કર્ણાટકમાં (Karnataka) હિજાબને (Hijab Row) લઈને રાજ્યમાં તણાવ છે. આ સમગ્ર વિવાદ પર કર્ણાટક હાઈકોર્ટની મોટી બેંચમાં સુનાવણી ચાલી રહી છે. કર્ણાટક હાઈકોર્ટના ચીફ જસ્ટિસ રિતુ રાજ અવસ્થી, જસ્ટિસ કૃષ્ણા એસ. દીક્ષિત અને જસ્ટિસ જે.એમ. કાઝીની બેંચ આ મામલે સુનાવણી કરી રહી છે. આ મામલે સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું છે કે જ્યાં સુધી કોર્ટ આ મામલે નિર્ણય ન આપે ત્યાં સુધી વિદ્યાર્થીઓએ હિજાબ પહેરવાનો આગ્રહ ન રાખવો જોઈએ. અગાઉ, કેસની સુનાવણી દરમિયાન, અરજદાર તરફથી હાજર રહેલા સંજય હેગડેએ કહ્યું હતું કે, કર્ણાટક શિક્ષણ અધિનિયમમાં યુનિફોર્મ સંબંધિત કોઈ વિશેષ જોગવાઈ નથી. આ મામલાની સુનાવણી કરતા કર્ણાટક હાઈકોર્ટે કહ્યું કે, અમે આ મુદ્દા પર વિચાર કરી રહ્યા છીએ કે શું હિજાબ પહેરવું મૂળભૂત અધિકારોમાં આવે છે.
BREAKING : Karnataka High Court Chief Justice says the bench will pass an order directing the opening of the colleges but no student should insist on wearing religious dress when the matter is pending. Hearing to continue on Monday at 2.30 PM.#HijabRow https://t.co/BMSKtiYDkC
— Live Law (@LiveLawIndia) February 10, 2022
અરજદારો તરફથી વરિષ્ઠ વકીલ સંજય હેગડેએ જણાવ્યું હતું કે પહેલાના સમયમાં યુનિફોર્મ માત્ર શાળાઓ પૂરતો મર્યાદિત હતો, કોલેજો માટે યુનિફોર્મ ઘણા સમય બાદ લાગુ કરવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે યુનિફોર્મ કોડને લઈને કર્ણાટક એજ્યુકેશન એક્ટમાં સજાની કોઈ જોગવાઈ નથી. મામલાની ગંભીરતાને ધ્યાનમાં લેતા, કર્ણાટકના ગૃહ પ્રધાન અરાગા જ્ઞાનેન્દ્રએ પોલીસને વિદ્યાર્થીઓ સાથે વ્યવહારમાં અત્યંત સંયમ રાખીને કાયદો અને વ્યવસ્થા સુનિશ્ચિત કરવાનો નિર્દેશ આપ્યો છે.
આ સાથે વિદ્યાર્થીઓને કોમવાદી તત્વોની જાળમાં ન ફસાવા અપીલ કરવામાં આવી છે. કર્ણાટકના ગૃહ પ્રધાન અરાગા જ્ઞાનેન્દ્રએ કહ્યું કે કેટલાક લોકો હિજાબ વિવાદને સાંપ્રદાયિક સૌહાર્દને ખલેલ પહોંચાડવા માટે એક હથિયાર બનાવવા પ્રયત્ન કરી રહ્યા છે. દરમિયાન કર્ણાટક હાઈકોર્ટે મીડિયાને આ મુદ્દે પોતાના મનની કોઈ પણ રિપોર્ટ આપવા પર રોક લગાવી છે. તેમણે મીડિયાને આ મામલે અંતિમ આદેશ સુધી રાહ જોવા કહ્યું છે.
આ પહેલા કર્ણાટક હાઈકોર્ટમાં બુધવારે હિજાબ વિવાદને લઈને સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જસ્ટિસ કૃષ્ણા દીક્ષિતની સિંગલ બેંચે સમગ્ર મામલાને મોટી બેંચને મોકલી આપ્યો હતો. આ મામલાની સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું કે, અમે આ અંગે જે સંશોધન કર્યું છે તે મર્યાદિત છે.
એક પ્રશ્ન એ ઊભો થાય છે કે શું હિજાબ પહેરવાના અધિકારનો હાલનો દાવો આવશ્યક ધાર્મિક પ્રથા હેઠળ આવે છે? તેમણે કહ્યું કે, હવે તે એક મોટો મુદ્દો બની ગયો છે અને દરેકની નજર કોર્ટના નિર્ણય પર છે. હું વિનંતી કરું છું કે મારા સાથી વકીલે તેમનો મુદ્દો રજૂ કર્યો છે. હવે રાજ્ય માટે દલીલ કરવાનો અને પછી કોર્ટ ચુકાદો આપવાનો સમય છે.
Published On - 5:24 pm, Thu, 10 February 22