમાં તાજેતરના સંઘર્ષ દરમિયાન ભારતીય સૈનિકોએ બહાદુરી અને હિંમત દર્શાવી છે.

કિરણ રિજિજુ અરુણાચલ પ્રદેશની મુલાકાતે, કહ્યુ- બહાદુર સૈનિકોની પૂરતી તૈનાતી હતી, તવાંગ સંપૂર્ણપણે સુરક્ષિત
Kiren Rijiju
Image Credit source: PTI
| Edited By: | Updated on: Dec 17, 2022 | 3:37 PM

કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુ અરુણાચલ પ્રદેશની મુલાકાતે છે. તેમણે માહિતી આપતા કહ્યુ કે, અરુણાચલ પ્રદેશના તવાંગમાં ચીની સેનાની ઘૂસણખોરી બાદ હવે સ્થિતિ સામાન્ય થઈ ગઈ છે. રિજિજુએ કહ્યું કે તવાંગનો યાંગત્સે વિસ્તાર હવે સંપૂર્ણ રીતે સુરક્ષિત છે, જ્યાં ભારતીય સેનાની ચીનની પીપલ્સ લિબરેશન આર્મી સાથે અથડામણ થઈ હતી. 9 ડિસેમ્બરના રોજ, ચીની સૈનિકોએ તવાંગ સેક્ટરના યાંગત્સે ક્ષેત્રમાં LAC પર અતિક્રમણ કરીને એકપક્ષીય રીતે સ્થિતિને બદલવાનો પ્રયાસ કર્યો હતો. ભારતીય સેનાએ દૃઢ નિશ્ચય સાથે ચીનના આ પ્રયાસનો સામનો કર્યો અને બંને પક્ષો વચ્ચેની અથડામણ થઈ હતી.

તવાંગમાં યાંગત્સે વિસ્તાર હવે સંપૂર્ણ રીતે સુરક્ષિત: કિરણ રિજિજુ

ભારતીય સેનાએ બહાદુરીપૂર્વક ચીની સૈનિકોને ભારતીય ક્ષેત્રમાં અતિક્રમણ કરતા અટકાવ્યા અને તેમને તેમની પોસ્ટ પર પાછા ફરવા મજબૂર કર્યા. શનિવારે એક ટ્વીટમાં કિરેન રિજિજુએ કહ્યું, ભારતીય સેનાના બહાદુર સૈનિકોની પૂરતી તૈનાતીને કારણે અરુણાચલ પ્રદેશના તવાંગમાં યાંગત્સે વિસ્તાર હવે સંપૂર્ણ રીતે સુરક્ષિત છે. તવાંગમાં તાજેતરના સંઘર્ષ દરમિયાન ભારતીય સૈનિકોએ જે બહાદુરી અને હિંમત દર્શાવી છે.

 

 

જૂઠાણાના આધારે લાંબા સમય સુધી રાજનીતિ કરી શકાતી નથી: રાજનાથ સિંહ

ફેડરેશન ઓફ ઈન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી (FICCI)ને પોતાના સંબોધનમાં રાજનાથ સિંહે આડકતરી રીતે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને ચીન સાથેના સરહદ વિવાદને પહોંચી વળવા સરકારની વ્યૂહરચના પર શંકા કરવા માટે નિશાન બનાવ્યા હતા. તેમણે કહ્યું, ભલે તે ગલવાન હોય કે તવાંગ, સશસ્ત્ર દળોએ જે રીતે બહાદુરી અને વીરતા દર્શાવી, તે જેટલી પ્રશંસાને પાત્ર છે તે ઓછી છે. ઈરાદા પર ક્યારેય પ્રશ્ન નથી કર્યો, અમે માત્ર નીતિઓના આધારે ચર્ચા કરી. રાજકારણ સત્ય પર આધારિત હોવું જોઈએ. જૂઠાણાના આધારે લાંબા સમય સુધી રાજનીતિ કરી શકાતી નથી.

સમાજને સાચા રસ્તે લઈ જવાની પ્રક્રિયાને રાજકારણ કહેવાય: રાજનાથ સિંહ

તેમણે કહ્યું, સમાજને સાચા રસ્તે લઈ જવાની પ્રક્રિયાને રાજકારણ કહેવાય છે. હંમેશા કોઈના ઈરાદા પર શંકા કરવાનું કારણ મને સમજાતું નથી. તેમણે કહ્યું કે હવે ભારત વિશ્વ મંચ પર એજન્ડા સેટ કરવાની દિશામાં કામ કરી રહ્યું છે.