Kerala Boat Tragedy: દૂર્ઘટનામાં કુલ 13 બાળકોના મોત, એક 8 મહિનાની બાળકી પણ ડૂબી ગઈ, સામે આવી એક દર્દનાક કહાની

|

May 09, 2023 | 7:52 AM

એક અહેવાલમાં અધિકારીઓને ટાંકીને જણાવ્યું છે કે બોટ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા તમામ લોકો પરપ્પનંગડીના દરિયાકાંઠાના વિસ્તારોમાં અને તેની આસપાસ રહેતા સામાન્ય લોકો હતા. રવિવાર હતો એટલે આ લોકો પરિવાર અને બાળકો સાથે મોજ-મસ્તી કરવા નીકળ્યા હતા.

Kerala Boat Tragedy: દૂર્ઘટનામાં કુલ 13 બાળકોના મોત, એક 8 મહિનાની બાળકી પણ ડૂબી ગઈ, સામે આવી એક દર્દનાક કહાની
Kerala Boat capsized

Follow us on

કેરળ બોટ દુર્ઘટનાની દર્દનાક કહાની સામે આવી છે. મલપ્પુરમ જિલ્લાના તનુર વિસ્તારમાં બનેલી આ ઘટનામાં ઘણા પરિવારો ઉજડી ગયા. કોઈનું બાળક તો કોઈનું આખું કુટુંબ નોંધારૂ થઈ ગયું. આ ઘટનામાં કુલ 22 લોકોના મોત થયા છે, જેમાં 13 બાળકો હતા જેમની ઉંમર 15 વર્ષથી ઓછી હતી. આમાં આઠ મહિનાની બાળકીનો પણ સમાવેશ થાય છે.

આ પણ વાંચો: Gujarat News Live: આફ્રિકન દેશ કોંગોમાં ભીષણ પૂરે તબાહી મચાવી, અત્યાર સુધીમાં 400 લોકોના મોત, કર્ણાટકમાં પ્રચાર પડઘમ શાંત, ભાજપે 9125 સભાઓ કરી વાંચો તમામ Latest Updates

એક અહેવાલમાં અધિકારીઓને ટાંકીને જણાવ્યું છે કે બોટ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા તમામ લોકો પરપ્પનંગડીના દરિયાકાંઠાના વિસ્તારોમાં અને તેની આસપાસ રહેતા સામાન્ય લોકો હતા. રવિવાર હતો એટલે આ લોકો પરિવાર અને બાળકો સાથે મોજ-મસ્તી કરવા નીકળ્યા હતા.

આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!

આ ઘટનામાં જીવ ગુમાવનારાઓમાં એક માછીમારનો પરિવાર પણ સામેલ છે, જેનું નામ કુન્નુમલ સૈથલવી છે. ઉંમર 40 વર્ષની આસપાસ છે. આ ઘટનામાં પત્નીના મોતની સાથે ચાર બાળકો પણ તેને કાયમ માટે છોડી ગયા છે. સૈથવાલી આ પરિવાર માટે નવું ઘર બનાવી રહ્યો હતો, પરંતુ હવે તેમના સિવાય ત્યાં રહેવા માટે કોઈ બચ્યું નથી. તેમની આખી દુનિયા ઉજડી ગઈ.

પત્ની અને ત્રણ બાળકોના મોત

આ અકસ્માતમાં સૈથલવીના ભાઈ સિરાજની પત્ની અને ત્રણ બાળકો પણ ડૂબી ગયા હતા. આ બાળકોની ઉંમર 10 વર્ષથી ઓછી હતી. જ્યારે દત્તક લીધેલા ભાઈ જબીરે તેની પત્ની અને એક બાળક ગુમાવ્યું હતું. એટલે કે એક જ પરિવારના 11 લોકો એક જ ઝાટકે કાયમ માટે અલગ થઈ ગયા.

જ્યાં આ ઘટના બની ત્યાંથી કુન્નુમલ ભાઈઓના ઘરનું અંતર માત્ર સાત કિલોમીટર છે. ઘટના પહેલા ઘરમાં ખુશીનો માહોલ હતો કારણ કે કુનુમલની બહેન લગ્ન બાદ તેનો જન્મદિવસ ઉજવવા તેના ઘરે આવી હતી. બહેનના ઘરે આવ્યા પછી બધાએ બીચ ફરવા જવાનો પ્લાન બનાવ્યો. આ પછી કુન્નુમલ બધાને બીચ પર છોડીને આવ્યો.

પત્ની પાછા ફરવા માંગતી હતી, બાળકોએ હોડી પર બેસવાનો આગ્રહ કર્યો

એક મીડિયા સાથેની વાતચીતમાં કુનુમલ કહે છે કે સાંજે હું ઈચ્છતો હતો કે મારી પત્ની સાંજે છ વાગ્યા સુધીમાં બધા સાથે ઘરે આવી જાય, પરંતુ બાળકો બોટ રાઈડ કરવા ઈચ્છતા હતા. સાંજે સાત વાગ્યા પછી મને મારી પત્નીનો ફોન આવ્યો અને તેણે બૂમો પાડી કે હોડી ડૂબી રહી છે. લોકોના બૂમોના અવાજો આવ્યા. થોડીવાર પછી, એક ઝડપી એમ્બ્યુલન્સ મારી પાસેથી પસાર થઈ અને મને ભયનો અહેસાસ થયો.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

દેશના તમામ સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Next Article