Karnataka: વીર સાવરકરના પોસ્ટરને લઈને કર્ણાટકના શિવમોગામાં તણાવ, કર્ફ્યુ લાદવામાં આવ્યો

|

Aug 15, 2022 | 5:40 PM

મેંગલુરુ શહેરની મ્યુનિસિપલ કોર્પોરેશને અગાઉ મેંગલુરુ ઉત્તરના ભારતીય જનતા પાર્ટી (BJP) ધારાસભ્ય વાય ભરત શેટ્ટીની વિનંતી પર વીર સાવરકરના નામ પર સુરતકલ ચોકને નામ આપવાનો પ્રસ્તાવ સ્વીકાર્યો હતો.

Karnataka: વીર સાવરકરના પોસ્ટરને લઈને કર્ણાટકના શિવમોગામાં તણાવ, કર્ફ્યુ લાદવામાં આવ્યો
વીર સાવરકરના પોસ્ટરને કારણે વિવાદ

Follow us on

કર્ણાટકના (Karnataka) શિવમોગામાં સ્વતંત્રતા દિવસે અમીર અહેમદ સર્કલમાં વીર સાવરકરનું (Veer Savarkar) પોસ્ટર લગાવવામાં આવ્યા બાદ વિવાદ છેડાઈ ગયો છે. અહીં કેટલાક યુવાનોએ હિંદુત્વવાદી જૂથો દ્વારા લગાવવામાં આવેલા પોસ્ટરોનો વિરોધ કર્યો હતો. હિન્દુત્વવાદી કાર્યકરોએ સાવરકરના પોસ્ટરને હટાવવાના પ્રયાસોનો વિરોધ કર્યા બાદ કર્ણાટક પોલીસે શિવમોગા જિલ્લાના ભાગોમાં કર્ફ્યુ લાદી દીધો છે. આ સાથે મેંગલુરુમાં સુરતકલ ચોકનું નામ વીર સાવરકરના નામ પર રાખવા અંગેનું બેનર હટાવી દેવામાં આવ્યું છે.

સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઈન્ડિયા (SDPI)ના કાર્યકરોએ આ બેનર સામે વાંધો ઉઠાવ્યો હતો. SDPIના સુરતકલ યુનિટે બેનર સામે વાંધો ઉઠાવ્યો હતો અને પોલીસના ધ્યાન પર લાવ્યા હતા. કોર્પોરેશન કમિશનર અક્ષય શ્રીધરે બેનર હટાવવાનો આદેશ આપ્યો હતો, ત્યારબાદ રવિવારે સાંજે બેનરને હટાવી દેવામાં આવ્યું હતું.

ભાજપના ધારાસભ્યએ નામનો પ્રસ્તાવ મૂક્યો હતો

મેંગલુરુ શહેરની મ્યુનિસિપલ કોર્પોરેશને અગાઉ મેંગલુરુ ઉત્તરના ભારતીય જનતા પાર્ટી (BJP) ધારાસભ્ય વાય ભરત શેટ્ટીની વિનંતી પર વીર સાવરકરના નામ પર સુરતકલ ચોકને નામ આપવાનો પ્રસ્તાવ સ્વીકાર્યો હતો. મ્યુનિસિપલ કોર્પોરેશન સત્તાવાર રીતે વીર સાવરકરના નામ પર સરકારની મંજૂરીની રાહ જોઈ રહ્યું છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

SDPI ચોકનું નામ સાવરકરના નામ પર રાખવાની વિરુદ્ધ

શ્રીધરે જણાવ્યું હતું કે શહેર પરિષદે આ ચોકનું નામ સાવરકરના નામ પર રાખવાના પ્રસ્તાવને સ્વીકારી લીધો છે. સરકારે સત્તાવાર રીતે મંજુરી આપી ન હોવાથી ફરિયાદોને ધ્યાનમાં રાખીને બેનર હટાવી દેવામાં આવ્યા છે. એસડીપીઆઈના સ્થાનિક નેતાએ કહ્યું કે સુરતકલ સાંપ્રદાયિક રીતે સંવેદનશીલ વિસ્તાર છે, જેને ધ્યાનમાં રાખીને આ મુદ્દો પોલીસના ધ્યાન પર લાવવામાં આવ્યો હતો. તેમણે એમ પણ કહ્યું કે SDPI આ ચોકનું નામ વીર સાવરકરના નામ પર રાખવાની વિરુદ્ધ છે.

સિદ્ધારમૈયાએ સાવરકર પર પ્રહારો કર્યા

આ પહેલા વિધાનસભામાં વિપક્ષના નેતા સિદ્ધારમૈયાએ સતત ટ્વિટ કરીને સાવરકર પર પ્રહારો કર્યા છે. તેમણે તેમના પર બ્રિટિશ સત્તાવાળાઓને પોતાનો બચાવ કરવા અને તેમની ‘કઠપૂતળી’ તરીકે કામ કરવાનો આરોપ લગાવ્યો. કોંગ્રેસ નેતાએ આરોપ લગાવ્યો કે, અમને લાગે છે કે અંગ્રેજોની વિદાય સાથે ગુલામીનો અંત આવ્યો, ત્યારે કર્ણાટકના મુખ્યમંત્રી બોમાઈએ બતાવીને બધાને ખોટા સાબિત કરી દીધા કે તેઓ હજુ પણ આરએસએસના ગુલામ છે. આજની સરકારી જાહેરાતમાં સ્વાતંત્ર્ય સેનાનીઓની યાદીમાં પંડિત જવાહરલાલ નેહરુનો સમાવેશ ન કરવો એ દર્શાવે છે કે એક મુખ્યમંત્રી પોતાની ખુરશી બચાવવા માટે કેટલા નીચા જઈ શકે છે.

Published On - 5:40 pm, Mon, 15 August 22

Next Article