Karnataka Elections 2023: સોનિયા ગાંધી આજે કર્ણાટકમાં ચૂંટણી રેલીને સંબોધશે, હુબલીમાં કરશે પ્રચાર

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી પણ આજે કર્ણાટકન ચૂંટણીના પ્રચાર માટે મેદાને ઉતરશે. તે હુબલી જિલ્લામાં એક ચૂંટણી રેલીને સંબોધશે. કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં સોનિયા પહેલીવાર કોંગ્રેસ માટે પ્રચાર કરશે. સોનિયા લાંબા સમય પછી ચૂંટણી પ્રચારમાં જોવા મળશે.

Karnataka Elections 2023: સોનિયા ગાંધી આજે કર્ણાટકમાં ચૂંટણી રેલીને સંબોધશે, હુબલીમાં કરશે પ્રચાર
Karnataka Elections
| Edited By: | Updated on: May 06, 2023 | 9:56 AM

કર્ણાટકમાં વિધાનસભા ચૂંટણી માટે પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. તમામ પક્ષોના દિગ્ગજો ચૂંટણી પ્રચાર માટે મેદાનમાં ઉતર્યા છે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી પણ આજે હુબલીમાં ચૂંટણી રેલીને સંબોધશે. કર્ણાટકમાં 10 મેના રોજ યોજાનારી વિધાનસભા ચૂંટણી માટે આ તેમની પ્રથમ રેલી હશે.

હુબલી-ધારવાડ મધ્યમાં કોંગ્રેસના ઉમેદવાર પૂર્વ મુખ્યમંત્રી જગદીશ શેટ્ટર છે. ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા વિધાનસભા ચૂંટણી માટે ટિકિટ નકારવામાં આવ્યા બાદ શેટ્ટર કોંગ્રેસમાં જોડાયા હતા. આ સીટ માટે ભાજપ તરફથી મહેશ ટેનગીંકાઈ મેદાનમાં છે. પાર્ટીના સૂત્રોએ ગુરુવારે જણાવ્યું હતું કે, “સોનિયા ગાંધી 6 મેના રોજ લગભગ 12.30 વાગ્યે પહોંચશે અને એક ચૂંટણી રેલીને સંબોધિત કર્યા પછી લગભગ 3.30 વાગ્યે ત્યાંથી પરત ફરશે. આ તેમની એકમાત્ર જાહેર સભા છે.”

હુબલી જિલ્લામાં એક ચૂંટણી રેલીને સંબોધશે

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી પણ આજે કર્ણાટકન ચૂંટણીના પ્રચાર માટે મેદાને ઉતરશે. તે હુબલી જિલ્લામાં એક ચૂંટણી રેલીને સંબોધશે. કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં સોનિયા પહેલીવાર કોંગ્રેસ માટે પ્રચાર કરશે. સોનિયા લાંબા સમય પછી ચૂંટણી પ્રચારમાં જોવા મળશે. તમને જણાવી દઈએ કે કર્ણાટકની 224 સભ્યોની વિધાનસભા માટે 10 મેના રોજ એક જ તબક્કામાં મતદાન થશે અને 13 મેના રોજ પરિણામ જાહેર કરવામાં આવશે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર આ ચૂંટણીમાં કુલ 5,21,73,579 મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરશે.

કોંગ્રેસના ‘ભ્રષ્ટાચાર રેટ કાર્ડ’ અંગે ભાજપે પંચને કરી ફરિયાદ

તે જ સમયે, કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ દ્વારા જારી કરાયેલા ‘ભ્રષ્ટાચાર રેટ કાર્ડ’ અંગે ભાજપે ચૂંટણી પંચને ફરિયાદ કરી છે. ભાજપે શુક્રવારે કહ્યું હતું કે જો કોંગ્રેસ સત્તામાં આવે તો કર્ણાટકને લૂંટવાની યોજના સાથે તૈયાર છે અને તેની પાસે ‘ટ્રાન્સફર, પોસ્ટિંગ અને કમિશન’ માટે રેટ કાર્ડ છે. ભાજપના કર્ણાટક પ્રભારી અરુણ સિંહે કહ્યું કે કોંગ્રેસે તેનું રેટ લિસ્ટ જાહેર કર્યું છે. સત્તા પર આવવા પર લુંટવાની સંપૂર્ણ યોજના છે પરંતુ પાર્ટી માટે તે સપનું બનીને રહી જશે. લોકો બધું જાણે છે. તેમણે ટ્વીટ કર્યું કે, ભાજપ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં પૂર્ણ બહુમત સાથે તેની ‘ડબલ એન્જિન’ સરકાર બનાવવા જઈ રહી છે.

કોંગ્રેસે શુક્રવારે રાજ્યમાં સત્તારૂઢ ભાજપ સરકારના વિવિધ ‘કૌભાંડો’ દર્શાવતું ‘કરપ્શન રેટ કાર્ડ’ બહાર પાડ્યું હતું. આમાં રાજ્યના કોન્ટ્રાક્ટરો દ્વારા વસૂલવામાં આવતા ’40 ટકા કમિશન’નો પણ સમાવેશ થાય છે. કર્ણાટક કોંગ્રેસ પાર્ટીના નેતાઓએ અંગ્રેજી અને કન્નડ બંનેમાં ભ્રષ્ટાચાર રેટ કાર્ડ બહાર પાડતા આરોપ લગાવ્યો કે રાજ્યની ભાજપ સરકારે છેલ્લા ચાર વર્ષમાં 1,50,000 કરોડ રૂપિયાની લૂંટ કરી છે. કોંગ્રેસે તેના ‘કરપ્શન રેટ કાર્ડ’માં જણાવ્યું હતું કે મુખ્યમંત્રી પદની કિંમત રૂ. 2,500 કરોડ છે જ્યારે એક મંત્રીની કિંમત રૂ. 500 કરોડ છે.