Kargil Vijay Diwas: કારગિલના “રિયલ હિરોઝ” જેમના પર ભારતીયોને હંમેશા ગૌરવ રહેશે

|

Jul 26, 2021 | 3:14 PM

કારગિલ વિજય દિવસની ઉજવણી દર વર્ષે કારગિલ યુદ્ધના હીરોઝના સન્માનમાં કરવામાં આવે છે. આ દિવસ કારગિલના દ્રાસ ક્ષેત્રમાં અને રાષ્ટ્રીય રાજધાની નવી દિલ્હીમાં કારગિલ વિજય દિવસની ઉજવણી કરવામાં આવે છે.

1 / 8
કારગિલ વિજય દિવસની ઉજવણી દર વર્ષે કારગિલ યુદ્ધના હીરોઝના સન્માનમાં કરવામાં આવે છે. આ દિવસ કારગિલ-દ્રાસ ક્ષેત્રમાં અને રાષ્ટ્રીય રાજધાની નવી દિલ્હીમાં ઉજવવામાં આવે છે, જ્યાં ભારતના વડા પ્રધાન દર વર્ષે ઈન્ડિયા ગેટ પર અમર જવાન જ્યોતિ ખાતે સૈનિકોને શ્રધ્ધાંજલિ આપે છે. સશસ્ત્ર દળોના યોગદાનને યાદ કરવા માટે દેશભરમાં કાર્યોનું પણ આયોજન કરવામાં આવે છે.

કારગિલ વિજય દિવસની ઉજવણી દર વર્ષે કારગિલ યુદ્ધના હીરોઝના સન્માનમાં કરવામાં આવે છે. આ દિવસ કારગિલ-દ્રાસ ક્ષેત્રમાં અને રાષ્ટ્રીય રાજધાની નવી દિલ્હીમાં ઉજવવામાં આવે છે, જ્યાં ભારતના વડા પ્રધાન દર વર્ષે ઈન્ડિયા ગેટ પર અમર જવાન જ્યોતિ ખાતે સૈનિકોને શ્રધ્ધાંજલિ આપે છે. સશસ્ત્ર દળોના યોગદાનને યાદ કરવા માટે દેશભરમાં કાર્યોનું પણ આયોજન કરવામાં આવે છે.

2 / 8
1999ના કારગિલ યુદ્ધમાં ભારતીય સૈનિકોએ શ્રેષ્ઠ દેખાવ કર્યો હતો. પોતાની બહાદુરી અને સાહસથી કારગીલ યુદ્ધમાં વિજય મેળવનાર  કેપ્ટન વિક્રમ બત્રા, યોગેન્દ્રસિંહ યાદવ ,લેફ્ટનન્ટ બલવાન સિંહ અને મેજર રાકેશ અધિકારીનો સમાવેશ થાય છે.જેની બહાદુરી પર ભારતીયોને હંમેશા ગર્વ રહેશે.

1999ના કારગિલ યુદ્ધમાં ભારતીય સૈનિકોએ શ્રેષ્ઠ દેખાવ કર્યો હતો. પોતાની બહાદુરી અને સાહસથી કારગીલ યુદ્ધમાં વિજય મેળવનાર કેપ્ટન વિક્રમ બત્રા, યોગેન્દ્રસિંહ યાદવ ,લેફ્ટનન્ટ બલવાન સિંહ અને મેજર રાકેશ અધિકારીનો સમાવેશ થાય છે.જેની બહાદુરી પર ભારતીયોને હંમેશા ગર્વ રહેશે.

3 / 8
કેપ્ટન વિક્રમ બત્રા

 માત્ર 24 વર્ષની ઉંમરે 1999 માં કારગિલ યુદ્ધ દરમિયાન તેઓ પાકિસ્તાની સેના સામેની લડાઈ દરમિયાન મુત્યુ પામ્યા હતા. તેમના ઉતકુષ્ઠ યોગદાન બદલ તેમને મરણોત્તર સર્વોચ્ચ યુદ્ધ સમયનો શૌર્ય એવોર્ડ આપવામાં આવ્યો હતો. તેમની બહાદુરી અને પરાક્રમને કારણે કેપ્ટન વિક્રમને ઘણા ટાઇટલથી નવાજવામાં આવ્યા હતા. વિક્રમ બત્રા 'ટાઇગર ઓફ દ્રાસ' અને  'કારગિલના સિંહ' તરીકે ઓળખવામાં આવતા હતા.

