Karnataka: એક ફોન અને ડીકે શિવકુમારે મુખ્યમંત્રી બનવાની જીદ છોડી દીધી, જાણો કેવી રીતે શાંત થયો હંગામો ?

કર્ણાટક કોંગ્રેસના અધ્યક્ષ ડીકે શિવકુમાર રાજ્યમાં સરકાર બનાવવાની ફોર્મ્યુલા પર સહમત થયા છે. આ ફોર્મ્યુલા મુજબ સિદ્ધારમૈયા મુખ્યમંત્રી જ્યારે ડીકે શિવકુમાર નાયબ મુખ્યમંત્રી હશે. કર્ણાટક ચૂંટણીમાં કોંગ્રેસની (Congress) જોરદાર જીત બાદ મુખ્યમંત્રી પદના ઉમેદવારને લઈને હોબાળો થયો હતો.

Karnataka: એક ફોન અને ડીકે શિવકુમારે મુખ્યમંત્રી બનવાની જીદ છોડી દીધી, જાણો કેવી રીતે શાંત થયો હંગામો ?
DK Shivakumar
| Edited By: | Updated on: May 19, 2023 | 11:17 AM

કર્ણાટકમાં મુખ્યમંત્રી પદને લઈને ચાલી રહેલો ઝઘડો હવે શાંત થઈ ગયો છે. કર્ણાટક કોંગ્રેસના અધ્યક્ષ ડીકે શિવકુમાર રાજ્યમાં સરકાર બનાવવાની ફોર્મ્યુલા પર સહમત થયા છે. આ ફોર્મ્યુલા મુજબ સિદ્ધારમૈયા મુખ્યમંત્રી જ્યારે ડીકે શિવકુમાર નાયબ મુખ્યમંત્રી હશે. કર્ણાટક ચૂંટણીમાં કોંગ્રેસની (Congress) જોરદાર જીત બાદ મુખ્યમંત્રી પદના ઉમેદવારને લઈને હોબાળો થયો હતો. કર્ણાટક ચૂંટણીમાં સખત મહેનત કરનાર ડીકે શિવકુમાર સીએમ બનવા પર અડગ હતા. પછી અચાનક શું થયું કે તેઓ ડેપ્યુટી સીએમ પદ માટે રાજી થઈ ગયા.

તેનો જવાબ ખુદ ડીકે શિવકુમારે આપ્યો છે. તેમણે કહ્યું કે રાહુલ ગાંધીએ પોતે તેમને ફોન કરીને કહ્યું કે કર્ણાટકમાં બધાએ સાથે મળીને કામ કરવું પડશે. આ જ કારણ હતું કે તેમણે મુખ્યમંત્રી બનવાની જીદ છોડી દીધી હતી. શિવકુમારે કહ્યું કે બધું બરાબર છે અને ભવિષ્યમાં પણ સારું રહેશે. અમે આ નિર્ણય લીધો હતો કે હાઈકમાન્ડનો જે પણ આદેશ હશે અમે તેનું પાલન કરીશું. અંતે રાહુલ ગાંધીએ ફોન કરીને કહ્યું કે બધાએ સાથે મળીને કામ કરવું પડશે.

અનેક રાઉન્ડની બેઠકો બાદ ફોર્મ્યુલા તૈયાર કરવામાં આવી

શિવકુમારે વધુમાં જણાવ્યું કે આ પછી કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ તેમને ફોન કરીને સરકાર બનાવવાની આ ફોર્મ્યુલા વિશે જણાવ્યું જેને અમે સ્વીકારી લીધું છે. તમને જણાવી દઈએ કે, આ નિર્ણય પર પહોંચતા પહેલા કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓની બેઠકોના ઘણા રાઉન્ડ યોજાયા હતા. સિદ્ધારમૈયા સોમવારે દિલ્હી અને ડીકે શિવકુમાર મંગળવારે પોતપોતાના સીએમ ઉમેદવારી માટે લોબિંગ કરવા પહોંચ્યા હતા.

આ પણ વાંચો : New Parliament Inauguration: PM મોદી 28 મેના રોજ કરશે નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન, શું છે સાવરકરનો સંયોગ?

બંને મલ્લિકાજુર્ન ખડગેને અલગ-અલગ મળ્યા હતા. આ પછી રાહુલ ગાંધીએ ખડગે, કેસી વેણુગોપાલ અને રણદીપ સિંહ સુરજેવાલા સાથે આ મામલે ચર્ચા કરી. આ પછી શિવકુમાર અને સિદ્ધારમૈયા બંને બુધવારે રાહુલ ગાંધીને મળ્યા હતા. બંને આ મામલે સોનિયા ગાંધીનો અભિપ્રાય પણ ઈચ્છતા હતા પરંતુ સોનિયા ગાંધીએ તેમને ખડગે અને રાહુલ ગાંધી સાથે વાત કરવાનું કહ્યું હતું.

રાતોરાતની બેઠકમાં ફોર્મ્યુલા તૈયાર કરી

આ પછી, બુધવારે રાતોરાત એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી, જેમાં સિદ્ધારમૈયાને મુખ્યમંત્રી અને શિવકુમારને નાયબ મુખ્યમંત્રી બનાવવા પર સહમતિ બની હતી. આ પછી બંને નેતાઓ ગુરુવારે સવારે કેસી વેણુગોપાલને મળ્યા હતા. આ પછી બધા ખડગેને મળવા ભેગા થયા. આ દરમિયાન સુરજેવાલા પણ હાજર હતા. મળતી માહિતી મુજબ ડીકે શિવકુમારને એમ કહીને મનાવવામાં આવ્યા હતા કે તેમને ભવિષ્યમાં પણ મુખ્યમંત્રી બનવાની તક મળશે. જ્યારે સિદ્ધારમૈયા તેને પોતાની છેલ્લી ચૂંટણી ગણાવી ચૂક્યા છે.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો