Karnataka : કોરોના વાયરસના નવા વેરિયન્ટે સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે. ઓમિક્રોન વેરિયન્ટના (Omicron Variant) ફેલાવાને રોકવા માટે સરકાર (Karnataka Government) તમામ પ્રયાસો કરી રહી છે, પરંતુ કેટલાક લોકોની બેદરકારી આ તમામ પ્રયાસો પર પાણી ફેરવી નાખે છે.મળતા અહેવાલો અનુસાર કર્ણાટકમાં ઓમિક્રોન વેરિયન્ટથી સંક્રમિત એક દર્દી હોટલમાંથી ભાગી ગયો છે.
તંત્રએ મુસાફરોને શોધવા ચક્રો ગતિમાન કર્યા
રાજ્ય સરકારે કહ્યું કે, કર્ણાટકમાં ઓમિક્રોનથી સંક્રમિત મળી આવેલા એક દર્દી ખાનગી લેબમાંથી કોવિડ નેગેટિવ સર્ટિફિકેટ લઈને ભાગી ગયો છે.આ સાથે સરકાર હાલ એરપોર્ટ પરથી જ ગાયબ થયેલા અન્ય 10 મુસાફરોને પણ શોધી રહી છે. કર્ણાટકના મહેસૂલ મંત્રી આર અશોકાએ એક દિવસ પહેલા ઓમિક્રોન પર ઉચ્ચ સ્તરીય બેઠક બાદ કહ્યું હતું કે, “આજે રાત સુધીમાં કથિત રીતે ગુમ થયેલા તમામ 10 લોકોને શોધી કાઢવા અને પરીક્ષણ કરવામાં આવવું જોઈએ “. જેને પગલે હાલ યુધ્ધના ધોરણે મુસાફરોને શોધવા તંત્રએ ચક્રો ગતિમાન કર્યા છે.
ઓમિક્રોનના સંકટના પગલે હાલ તંત્ર દોડતુ થયુ
તમને જણાવી દઈએ કે,અત્યાર સુધીમાં દેશમાં બે ઓમિક્રોન કેસની પુષ્ટિ થઈ છે,તે બંને કર્ણાટકના છે.પરીક્ષણ બાદ તેને હોટલેમાં આઈસોલેશનાં રાખવામાં આવ્યા હતા.જેમાંથી એક દર્દી આજે લેબમાંથી કોવિડ-19 નેગેટિવ રિપોર્ટ લઈને ફરાર થઈ ગયો છે. આ મામલે હાલ પોલીસને પણ જાણ કરવામાં આવી છે. ઓમિક્રોનના સંકટના પગલે હાલ તંત્ર દોડતુ થયુ છે.
દસ આંતરાષ્ટ્રીય મુસાફરો ગુમ
મંત્રીએ વધુમાં કહ્યું કે, અત્યાર સુધીમાં એરપોર્ટ પર પહોંચેલા 57 લોકોમાંથી દસ મુસાફરો ગુમ છે. બાકીના મુસાફરોનુ હાલ પરીક્ષણ કરવામાં આવી રહ્યુ છે.મુસાફરોના ફોન પણ સ્વિચ ઓફ હોવાથીઆ લોકો સાથે કોઈ સંપર્ક થઈ રહ્યો નથી. જો કે હાલ તંત્ર દ્વારા મુસાફરોને શોધવા માટે તમામ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે.
આ તમામ મુસાફરનુ પરીક્ષણ કરવામાં આવશે, કારણ કે કોવિડ નેગેટિવ રિપોર્ટ બતાવવા છતાં એક યાત્રી ઓમિક્રોનથી સંક્રમિત જોવા મળ્યો છે. જેને પગલે તંત્ર સતર્ક જોવા મળી રહ્યુ છે. હોટેલમાંથી ભાગી ગયેલો ઓમિક્રોન સંક્રમિત વ્યક્તિ 20 નવેમ્બરના રોજ દક્ષિણ આફ્રિકાથી પાછો ફર્યો હતો.
આ પણ વાંચો : ધારાસભ્યનો બિન્દાસ અંદાજ ! બહુજન સમાજ પાર્ટીના આ ધારાસભ્યનો ડાન્સ વીડિયો થયો વાયરલ, જુઓ VIDEO
આ પણ વાંચો : Omicron in India: દેશમાં ઓમિક્રોનના ભયાનક ભણકારા ! દક્ષિણ આફ્રિકાથી પરત આવેલા એક જ પરિવારના 9 લોકો પોઝિટિવ
Published On - 10:00 am, Sat, 4 December 21