Gujarati NewsNationalKarnataka Election: 5 Karnataka issues including allowances, reservations and corruption that will decide who will win
Karnataka Election : ભથ્થા, અનામત અને ભ્રષ્ટાચાર સહિત કર્ણાટકના 5 મુદ્દા જે નક્કી કરશે કે કોણ જીતશે
કર્ણાટકમાં સ્થાનિક સ્તરે ચૂંટણી માટે એવા ઘણા મુદ્દા છે જે નક્કી કરશે કે કોણ જીતશે. કોંગ્રેસે ભાજપની સરખામણીમાં ઘણી મોટી જાહેરાતો કરી છે, જ્યારે ભાજપ મોદી મેજીક સહારે આગળ વધવાનો પ્રયાસ કરી રહી છે.
Follow us on
કર્ણાટકની ચૂંટણીને એક મહિનાથી પણ ઓછો સમય બાકી છે. જેને માટે રાજકીય પક્ષોએ પોતાની પૂરી તાકાત લગાવી દીધી છે. વિપક્ષના નેતા અને પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ તો કોંગ્રેસની 100 ટકા જીતનો દાવો પણ કર્યો છે. મહત્વનુ દરેક પક્ષે પોતપોતાની રણનીતિ બનાવી છે, પરંતુ સ્થાનિક સ્તરે આવા ઘણા મુદ્દા છે જે નક્કી કરશે કે આ વખતે કોણ જીતશે. કોંગ્રેસે ભાજપની સરખામણીમાં ઘણી મોટી જાહેરાતો કરી છે, જ્યારે ભાજપ મોદી મેજીકના સહારે આગળ વધવાનો પ્રયાસ કરી રહી છે.
કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં એવા કયા પાંચ મુદ્દા છે જે જીત નક્કી કરવામાં મદદ કરશે.
બેરોજગારી ભથ્થું: કોંગ્રેસ પહેલાથી જ બેરોજગારી મુદ્દે મોટો પાસો ફેંકી ચુકી છે. રાહુલ ગાંધી માર્ચમાં જ કર્ણાટક પહોંચ્યા હતા અને ઘણી મોટી જાહેરાતો કરી હતી. આમાં સૌથી મોટી જાહેરાત યુવા નિધિ યોજનાની હતી. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, છેલ્લા 45 વર્ષમાં અહીં સૌથી વધુ બેરોજગારી છે. કેન્દ્ર તેને રોકવા માટે કોઈ પગલું ભરી રહ્યું નથી. આ દરમિયાન રાહુલે બેરોજગાર ગ્રેજ્યુએટ્સને દર મહિને 3 હજાર રૂપિયા અને ડિપ્લોમા ધારકોને દર મહિને 1500 રૂપિયા આપવાની વાત કરી હતી. કોંગ્રેસની આ જાહેરાતને ચૂંટણીમાં મોટા વળાંક તરીકે જોવામાં આવી રહ્યો છે. આ એટલા માટે પણ હોઈ શકે કારણ કે ભાજપ અથવા અન્ય પક્ષોએ આ અંગે કોઈ જાહેરાત કે નિવેદન આપ્યું નથી.
આરક્ષણઃ કર્ણાટકમાં મુસ્લિમ આરક્ષણ મોટો મુદ્દો બની શકે છે. વાસ્તવમાં, ભાજપ સરકારે રાજ્યમાં OBC આરક્ષણ હેઠળ 30 વર્ષ પહેલાં મુસ્લિમો માટે 4 ટકા ક્વોટાની વ્યવસ્થા નાબૂદ કરી દીધી હતી. સુપ્રીમ કોર્ટે પણ આ મામલે સરકારને ફટકાર લગાવી છે. રાજ્યમાં મુસ્લિમ અનામતને લઈને ચર્ચા ચાલી રહી છે. જો આપણે તેનું ચૂંટણી ગણિત સમજીએ તો રાજ્યમાં 12.92% મુસ્લિમો છે. જો તે નક્કી કરે તો પછી પક્ષોની રમત બદલાઈ શકે છે.
ભ્રષ્ટાચાર: કોંગ્રેસે કર્ણાટક ભાજપના નેતાઓ અંગે ભ્રષ્ટાચારનો મુદ્દો જોરશોરથી ઉઠાવ્યો છે. કોંગ્રેસનું માનવું છે કે મતદારોને ભાજપથી દૂર રાખવાને બદલે ભ્રષ્ટાચારનો મુદ્દો પક્ષ માટે વધુ ફાયદાકારક સાબિત થઈ શકે છે. આ જ કારણ છે કે, કોંગ્રેસે ’40 ટકા પે-સિમ કરપ્શન’ અભિયાન શરૂ કર્યું. ઘણા સ્થાનિક અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે, સ્થાનિક લોકો પણ માને છે કે, ભાજપ સરકારમાં ભ્રષ્ટાચાર છે. જોકે આ અંગે કોઈ પુષ્ટી સમે આવી નથી.
મોદી મેજીક : બીજેપીએ હજી પણ કર્ણાટકમાં તેના સીએમ ઉમેદવારની જાહેરાત કરી નથી. ચૂંટણી જીતવા માટે પાર્ટી પીએમ મોદીની લોકપ્રિયતા પર નિર્ભર છે. પીએમની રેલીઓ માટે યોજનાઓ બનાવવામાં આવી રહી છે. હવે આ ખાસ કરીને એવા વિસ્તારોમાં કરવામાં આવશે જ્યાં પીએમ અત્યાર સુધી પહોંચી શક્યા નથી. આ સિવાય બી. એસ યેદિયુરપ્પા અને યોગી આદિત્યનાથ ઘણી રેલીઓ કરશે. પીએમની લોકપ્રિયતાથી ભાજપને ઘણો ફાયદો થઈ શકે તેમ છે.
મહિલાઓને ભથ્થુંઃ બેરોજગારી ભથ્થું બાદ કોંગ્રેસ દ્વારા મહિલા નેતાઓને આર્થિક મદદ આપવાનું વચન ચૂંટણીનો માર્ગ બદલી શકે છે. કોંગ્રેસની ચૂંટણીની જાહેરાત મુજબ જો પાર્ટી સત્તામાં આવશે તો દરેક ઘરની મહિલા વડાને 2000 રૂપિયા પ્રતિ માસ ભથ્થા તરીકે આપવામાં આવશે. રાજકીય વિશ્લેષકો આને કોંગ્રેસ માટે મોટો પડકાર ગણી રહ્યા છે.
દેશ અને દુનિયાના તાજા સમાચાર ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર