Breaking News : VIP ઘરમાં ચોરી, મંત્રીના ઘરમાં લાખો નહીં, 1.13 કરોડના ઘરેણાં.. CCTV થી થયો ચોંકાવનારો ખુલાસો

કર્ણાટકના હાઉસિંગ મંત્રી ઝમીર અહેમદ ખાનના બેંગલુરુ નિવાસસ્થાનેથી ₹1.13 કરોડના સોનાની ચોરીનો પર્દાફાશ થયો છે. એક વર્ષ દરમિયાન તબક્કાવાર રીતે થયેલી આ ચોરીની જાણ મંત્રીની માતાને થતા પોલીસ ફરિયાદ નોંધાઈ હતી.

Breaking News : VIP ઘરમાં ચોરી, મંત્રીના ઘરમાં લાખો નહીં, 1.13 કરોડના ઘરેણાં.. CCTV થી થયો ચોંકાવનારો ખુલાસો
| Updated on: May 06, 2026 | 7:39 AM

કર્ણાટકના હાઉસિંગ મંત્રી Zameer Ahmed Khan ના બેંગલુરુ સ્થિત નિવાસસ્થાને થયેલી કરોડોની ચોરીએ ભારે ચકચાર મચાવી છે. મંત્રીના ઘરમાંથી અંદાજે ₹1.13 કરોડના સોનાના દાગીના ચોરાઈ ગયા હતા. ખાસ વાત એ છે કે આ ચોરી એક જ વખતમાં નહીં, પરંતુ છેલ્લા એક વર્ષ દરમિયાન અનેક તબક્કામાં કરવામાં આવી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર, શરૂઆતમાં ઘરના કોઈ સભ્યને ચોરી અંગે શંકા જ ન આવી. જોકે, મંત્રીની માતાને દાગીનાઓ ગાયબ થવાની શંકા જતા તેમણે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ બેંગલુરુની શિવાજીનગર પોલીસે તપાસ હાથ ધરી અને CCTV ફૂટેજના આધારે બે આરોપીઓને ઝડપી પાડ્યા હતા.

પકડાયેલા આરોપીઓની ઓળખ સૈયદ આમિર અને આમિર અહેમદ તરીકે થઈ છે. પોલીસ તપાસ દરમિયાન બંનેએ ગુનો કબૂલ કર્યો હતો. આરોપીઓએ જણાવ્યું કે તેમના ટ્રાવેલ્સના વ્યવસાયમાં ભારે નુકસાન થયું હતું, જેના કારણે તેમણે આ ચોરીઓ કરી હતી.

પોલીસના જણાવ્યા મુજબ, આરોપીઓ મંત્રીના ઘરમાંથી થોડા-થોડા દાગીના ચોરી કરીને શંકાથી બચવાનો પ્રયાસ કરતા હતા. ચોરાયેલા દાગીનાઓને ગીરવે મૂકીને તેઓ પૈસા એકત્ર કરતા હતા અને બાદમાં તે રકમ રિયલ એસ્ટેટમાં રોકાણ કરીને નફો કમાવાની યોજના બનાવી રહ્યા હતા.

જ્યારે આરોપીઓ કેટલીક કોલ્સનો જવાબ આપતા નહોતા, ત્યારે શંકા વધુ ગાઢ બની અને પોલીસે તેમની હિલચાલ પર નજર રાખી હતી. અંતે તપાસ દરમિયાન આખો મામલો બહાર આવ્યો હતો. પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરીને ₹1.13 કરોડના તમામ ચોરાયેલા દાગીના જપ્ત કર્યા છે.

Breaking News : ડિફેન્ડિંગ ચેમ્પિયન RCB ના હોમ ગ્રાઉન્ડ પર નહીં યોજાય IPL 2026 ફાઈનલ? 

Published On - 7:38 am, Wed, 6 May 26

Follow Us