કર્ણાટક વિધાનસભાની 224 બેઠકો માટે મતગતરીનો પ્રારંભ થયો છે. જેમાં ભાજપ, કોંગ્રેસ અને જેડીએસ વચ્ચે કડી ટક્કર ચાલી રહી છે. જ્યારે એક્ઝિટ પોલ કર્ણાટકમાં ત્રિશંકુ વિધાનસભાની આગાહી કરવા આવી રહી છે. કોંગ્રેસને થોડો ફાયદો થતો જોવા મળી રહ્યો છે, જ્યારે ભાજપ પાછળ છે. એચડી કુમારસ્વામીની પાર્ટી જનતા દળ (સેક્યુલર) સંભવિત રીતે કિંગમેકરની ભૂમિકા ભજવી શકે છે. 224 બેઠકોવાળી કર્ણાટક વિધાનસભામાં બહુમતીનો આંકડો 113 છે.
આ પણ વાંચો: PHOTOS: Karnataka Election Result : જાણો કર્ણાટકના 10 મોટા ચહેરાઓ વિશે
10 મેના રોજ કર્ણાટકમાં વિધાનસભા ચૂંટણી માટે મતદાન થયું હતું. સાંજે 5 વાગ્યા સુધી કર્ણાટકમાં રેકોર્ડતોડ 73.19 ટકા મતદાન થયું હતું. ત્યારે કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં હારજીત અને આગળ પાછળના સિલસિલા વચ્ચે 224 બેઠક પર કોણ ઉમેદવાર જીત્યા તે માટે ક્લિક કરો અને ફુલ લિસ્ટ વાંચી શકશો.