કર્ણાટક વિધાનસભા ચૂંટણી માટે ભાજપે સોમવારે પોતાનો ચૂટણી ઢંઢેરો જાહેર કર્યો છે. પાર્ટી વતી મેનિફેસ્ટો બહાર પાડતા, બીજેપી અધ્યક્ષે કહ્યું કે ફરી એકવાર અમે જનતાને આપેલા વચનો પૂરા કરવા માટે તૈયાર છીએ, આ પ્રસંગે ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જે પી નડ્ડા સાથે સીએમ બસવરાજ બોમાઈ સહિત ઘણા નેતાઓ હાજર હતા.
પાર્ટીએ તેના ઢંઢેરામાં દર વર્ષે ઉગાડી, ગણેશ ચતુર્થી અને દિવાળી પર બીપીએલ પરિવારોને ત્રણ ગેસ સિલિન્ડર આપવાનું વચન આપ્યું છે. એટલું જ નહીં, પોષણ યોજના હેઠળ દરેક બીપીએલ પરિવારને દરરોજ અડધો કિલો નંદિની દૂધ અને પાંચ કિલો રાશન કીટ આપવાની જાહેરાત કરવામાં આવી છે.
ખાસ કરીને ભાજપે પોતાના મેનિફેસ્ટોમાં 7 ‘A’ને ધ્યાનમાં રાખ્યું છે. તેમાં અન્ન, અક્ષરા, આરોગ્ય, અભિવૃદ્ધિ, આદયા અને અભયાનો સમાવેશ થાય છે. આ સાથે ભાજપે બીપીએલ કાર્ડ ધારકોને ત્રણ ફ્રી રાંધણ ગેસ સિલિન્ડર આપવાનું વચન આપ્યું છે. આ ઉપરાંત તેમણે પોષણ યોજના હેઠળ દરેક વોર્ડમાં અટલ આહાર કેન્દ્ર સ્થાપવાનું અને દરેક BPL કાર્ડ ધારક પરિવારને અડધો લિટર નંદિની દૂધ આપવાનું વચન આપ્યું છે.
The BJP manifesto includes– the implementation of Uniform Civil Code (UCC) in Karnataka based on the recommendations given by a high-level committee which is to be constituted for the purpose; to improve the “ease of living” of apartment dwellers in Bengaluru by constituting the…
— ANI (@ANI) May 1, 2023
ભાજપે રાજ્યમાં ગરીબોને 10 લાખ ઘર આપવાની પણ જાહેરાત કરી છે. તે જ સમયે, સામાજિક ન્યાય નિધિ યોજના હેઠળ, SC-ST મહિલાઓને પાંચ વર્ષ માટે 10,000 રૂપિયાની FDનું વચન આપવામાં આવ્યું છે.
તમને જણાવી દઈએ કે કર્ણાટકમાં વિધાનસભા ચૂંટણી માટે 10 મેના રોજ એક જ તબક્કામાં મતદાન થશે અને 13 મેના રોજ પરિણામ જાહેર કરવામાં આવશે. છેલ્લી વિધાનસભા ચૂંટણી અહીં મે 2018માં યોજાઈ હતી. કર્ણાટકમાં 224 વિધાનસભા સીટો છે. ગત વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 104 બેઠકો જીતી હતી. જ્યારે કોંગ્રેસે 80 અને જેડીએસને 37 બેઠકો મળી છે. જો કે આ ચૂટણીમાં કોઈ પક્ષને બહુમતી મળી નથી.
તાજેતરમાં, જનતા દળ (સેક્યુલર) એ કર્ણાટક વિધાનસભા ચૂંટણી માટે તેનો ચૂંટણી ઢંઢેરો બહાર પાડ્યો, જેમાં JDS દ્વારા મુસ્લિમો માટે ચાર ટકા અનામત પુનઃસ્થાપિત કરવાનું વચન આવ્યું છે. પાર્ટીએ તેના મેનિફેસ્ટોનું નામ “જનતા પ્રાણલિકા” (લોકોનો મેનિફેસ્ટો) રાખ્યું છે. JD(S) એ નંદિની બ્રાંડને બચાવવા માટે રાજ્યમાંથી અમૂલને “બહાર કાઢવા” સહિત અન્ય વચનો આપ્યા છે. પાર્ટીએ ખાનગી ક્ષેત્રમાં કન્નડીગાઓ માટે નોકરીઓ અનામત રાખવાની સાથે સાથે આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓ માટે મફત ઉચ્ચ શિક્ષણ માટે કાયદો બનાવવાની ખાતરી આપી છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
દેશ ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…