પત્નીએ પતિનું જબરદસ્તી કરાવ્યું ધર્માંતરણ, મુસ્લિમ રીતરિવાજથી કર્યા લગ્ન અને પછી આપી બળાત્કારની ધમકી

વિશાલે આરોપ લગાવ્યો કે કોર્ટ મેરેજ પછી, તહસીને તેના પર મુસ્લિમ રીતરિવાજ મુજબ ફરીથી લગ્ન કરવા માટે દબાણ કર્યું. જોકે, સંબંધમાં શાંતિ જાળવવાનું વિચારીને, વિશાલે સંમતિ આપી અને આ વર્ષે એપ્રિલ મહિનામાં, બંનેએ મુસ્લિમ રીતરિવાજ મુજબ લગ્ન કર્યા.

પત્નીએ પતિનું જબરદસ્તી કરાવ્યું ધર્માંતરણ, મુસ્લિમ રીતરિવાજથી કર્યા લગ્ન અને પછી આપી બળાત્કારની ધમકી
Karnataka case
| Updated on: Jul 18, 2025 | 12:58 PM

કર્ણાટકના ગડગ જિલ્લામાંથી એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં એક વ્યક્તિએ તેની પત્ની પર ધર્મ પરિવર્તન માટે દબાણ કરવાનો અને ધમકી આપવાનો આરોપ લગાવ્યો છે. વિશાલ કુમાર ગોકવી નામના એક વ્યક્તિએ કહ્યું કે તે ત્રણ વર્ષથી તહસીન હોસોમાની નામની મહિલા સાથે સંબંધમાં હતો અને બંનેએ નવેમ્બર 2024 માં કોર્ટ મેરેજ કર્યા હતા.

મુસ્લિમ રીતરિવાજ મુજબ લગ્ન કરવા દબાણ

વિશાલે આરોપ લગાવ્યો કે કોર્ટ મેરેજ પછી, તહસીને તેના પર મુસ્લિમ રીતરિવાજ મુજબ ફરીથી લગ્ન કરવા માટે દબાણ કર્યું. જોકે, સંબંધમાં શાંતિ જાળવવાનું વિચારીને, વિશાલે સંમતિ આપી અને આ વર્ષે એપ્રિલ મહિનામાં, બંનેએ મુસ્લિમ રીતરિવાજ મુજબ લગ્ન કર્યા.

વિશાલનો આરોપ છે કે મુસ્લિમ રીતરિવાજ મુજબ લગ્ન સમયે, તેનું નામ બદલી નાખવામાં આવ્યું હતું અને તેને જાણ કર્યા વિના અને તેની સંમતિ વિના, તેને મૌલવી દ્વારા ઇસ્લામ કબૂલ કરાવવામાં આવ્યો હતો.

આ લગ્ન સંબંધિત એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં તે મુસ્લિમ રીતિ-રિવાજથી તહસીન સાથે લગ્ન કરતો જોવા મળી રહ્યો છે.

હિન્દુ રીતિ-રિવાજથી લગ્ન કરવાનો ઇનકાર કર્યો

આ પછી, વિશાલના પરિવારે 5 જૂને હિન્દુ રીતિ-રિવાજથી લગ્ન કરવાની તૈયારી કરી હતી. શરૂઆતમાં, તહસીન લગ્ન માટે સંમત થઈ હતી, પરંતુ બાદમાં તેના પરિવારના સભ્યોના દબાણને કારણે તેણે ઇનકાર કરી દીધો હતો.

વિશાલે એવો પણ આરોપ લગાવ્યો કે તહસીન અને તેની માતા બેગમ બાનુએ તેના પર નમાઝ પઢવા અને જમાતમાં જોડાવા માટે દબાણ કર્યું હતું. એટલું જ નહીં, તે વ્યક્તિનો આરોપ છે કે તહસીને તેને ધમકી પણ આપી હતી કે જો તે ઇસ્લામ સ્વીકારશે નહીં, તો તે બળાત્કારનો કેસ દાખલ કરશે.

કઈ કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો?

હવે આ સમગ્ર મામલાની તપાસ કરી રહેલી પોલીસે ભારતીય દંડ સંહિતા (BNS) ની કલમ 299 (ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવાનો ઈરાદો) અને કલમ 302 (ધાર્મિક સુરક્ષા સંબંધિત જોગવાઈ) હેઠળ કેસ નોંધ્યો છે.

વધુ એક હિન્દુ યુવતી બની લવ જેહાદનો શિકાર, મુસ્લિમ પ્રેમી Sheikh Shammaએ કરી હિન્દુ પ્રેમિકાની હત્યા, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

Published On - 12:57 pm, Fri, 18 July 25