સબરીમાલામાં પ્રવેશ કરનારી બે મહિલાઓમાંથી એકને સાસરિયાંઓએ ઘરની બહાર કાઢી મૂકી

|

Nov 13, 2019 | 4:41 PM

કેરળના સબરીમાલા મંદિરમાં પહેલી વખત પ્રવેશ લઈને ઈતિહાસ રચનારી મહિલાઓમાંની એક મહિલાને તેના સાસરિયાઓએ ઘરની બહાર કાઢી મૂકી છે. 42 વર્ષીય મહિલા કનક દુર્ગાને તેના સાસરિયાઓએ ઘરની બહાર કાઢી મૂકીને મલપ્પુરમ સ્થિત પતિના ઘરે પરત ન ફરવાનું કહ્યું છે. કનકે આ મુદ્દાને લઈને જિલ્લાના હિંસા સંરક્ષણ અધિકારી આગળ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ નોંધાવ્યા બાદ હવે […]

સબરીમાલામાં પ્રવેશ કરનારી બે મહિલાઓમાંથી એકને સાસરિયાંઓએ ઘરની બહાર કાઢી મૂકી

Follow us on

કેરળના સબરીમાલા મંદિરમાં પહેલી વખત પ્રવેશ લઈને ઈતિહાસ રચનારી મહિલાઓમાંની એક મહિલાને તેના સાસરિયાઓએ ઘરની બહાર કાઢી મૂકી છે. 42 વર્ષીય મહિલા કનક દુર્ગાને તેના સાસરિયાઓએ ઘરની બહાર કાઢી મૂકીને મલપ્પુરમ સ્થિત પતિના ઘરે પરત ન ફરવાનું કહ્યું છે.

કનકે આ મુદ્દાને લઈને જિલ્લાના હિંસા સંરક્ષણ અધિકારી આગળ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ નોંધાવ્યા બાદ હવે તેને પોલીસ સુરક્ષા બાદ એક સરકારી આશ્રયગૃહમાં રાખવામાં આવી છે.

આ પહેલા આ બંને મહિલાઓને કટ્ટરપંથી હિંદૂ સંગઠનો દ્વારા ધમકી આપવામાં આવી હતી જેથી તે પોતાના ઘરે પરત નહોતી ફરી શકતી. જોકે, પોલીસ સુરક્ષા મળ્યા બાદ તે ઘરે પરત ફરી હતી. સબરીમાલા મંદિરમાં 10થી 50 વર્ષની મહિલાઓને પ્રવેશ નહોતો અપાતો. જોકે, સુપ્રીમ કોર્ટે આ પરંપરાગત નિયમને ખતમ કરી દીધો હતો. તમામ વિરોધ અને વિવાદની વચ્ચે 42 વર્ષની કનક દુર્ગા અને 44 વર્ષની બિંદૂ અમ્મિનીએ સબરીમાલા મંદિરમાં પ્રવેશ કર્યો અને આમ કરનારી પ્રથમ મહિલાઓ બની.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

TV9 Gujarati

 

આ બંનેએ સબરીમાલા મંદિરમાં પ્રવેશ લીધો ત્યારબાદ રાજ્યના ઘણાં હિંદૂ સંગઠન અને રાજનૈતિક દળ વિરોધમાં ઉતરી ગયા હતા. સમગ્ર કેરળમાં હિંસાની આગ પ્રવર્તવા લાગી. વ્યાપક વિરોધ પ્રદર્શન અને હિંસાની ઘટનાઓ થઈ. આ બંને મહિલાઓએ સ્પષ્ટ પણ કર્યું હતુ કે આમ કરવા પાછળનું કારણ ભક્તિ અને વિશ્વાસ જ હતો.

બંને મહિલાઓ કેરળની સાધારણ મહિલાઓ છે, જેની અંદર પોતાના અધિકારોને જીવવાનો અને અનુભવવાનો એક દ્રઢ સંકલ્પ હતો.

કનક દુર્ગા એક સરકારી કર્મચારી છે. તે રાજ્યના મલપ્પુરમ જિલ્લાના અંગાદીપુરમમાં રહે છે.

સુપ્રીમ કોર્ટે 28 સપ્ટેમ્બરે મંદિરમાં દરેક ઉંમરની મહિલાને પ્રવેશની અનુમતિ આપી હતી. ત્યારબાદ મંદિરમાં પ્રવેશ લેનારી આ બંને મહિલાઓએ કહ્યું કે અમે અદાલતના નિર્ણયનું પાલન કર્યું છે.

[yop_poll id=759]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 9:56 am, Wed, 23 January 19

Next Article