પેટ્રોલ-ડીઝલનો અધધધ ભાવ, ટેક્સ ઘટાડીને પ્રજાને રાહત આપવા કેજરીવાલની માંગ, કર્ણાટકના મુખ્યપ્રધાને ટેક્સ ઘટાડવાનો આપ્યો સંકેત

|

Oct 17, 2021 | 4:11 PM

Petrol-diesel price hike ભાજપ શાસિત કર્ણાટકના મુખ્ય પ્રધાન બસવરાજ બોમ્માઇએ રવિવારે રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલ પર સેસ અને સેલ્સ ટેક્સ ઘટાડવાના સંકેત આપ્યા છે.

પેટ્રોલ-ડીઝલનો અધધધ ભાવ, ટેક્સ ઘટાડીને પ્રજાને રાહત આપવા કેજરીવાલની માંગ, કર્ણાટકના મુખ્યપ્રધાને ટેક્સ ઘટાડવાનો આપ્યો સંકેત
Petrol-Diesel Price Today

Follow us on

દેશમાં ભડકે બળતા પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારામાંથી પ્રજાને રાહત આપવા માટે દિલ્લીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે, ઈંધણ પરનો વેરો ઘટાડવા માટે કેન્દ્ર સરકાર સમક્ષ માંગ કરી છે. તો બીજી બાજુ ભાજપ શાસિત કર્ણાટક રાજ્યના મુખ્ય પ્રધાન બસવરાજ બોમ્માઈએ, પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારામાંથી પ્રજાને રાહત આપવા માટે ઈંધણ પરનો વેરો ઘટાડવા નિર્ણય લેવાઈ શકે છે તેવો નિર્દેશ આપ્યો હતો.

ભાજપ શાસિત કર્ણાટકના મુખ્ય પ્રધાન બસવરાજ બોમ્માઇએ રવિવારે રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલ પર સેસ અને સેલ્સ ટેક્સ ઘટાડવાના સંકેત આપ્યા છે, જે ઇંધણની કિંમતોને હળવા કરવા માટે છે, હાલ પેટ્રોલ અને ડીઝલનો ભાવ જે ઓલટાઇમ હાઇને સ્પર્શી ગઇ છે. પત્રકારો સાથે વાત કરતા બોમ્માઇએ કહ્યું, તે બધું અર્થતંત્ર પર નિર્ભર કરે છે. “મેં આર્થિક સમીક્ષા બેઠક બોલાવી છે. જો આર્થિક સ્થિતિ સારી લાગે છે, તો ભાવ ઘટાડવા માટે વિચારણા અર્થે તમામ શક્યતાઓ છે,” બોમ્માઇએ અગાઉ રાજ્યમાં ઇંધણ પરના કોઈપણ ટેક્સ કાપને સ્પષ્ટપણે નકારી દીધો હતો.

હાલ કર્ણાટકમાં પેટ્રોલની કિંમત 109.16 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ રૂપિયા 100 ઉપર પહોંચી ગયો છે. વિપક્ષ કોંગ્રેસે ફ્યુઅલ પરનો ટેક્સ ઘટાડવાની માંગ કરી છે. કોંગ્રેસે પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારા માટે સત્તાધારી ભાજપ સરકારને જવાબદાર ગણાવી છે.

મહાયુતિ સરકારના ફેવરિટ છે આ સેક્ટર, આ શેર પર છે રોકાણકારોની નજર
IPL Auction ની શરૂઆતમાં જ કાવ્યા મારનને પ્રીટિ ઝિન્ટાએ આપ્યો ઝટકો ! આ ફાસ્ટ બોલર હાથમાંથી ગયો
અમદાવાદમાં હવે અંબાણીની જેમ કરી શકાશે પાણી વચ્ચે લગ્નનું આયોજન, જાણો ક્યાં
કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024

ગુજરાતમાં(Petrol-Diesel Price Today in Gujarat) અમદાવાદમાં એક લીટર ડીઝલ 101.89 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે પેટ્રોલની કિંમત 102.55 રૂપિયા પ્રતિ લીટર છે. રાજસ્થાન શ્રીગંગાનગર માં 117.96 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 108.75 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે.

રાજધાની દિલ્હીમાં પેટ્રોલની કિંમતમાં 35 પૈસાના વધારા બાદ દર 105.84 રૂપિયા પ્રતિ લીટર થયો છે. બીજી તરફ ડીઝલ 94.57 રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાઈ રહ્યું છે. મુંબઈમાં પેટ્રોલના ભાવમાં 34 પૈસાનો વધારો થયો છે. આ પછી, મુંબઈમાં પેટ્રોલનો નવો દર 111.77 પૈસા પ્રતિ લિટર થયો. દરમિયાન ડીઝલ પણ 37 પૈસા વધીને 102.52 પૈસા પ્રતિ લીટર થયું છે.

કોલકાતામાં પેટ્રોલની કિંમતમાં 33 પૈસાનો વધારો થયો છે. આ પછી, અહીં પેટ્રોલ 106.43 પૈસા પ્રતિ લિટરના ભાવે વેચાઈ રહ્યું છે. દરમિયાન ડીઝલ 97.68 પૈસા પ્રતિ લીટરના ભાવે વેચાઈ રહ્યું છે. રાજસ્થાનના શ્રીગંગાનગરમાં પેટ્રોલ 117.96 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 108.75 રૂપિયા પ્રતિ લીટરમાં વેચાઈ રહ્યું છે.

આ પણ વાંચોઃ  પંજાબમાં ગરમાયુ રાજકારણ, સિદ્ધુએ સોનિયાને લખ્યો પત્ર, કહ્યુ પંજાબ સરકાર આ 13 મુદ્દાઓ પર કરે કામ

Next Article