Karnataka Cabinet Expansion: કર્ણાટક સરકારનું કેબિનેટ વિસ્તરણ, 24 ધારાસભ્યોએ મંત્રી તરીકે લીધા શપથ, જુઓ સંપૂર્ણ યાદી

આજે 24 નવા ધારાસભ્યોએ મંત્રી તરીકે શપથ લીધા છે. તેમને ઉમેરીને હવે સરકારમાં 34 મંત્રીઓ છે. 20 મેના રોજ સીએમ સિદ્ધારમૈયા અને ડેપ્યુટી સીએમ ડીકે શિવકુમાર સહિત 10 મંત્રીઓએ શપથ લીધા હતા.

Karnataka Cabinet Expansion: કર્ણાટક સરકારનું કેબિનેટ વિસ્તરણ, 24 ધારાસભ્યોએ મંત્રી તરીકે લીધા શપથ, જુઓ સંપૂર્ણ યાદી
Karnataka Cabinet Expansion
| Edited By: | Updated on: May 27, 2023 | 3:12 PM

Karnataka: કર્ણાટકમાં કોંગ્રેસની સરકાર બન્યાના એક સપ્તાહ બાદ કેબિનેટનું વિસ્તરણ થયું છે. આજે 24 નવા ધારાસભ્યોએ મંત્રી તરીકે શપથ લીધા છે. તેમને ઉમેરીને હવે સરકારમાં 34 મંત્રીઓ છે. 20 મેના રોજ સીએમ સિદ્ધારમૈયા અને ડેપ્યુટી સીએમ ડીકે શિવકુમાર સહિત 10 મંત્રીઓએ શપથ લીધા હતા. આ સમારોહમાં ભાગ લેવા માટે મોટી સંખ્યામાં લોકો આવ્યા હતા. ભીડને જોતા સુરક્ષા પણ વધારી દેવામાં આવી હતી.

પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ ઈશ્વર ખંડરે અને પૂર્વ પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ દિનેશ ગુંડુ રાવે પણ આજે મંત્રી તરીકે શપથ લીધા હતા. આ ઉપરાંત વરિષ્ઠ નેતા એચ કે પાટીલ, કૃષ્ણ બાયરેગૌડા, એન ચેલુવરાયસ્વામી, કે વેંકટેશ, ડૉ. એચસી મહાદેવપ્પાને પણ મંત્રી બનાવવામાં આવ્યા છે. આ કેબિનેટમાંથી કોંગ્રેસે ડીકે શિવકુમાર જૂથ અને સિદ્ધારમૈયા જૂથના નેતાઓના નામ સામેલ કર્યા છે.

કોંગ્રેસે તમામ સમીકરણો સરળ કર્યા

આજે જે 24 નેતાઓને મંત્રી પદ આપવામાં આવ્યું છે તેમાં છ લિંગાયત, ચાર વોક્કાલિગા, ત્રણ અનુસૂચિત જાતિ, બે અનુસૂચિત જનજાતિ અને પાંચ (કુરુબા, રાજુ, મરાઠા અને મોગવીરા) છે. આ જોઈને લાગે છે કે કોંગ્રેસ લોકસભા ચૂંટણી પહેલા કોઈ વર્ગને છોડવા માંગતી નથી. કોંગ્રેસની સરકાર બની ત્યારે સીએમ પદને લઈને ખેંચતાણ હતી. હાઈકમાન્ડે ચાર્જ સંભાળ્યા બાદ ડીકે શિવકુમાર નાયબ મુખ્યમંત્રી પદ માટે સંમત થયા હતા. આ પછી પણ કેટલાક નેતાઓ પાર્ટીથી નારાજ હતા, પરંતુ પાર્ટીના નેતાઓએ તેમને શાંત કર્યા.

શપથ લેનાર મંત્રીઓની યાદી

એચ.કે. પાટીલ

ક્રિષ્ના બાયરે ગૌડા

એન. ચેલુવરાયસ્વામી

કે. વેંકટેશ

એચ.સી. મહાદેવપ્પા

ઈશ્વર ખંડરે

ક્યાથસન્દ્ર એન રાજન્ના

દિનેશ ગુંડુ રાવ

શરણબસપ્પા દર્શનાપુર

શિવાનંદ પાટીલ

તિમ્માપુર રામાપ્પા બલપ્પા

એસ.એસ. મલ્લિકાર્જુન

તંગદગી શિવરાજ સંગપ્પા

શરણપ્રકાશ રુદ્રપ્પા

પાટીલ મનકલ વૈદ્ય

લક્ષ્મી આર હેબ્બલકર

રહીમ ખાન

ડી. સુધાકર

સંતોષ એસ લાડ

એનએસ બોસેરાજુ

સુરેશ બી.એસ

મધુ બંગરપ્પા

ડો. એમસી સુધાકર

બી નાગેન્દ્ર

આ પણ વાંચો : Nitish Kumar: નવા સંસદ ભવન પર નીતિશ કુમારના ભાજપ પર પ્રહાર, કહ્યુ- તે બધા ઈતિહાસ બદલી નાખશે

કેબિનેટ વિસ્તરણનો સીએમનો નિર્ણય – સુરજેવાલા

કેબિનેટ વિસ્તરણને લઈને કોંગ્રેસના નેતા રણદીપ સુરજેવાલાએ કહ્યું કે કેબિનેટનું વિસ્તરણ કરવાનો નિર્ણય મુખ્યમંત્રીનો છે અને તેમાં તેઓ કોનો સમાવેશ કરે છે, તે પણ તેઓ ત્યાં જ નક્કી કરશે. સિદ્ધારમૈયાએ પાર્ટી સાથે ઘણા નામો પર ચર્ચા કરી છે. અમે તેમના પર છોડી દીધું છે કે તેઓ જેને ઈચ્છે તેને સામેલ કરે.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો