પીએમ મોદીએ કેદારનાથમાં આદિ ગુરુ શંકરાચાર્યની પ્રતિમાનું અનાવરણ કર્યું

|

Nov 05, 2021 | 11:38 AM

પીએમ મોદીએ કહ્યું કે તમે બધા આદિ શંકરાચાર્યની સમાધિના પુનઃસ્થાપનના સાક્ષી છો. ભારતની આધ્યાત્મિક સમૃદ્ધિ અને વ્યાપકતાનો આ ખૂબ જ અલૌકિક દૃષ્ટિકોણ છે.

પીએમ મોદી(PM Modi)કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે કેદારનાથ(Kedarnath)ધામ પહોંચ્યા હતા. વડા પ્રધાને બાબા કેદારનાથની મુલાકાત લીધી અને પ્રાર્થના કરી ત્યારબાદ ગુરુ શંકરાચાર્યની(Guru Shankaracharya) મૂર્તિનું અનાવરણ કર્યું હતું. આ દરમ્યાન પીએમ મોદીએ કહ્યું કે તમે બધા આદિ શંકરાચાર્યની સમાધિના પુનઃસ્થાપનના સાક્ષી છો. ભારતની આધ્યાત્મિક સમૃદ્ધિ અને વ્યાપકતાનો આ ખૂબ જ અલૌકિક દૃષ્ટિકોણ છે.

પ્રધાનમંત્રીએ કહ્યું કે આજે તમામ મઠો, 12 જ્યોતિર્લિંગો, અનેક પેગોડા, શક્તિધામ, અનેક તીર્થસ્થાનો પર દેશના જાણીતા મહાપુરુષો, તમામ વરિષ્ઠ ઋષિ-મુનિઓ અને આદરણીય શંકરાચાર્ય પરંપરા સાથે જોડાયેલા અનેક ભક્તો પણ દરેક ખૂણેથી આવે છે. કેદારનાથના આ પવિત્ર સ્થળની મુલાકાત લેવા માટે દેશના દરેક ખૂણામાંથી શ્રદ્ધાળુઓ આ પવિત્ર ભૂમિ સાથે આશીર્વાદ આપી રહ્યા છે.

કેદારનાથ મંદિરને લાખો ફૂલોથી સજાવવામાં આવ્યું છે.વડાપ્રધાનના આગમનને લઈને કેદારનાથ મંદિરને 10 ક્વિન્ટલ ફૂલોથી શણગારવામાં આવ્યું છે.દેવસ્થાનમ બોર્ડ અને તંત્ર દ્વારા તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે.

વડાપ્રધાન મોદી આ યાત્રા દરમિયાન દરમિયાન કેદારનાથ પુનઃનિર્માણ અંતર્ગત બીજા ચરણમાં થનાર નિર્માણ કાર્યોનું શિલાન્યાસ કરશે અને પહેલા ચરણમાં પૂર્ણ થયેલા કામોનું લોકાર્પણ કરશે. જેમાં કરોડો રૂપિયાની યોજનાઓનું ઉદ્દઘાટન કરવામાં આવશે અને અનેક યોજનાનું લોકાર્પણ કરશે.

પીએમ મોદી કરોડો રૂપિયાની યોજનાઓનું શિલાન્યાસ કરશે. પીએમ મોદી કેદારપુરી બનાવવાનો સંકલ્પ લીધો હતો તેનું 90 ટકા કામ પૂર્ણ થઈ ગયું છે. તેનું પણ નીરીક્ષણ કરશે.

આ પણ વાંચો : નવા વર્ષે સીએમ ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં નગરદેવી ભદ્રકાળીના દર્શન-પૂજન કર્યા

આ પણ વાંચો : સુરતમાં લોકોએ અંબાજી મંદિરે દર્શન કરીને નવા વર્ષનો પ્રારંભ કર્યો, લોકોની ભારે ભીડ

Next Video