
Congress MLA : કર્ણાટકમાં ચાલી રહેલા હિજાબ વિવાદ (Karnataka Hijab Controversy) વચ્ચે કોંગ્રેસના ધારાસભ્ય કનીઝ ફાતિમા (Congress MLA Kaneez Fatima)એ તેમના સમર્થકો સાથે શનિવારે કલબુર્ગી જિલ્લા કલેક્ટર કચેરી (Kalaburagi District)ની બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું. રાજ્યના શિક્ષણ પ્રશાસને મુસ્લિમ શાળાની વિદ્યાર્થિનીઓ હિજાબ પહેરવા પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી છે.
મીડિયા સાથે વાત કરતા ફાતિમાએ કહ્યું કે તે વિધાનસભામાં હિજાબ પણ પહેરું છે. ફાતિમાએ રાજ્ય સરકારને પડકાર ફેંકતા કહ્યું કે સરકાર હિજાબ પહેરવાનું બંધ કરીને બતાવે. ફાતિમાએ કહ્યું, અમે હિજાબનો રંગ યુનિફોર્મના રંગ સાથે મેચ કરવા માટે તેને બદલવા માટે તૈયાર છીએ, પરંતુ અમે તેને પહેરવાનું બંધ કરી શકતા નથી. હું એસેમ્બલીમાં હિજાબ પણ પહેરું છું. જો સરકાર રોકી શકતી હોય તો મને આમ કરવાથી રોકે.
કર્ણાટક વિધાનસભા (Karnataka Assembly) માં ગુલબર્ગા (ઉત્તર) મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કરતી ફાતિમાએ એવો પણ આક્ષેપ કર્યો છે કે, રાજ્ય શિક્ષણ પ્રશાસન (State Education Administration) દ્વારા વિદ્યાર્થીનીઓને સતત હેરાન કરવામાં આવી રહી છે. ફાતિમાએ કહ્યું, તેમને (છોકરી વિદ્યાર્થીઓ)ને શાળાઓમાં પ્રવેશ આપવાનો ઇનકાર કરવામાં આવી રહ્યો છે. તે પણ એવા સમયે જ્યારે વાર્ષિક પરીક્ષાઓને માત્ર બે મહિના બાકી છે. તેના વિરોધમાં તમામ જાતિ અને ધર્મના લોકો ડીસી ઓફિસ, કલબુર્ગી ખાતે એકઠા થયા છે.
કોંગ્રેસના ધારાસભ્યએ એમ પણ કહ્યું કે, આ મુદ્દે રાજ્યના મુખ્યમંત્રી (Basavaraj Bommai)ને એક મેમોરેન્ડમ સુપરત કરવામાં આવશે અને બાદમાં ઉડુપીમાં પણ વિરોધ કરવામાં આવશે. ફાતિમાએ કહ્યું, ‘અત્યાર સુધી દરેક તેને (હિજાબ) પહેરતા હતા. હવે ઘણું મોડું થઈ ગયું છે. શા માટે તેઓ અચાનક અમને રોકે છે ? બુરખા-હિજાબ કોઈ નવી વાત નથી.
નોંધપાત્ર વાત એ છે કે, કર્ણાટક શિક્ષણ વિભાગે (Karnataka Education Department) શનિવારે એક આદેશ જાહેર કરીને કહ્યું કે, ‘તમામ શાળાઓએ રાજ્ય સરકાર દ્વારા નિર્ધારિત યુનિફોર્મનું પાલન કરવું પડશે. ખાનગી સંસ્થાઓના વિદ્યાર્થીઓએ પણ તેમના સંબંધિત મેનેજમેન્ટ દ્વારા નક્કી કરાયેલ ડ્રેસ કોડનું પાલન કરવાનું રહેશે