કર્ણાટકની SDM મેડિકલ કોલેજમાં 281 લોકો મળ્યા કોરોના પોઝિટિવ, આરોગ્ય મંત્રી સુધાકરે કહ્યું રાજ્યમાં કોઈ નિયંત્રણો નહીં લદાય

|

Nov 27, 2021 | 1:10 PM

કર્ણાટકના આરોગ્ય મંત્રી કે. સુધાકરે (Health Minister K Sudhakar)કહ્યું કે રાજ્યના ધારવાડ જિલ્લામાં એસડીએમ કોલેજ ઓફ મેડિકલ સાયન્સ(SDM College of Medical Sciences) કોવિડ-19 ક્લસ્ટર બની ગયું છે

કર્ણાટકની SDM મેડિકલ કોલેજમાં 281 લોકો મળ્યા કોરોના પોઝિટિવ, આરોગ્ય મંત્રી સુધાકરે કહ્યું રાજ્યમાં કોઈ નિયંત્રણો નહીં લદાય
Karnataka Health Minister K Sudhakar

Follow us on

SDM College of Medical Sciences: શનિવારે પણ કર્ણાટક(Karnataka)ના ધારવાડ(Dharwad)ની એસડીએમ મેડિકલ કોલેજમાં 99 લોકો કોરોના પોઝિટિવ(Corona Positive) મળી આવ્યા હતા, ત્યારબાદ કેમ્પસમાં સંક્રમિતોની સંખ્યા હવે વધીને 281 થઈ ગઈ છે. મેડિકલ કોલેજમાં કોવિડ ફાટી નીકળ્યા બાદ કર્ણાટકના આરોગ્ય મંત્રી કે. સુધાકરે (Health Minister K Sudhakar)કહ્યું કે રાજ્યના ધારવાડ જિલ્લામાં એસડીએમ કોલેજ ઓફ મેડિકલ સાયન્સ(SDM College of Medical Sciences) કોવિડ-19 ક્લસ્ટર બની ગયું છે કારણ કે આ અઠવાડિયે કેમ્પસમાં 281 લોકો કોરોના પોઝિટિવ મળી આવ્યા છે. 

સુધાકરે કહ્યું, ‘મને કહેવામાં આવ્યું છે કે એક સાંસ્કૃતિક ઉત્સવ દરમિયાન કોરોનાવાયરસ ફેલાયો છે. જો કે, હાલમાં અમે રાજ્યભરમાં નિયંત્રણો લાદવાની સ્થિતિમાં નથી અને લગ્ન અને અન્ય કાર્યક્રમો પણ થઈ રહ્યા છે.’ શાળાઓ અને કોલેજો બંધ કરવામાં આવી હતી. આસપાસના વિસ્તારોને સેનિટાઈઝ કરવામાં આવી રહ્યા છે. 

કર્ણાટકમાં કોરોના ચેપના 402 નવા કેસ

Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે

કર્ણાટકમાં શનિવારે કોરોના સંક્રમણના 402 નવા કેસ નોંધાયા છે. સુધાકરે કહ્યું કે શુક્રવારે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને ઓમિક્રોન નામના નવા કોરોનાવાયરસ પ્રકારને ‘ચિંતાજનક’ ગણાવ્યા પછી કર્ણાટક પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે. રાજ્યમાં અત્યાર સુધી આ પ્રકારનો કોઈ કેસ નોંધાયો નથી. તેમણે કહ્યું, ‘મેં ગૃહ વિભાગ અને બ્રુહત બેંગલુરુ મહાનગર પાલીકેને દક્ષિણ આફ્રિકાના દેશોમાંથી કર્ણાટક આવેલા લોકોને શોધી કાઢવા કહ્યું છે.’ 

એસડીએમ કોલેજમાં સંક્રમિતોની સંખ્યા 281 હતી

ઉલ્લેખનીય છે કે, શનિવારે ધારવાડની SDM કોલેજમાં વધુ 99 લોકો કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું હતું, જે બાદ સમગ્ર કેમ્પસમાં ખળભળાટ મચી ગયો હતો. જિલ્લા અધિકારીએ શનિવારે આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે કોરોના પોઝિટિવ જોવા મળેલા મોટાભાગના લોકોમાં વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. શુક્રવારે એસડીએમ કોલેજમાંથી 116 લોકો કોરોના પોઝિટિવ મળી આવ્યા હતા, ત્યારબાદ અહીં સંક્રમિતોની સંખ્યા વધીને 182 થઈ ગઈ હતી. જો કે, શનિવારે 99 ટેલી સાથે, આ સંખ્યા હવે વધીને 281 થઈ ગઈ છે.

આ પણ વાંચો : Bank Holidays: બેંકને લગતા તમામ કામ ઝડપથી પતાવી દો, ડિસેમ્બરમાં આટલા દિવસો બેંક રહેશે બંધ, આ રહી સંપૂર્ણ યાદી

Published On - 1:09 pm, Sat, 27 November 21

Next Article