કેરળમાં ભારે વરસાદે મચાવી તબાહી, કોટ્ટયમમાં ભૂસ્ખલનને કારણે લગભગ 10 લોકો ગુમ, રાજ્ય સરકારે માંગી એરફોર્સની મદદ

|

Oct 16, 2021 | 11:34 PM

Kerala: ભારે વરસાદને કારણે કોટ્ટયમ અને પથનમથિટ્ટા સૌથી વધુ અસરગ્રસ્ત જિલ્લાઓ છે. કોટ્ટાયમ જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યા છે. આ વીડિયોમાં કેએસઆરટીસી બસ પુરના પાણીમાં ફસાઈ છે અને સ્થાનિક લોકો તેમાંથી મુસાફરોને બહાર કાઢી રહ્યા છે.

કેરળમાં ભારે વરસાદે મચાવી તબાહી, કોટ્ટયમમાં ભૂસ્ખલનને કારણે લગભગ 10 લોકો ગુમ, રાજ્ય સરકારે માંગી એરફોર્સની મદદ
કેરળમાં ભારે વરસાદ. (ફાઇલ ફોટો)

Follow us on

દક્ષિણ અને મધ્ય કેરળ (Kerala)ના અનેક વિસ્તારોમાં શનિવારે ભારે વરસાદે (Heavy Rain) તબાહી મચાવી આ સાથે જ કોટ્ટયમ અને ઈડુક્કી જિલ્લાના સરહદી વિસ્તારોમાં ભૂસ્ખલનને કારણે કેટલાક લોકો ગુમ થયાની આશંકા છે. ભૂસ્ખલનને જોતા રાજ્ય સરકારે બચાવ કામગીરીમાં ભારતીય વાયુસેનાનો સહયોગ માંગ્યો છે. મુખ્યમંત્રી કાર્યાલયે જાણકારી આપી છે કે કોટ્ટયમ જિલ્લાના કોટ્ટીકલમાં એરફોર્સ પાસેથી કોટ્ટયમ અને ઈડુક્કીના ડુંગરાળ વિસ્તારોમાં મદદ માંગવામાં આવી છે, જ્યાં કેટલાક પરિવારો ભૂસ્ખલનને કારણે મુશ્કેલીમાં છે.

 

અધિકારીઓએ જણાવ્યું હતું કે કોટ્ટીકલ અને પેરુવન્થાનમના નજીકના વિસ્તારોમાં ભૂસ્ખલન થવાની સુચના છે અને આ બે વિસ્તારો અનુક્રમે કોટ્ટાયમ અને ઈડુક્કી જિલ્લામાં આવે છે. તેમણે કહ્યું કે આ ઘટનાઓમાં ઓછામાં ઓછા 10 લોકો ગુમ થયાની આશંકા છે. સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું કે કેરળમાં તૈનાત ભારતીય વાયુસેના અને સેના ત્યાં એલર્ટ પર છે.

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

 

નિવેદનમાં પ્રવક્તાએ જણાવ્યું હતું કે એમઆઈ -17 અને સારંગ હેલિકોપ્ટર જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે તૈનાત છે. કેરળમાં હવામાનની સ્થિતિને ધ્યાનમાં રાખીને વાયુ સેનાની દક્ષિણ કમાનના તમામ ઠેકાણાઓને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે. આ પહેલા સહકાર અને નોંધણી મંત્રી વી.એન. વાસવને કહ્યું કે કોટ્ટાયમ જિલ્લામાં ઓછામાં ઓછા ત્રણ મકાનો ધોવાઈ ગયા છે અને 10 લોકો ગુમ થયાની આશંકા છે.

 

તેમણે કહ્યું કે રાજ્ય સરકારના અધિકારીઓ સાથે વાયુસેના અને સેનાના અધિકારીઓની બેઠક ચાલી રહી છે. કોટ્ટયમ જિલ્લાના જુદા જુદા ભાગોમાંથી ઓછામાં ઓછા ચાર ભૂસ્ખલન થયા હોવાના અહેવાલ છે. અમે એરફોર્સ પાસે સહકાર માંગ્યો છે, જેથી કોટ્ટીકલ વિસ્તારમાં ફસાયેલા લોકોને બચાવી શકાય. અમારી પાસે કેટલાક લોકો ગુમ થયાની માહિતી છે અને 60થી વધુ લોકો બચાવ કાર્યની રાહ જોઈ રહ્યા છે કારણ કે પાણી ઘરોમાં ઘૂસી ગયું છે.

એનડીઆરએફની 6 ટીમો પાંચ જિલ્લાઓમાં તૈનાત

રાજ્યમાં શુક્રવાર રાતથી શરૂ થયેલા ભારે વરસાદને કારણે કોટ્ટયમ અને પથનમથિટ્ટા સૌથી વધુ અસરગ્રસ્ત જિલ્લાઓ છે. કોટ્ટાયમ જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યા છે. આ વીડિયોમાં કેએસઆરટીસી બસ પુરના પાણીમાં ફસાઈ છે અને સ્થાનિક લોકો તેમાંથી મુસાફરોને બહાર કાઢી રહ્યા છે.

 

મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા જાહેર કરવામાં આવેલી અખબારી યાદીમાં કહેવામાં આવ્યું છે કે NDRFની છ ટીમો પઠનમથિટ્ટા, ઈડુક્કી, અલપ્પુઝા, એર્નાકુલમ અને કોટ્ટયમમાં તૈનાત છે. તિરુવનંતપુરમ અને કોટ્ટયમ જિલ્લામાં સેનાની બે ટીમો તૈનાત કરવા માટે નિર્દેશ આપવામાં આવ્યો છે. કટોકટીની સ્થિતિમાં વાયુસેનાને તૈયાર રહેવાની વિનંતી કરવામાં આવી છે.

 

આ પણ વાંચો :  પૂર્વ સીએમ દેવેન્દ્ર ફડણવીસે કર્યા ગંભીર આક્ષેપો, કહ્યું – જનતા સાથે છેતરપિંડી કરીને સત્તામાં આવી શિવસેના

Next Article