Jammu Kashmir: પુલવામામાં મોટો આતંકી હુમલો ટળ્યો, આતંકીની ધરપકડ, 5-6 કિલો IED પણ જપ્ત

|

May 07, 2023 | 3:38 PM

પોલીસે તેની સાથે એક આતંકવાદીની પણ ધરપકડ કરી હતી. ઈશ્ફાક અહેમદ વાની નામનો આતંકવાદી પુલવામાના અરીગમનો હોવાનું કહેવાય છે. પોલીસે આ મામલે એફઆઈઆર નોંધીને તપાસ શરૂ કરી છે. કાશ્મીર ઝોન પોલીસે રવિવારે આ જાણકારી આપી.

Jammu Kashmir: પુલવામામાં મોટો આતંકી હુમલો ટળ્યો, આતંકીની ધરપકડ, 5-6 કિલો IED પણ જપ્ત
Jammu Kashmir

Follow us on

જમ્મુ-કાશ્મીરના પુલવામામાં સંભવિત મોટો આતંકવાદી હુમલો ટળી ગયો છે. જમ્મુ કાશ્મીર પોલીસે અહીં 5-6 કિલો IED રિકવર કર્યું છે. પોલીસે તેની સાથે એક આતંકવાદીની પણ ધરપકડ કરી હતી. ઈશ્ફાક અહેમદ વાની નામનો આતંકવાદી પુલવામાના અરીગમનો હોવાનું કહેવાય છે. પોલીસે આ મામલે એફઆઈઆર નોંધીને તપાસ શરૂ કરી છે. કાશ્મીર ઝોન પોલીસે રવિવારે આ જાણકારી આપી.

આ પણ વાંચો: Mehsana : અમેરિકા-કેનેડા બોર્ડર પર મોતના મુદ્દે આરોપી સચિન વિહોલ વિરૂદ્ધ પોલીસ લુકઆઉટ નોટિસ કાઢશે, સામેલ આરોપીઓ ફરાર, જુઓ Video

એક મેચમાં કોમેન્ટ્રી કરી લાખો કમાય છે આ પૂર્વ ક્રિકેટરો અને કોમેન્ટેટરો
ભારતમાં આ રાજ્યની છોકરીઓ હોય છે સૌથી વધુ સુંદર
ગુજરાતી મ્યુઝિક ડાયરેક્ટર મેહુલ સુરતી વિશે જાણો
આ લોકોએ ભૂલથી પણ ના ખાવી જોઈએ અળસી, જાણો કેમ?
Sargva : ક્યા લોકોએ સરગવાનું શાક ન ખાવું જોઈએ?
નવરાત્રિમાં ગુજરાતી સિંગર ઓસમાણ મીરના ગીતોની રમઝટ બોલે છે

પોલીસે જણાવ્યું કે આરોપી ઈશ્ફાક પાસેથી લગભગ 5-6 કિલો IED મળી આવ્યો છે. આરોપી કસ્ટડીમાં છે. છેલ્લા આતંકવાદી હુમલા બાદ મોટી માત્રામાં IED મળી આવ્યો છે. પહેલા પુંછમાં અને પછી રાજૌરી હુમલામાં ઘણા જવાનો શહીદ થયા હતા. આતંકવાદીઓએ પૂંછમાં લશ્કરી વાહનને નિશાન બનાવ્યું હતું. આતંકીઓએ સેનાના વાહન પર ગ્રેનેડ ફેંક્યા હતા, જેના કારણે વાહનમાં આગ લાગી હતી. આ હુમલામાં પાંચ જવાન શહીદ થયા હતા.

સેના આતંકીઓને શોધી રહી છે, ઓપરેશન ચાલુ છે

આ હુમલા બાદ સેનાએ માચિલમાં આતંકીઓને પકડવા માટે સર્ચ અને કોર્ડન ઓપરેશન શરૂ કર્યું હતું. સેનાના જવાનો રાજૌરીના કાંડી જંગલમાં આતંકવાદીઓની શોધમાં ગયા, જ્યાં આતંકવાદીઓએ તેમના પર હુમલો કર્યો. આ હુમલામાં પાંચ જવાનો પણ શહીદ થયા હતા. સેના રાજૌરીથી બારામુલ્લા સુધી આતંકવાદીઓને શોધી રહી છે. આ દરમિયાન સેનાએ 4-5 આતંકીઓને ઠાર કર્યા છે.

G20 બેઠક પહેલા સુરક્ષા વ્યવસ્થા

આ મહિનામાં 22-24 મેના રોજ, શ્રીનગરમાં G20 મીટિંગનું આયોજન કરવામાં આવ્યું છે. જેને ધ્યાનમાં રાખીને સેના ઓપરેશન ચલાવી રહી છે. સેનાએ કહ્યું કે રવિવારે તેનો કોઈ આતંકવાદી સાથે સામનો થયો નથી. સેનાના ઓપરેશનનો આજે ત્રીજો દિવસ છે. રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને આર્મી ચીફ મનોજ પાંડે પણ શનિવારે અહીં પહોંચ્યા હતા. તેમણે રાજૌરીના 25 ઈન્ફન્ટ્રી ડિવિઝનના પ્રવાસ પર એલઓસીની સુરક્ષાની પણ સમીક્ષા કરી હતી. રક્ષા મંત્રી સાથે જમ્મુ-કાશ્મીરના એલજી મનોજ સિન્હા પણ હાજર હતા.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

દેશના તમામ સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Next Article