Karnataka: રાહુલ ગાંધીએ ભાજપ પર પ્રહાર કર્યા, કહ્યું- ભાજપ કર્ણાટકના લોકો પાસેથી ચોરી કરી રહી છે

|

Aug 03, 2022 | 6:29 PM

કોંગ્રેસના નેતા સિદ્ધારમૈયાના 75માં જન્મદિવસની ઉજવણીમાં જનસભાને સંબોધતા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ (Rahul Gandhi) કહ્યું કે, હું કોઈના જન્મદિવસની ઉજવણીમાં હાજરી આપતો નથી પરંતુ સિદ્ધારમૈયા સાથે મારો ખાસ સંબંધ હોવાથી અહીં આવ્યો છું.

Karnataka: રાહુલ ગાંધીએ ભાજપ પર પ્રહાર કર્યા, કહ્યું- ભાજપ કર્ણાટકના લોકો પાસેથી ચોરી કરી રહી છે
Rahul Gandhi

Follow us on

કર્ણાટકના (Karnataka) પૂર્વ સીએમ અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા સિદ્ધારમૈયાના 75માં જન્મદિવસના ખાસ અવસર પર દાવણગેરેમાં આયોજિત એક કાર્યક્રમમાં કોંગ્રેસ (Congress) નેતા રાહુલ ગાંધીએ (Rahul Gandhi) ભાજપ પર પ્રહાર કર્યો છે. રાહુલ ગાંધીએ કહ્યું કે, તમે બધા જોઈ શકો છો કે કર્ણાટકમાં ભાજપ સરકાર દ્વારા ભ્રષ્ટાચારનું સ્તર કેટલું છે. તેઓ બસવન્નાજીની મૂર્તિ સામે માથું નમાવે છે અને પછી કર્ણાટકના લોકો પાસેથી ચોરી કરે છે. બસવન્નાએ ક્યાં કહ્યું કે તમારે ચોરી કરવી જોઈએ? રાહુલ ગાંધીએ કહ્યું કે, અમે કર્ણાટકની સંસ્કૃતિ, ભાષા અને પરંપરાઓમાં વિશ્વાસ કરીએ છીએ. અમારા માટે તમારી ભાષા, સંસ્કૃતિ, પરંપરાઓ અને ઈતિહાસ ભારતના ભવિષ્ય માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. અમે માનીએ છીએ કે તમામ ભાષાઓ, ઇતિહાસ અને સંસ્કૃતિઓ ભારતનું નિર્માણ કરે છે.

સિદ્ધારમૈયા સાથે ખાસ સંબંધ છે: રાહુલ ગાંધી

 

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

 

દાવણગેરેમાં કોંગ્રેસના નેતા સિદ્ધારમૈયાના 75માં જન્મદિવસની ઉજવણીમાં જનસભાને સંબોધતા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે, હું કોઈના જન્મદિવસની ઉજવણીમાં હાજરી આપતો નથી પરંતુ સિદ્ધારમૈયા સાથે મારો ખાસ સંબંધ હોવાથી અહીં આવ્યો છું. તેમણે કર્ણાટકની અગાઉની સરકાર જે રીતે ચલાવી તેની હું પ્રશંસા કરું છું. તેમણે કહ્યું કે, કર્ણાટકને સિદ્ધારમૈયાના નેતૃત્વમાં દિશા મળી અને તે સરકાર કર્ણાટકના લોકો માટે વિઝન ધરાવે છે.

જણાવી દઈએ કે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી બુધવારે કર્ણાટક પહોંચ્યા છે. કર્ણાટક પહોંચ્યા પછી, રાહુલ ગાંધીએ ચિત્રદુર્ગના શ્રી મુરુગા મઠમાં ડો. શ્રી શિવમૂર્તિ મુરુગા શરણરુ પાસેથી લિંગાયત સમુદાયને આપવામાં આવેલી દીક્ષા લીધી. આ દીક્ષા ખાસ આ સમુદાયના લોકોને આપવામાં આવે છે. દીક્ષા લીધા બાદ રાહુલ ગાંધીએ કહ્યું કે, હું ઘણા સમયથી ગુરુ બસવન્નાજી સાથે જોડાયેલી માહિતી મેળવી રહ્યો છું અને તેમના વિશે વાંચું છું. આજે હું અહીં હાજર છું તે મારા માટે સન્માનની વાત છે.

Published On - 6:29 pm, Wed, 3 August 22

Next Article