કેપ્ટન વિક્રમ બત્રા માત્ર 24 વર્ષની ઉંમરે 1999 માં કારગિલ યુદ્ધ દરમિયાન તેઓ પાકિસ્તાની સેના સામેની લડાઈ દરમિયાન મુત્યુ પામ્યા હતા. તેમના ઉતકુષ્ઠ યોગદાન બદલ તેમને મરણોત્તર સર્વોચ્ચ યુદ્ધ સમયનો શૌર્ય એવોર્ડ આપવામાં આવ્યો હતો. તેમની બહાદુરી અને પરાક્રમને કારણે કેપ્ટન વિક્રમને ઘણા ટાઇટલથી નવાજવામાં આવ્યા હતા. વિક્રમ બત્રા 'ટાઇગર ઓફ દ્રાસ' અને 'કારગિલના સિંહ' તરીકે ઓળખવામાં આવતા હતા.

4 / 8
ગ્રેનેડિયર યોગેન્દ્રસિંહ યાદવ 

યોગેન્દ્રસિંહ યાદવ અત્યાર સુધીના સૌથી ઓછી ઉંમરની વ્યક્તિ હતા કે જેમને પરમ વીર ચક્રથી નવાજવામાં આવ્યા હતા.યાદવે આ હુમલોની આગેવાની કરી હતી. પરંતુ દુશ્મનોના ગોળીબારને કારણે તેમના સાથીઓ સાથે તેઓને પણ ઈજા પહોંચી હતી,છતા તેઓએ લડત શરૂ રાખી હતી.જેને કારણે અનેક શિખરો પર ભારતે કબજો મેળવ્યો હતો.

ગ્રેનેડિયર યોગેન્દ્રસિંહ યાદવ યોગેન્દ્રસિંહ યાદવ અત્યાર સુધીના સૌથી ઓછી ઉંમરની વ્યક્તિ હતા કે જેમને પરમ વીર ચક્રથી નવાજવામાં આવ્યા હતા.યાદવે આ હુમલોની આગેવાની કરી હતી. પરંતુ દુશ્મનોના ગોળીબારને કારણે તેમના સાથીઓ સાથે તેઓને પણ ઈજા પહોંચી હતી,છતા તેઓએ લડત શરૂ રાખી હતી.જેને કારણે અનેક શિખરો પર ભારતે કબજો મેળવ્યો હતો.

5 / 8
મેજર રાકેશ અધિકારી

કારગિલ યુધ્ધ દરમિયાન 14 મે, 1999 ના રોજ  મેજર રાજેશ અધિકારી 16,000 ફૂટ પર બંકર કબજે કરવાનો પ્રયાસ કરતી ટીમનું નેતુત્વ કરી રહ્યા હતા.મેજર અધિકારીને આ લડાઈમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેને કારણે તેઓએ શહીદી વહોરી હતી. કારગિલ યુદ્ધમાં શહીદ થયેલ તે સેનાના બીજા અધિકારી હતા.તેમની બહાદુરી બદલ તેમને મરણોત્તર મહાવીર ચક્રથી નવાજવામાં આવ્યા હતા.

મેજર રાકેશ અધિકારી કારગિલ યુધ્ધ દરમિયાન 14 મે, 1999 ના રોજ મેજર રાજેશ અધિકારી 16,000 ફૂટ પર બંકર કબજે કરવાનો પ્રયાસ કરતી ટીમનું નેતુત્વ કરી રહ્યા હતા.મેજર અધિકારીને આ લડાઈમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેને કારણે તેઓએ શહીદી વહોરી હતી. કારગિલ યુદ્ધમાં શહીદ થયેલ તે સેનાના બીજા અધિકારી હતા.તેમની બહાદુરી બદલ તેમને મરણોત્તર મહાવીર ચક્રથી નવાજવામાં આવ્યા હતા.

6 / 8
મેજર વિવેક ગુપ્તા

 રાજપૂતાના 2 રાઇફલ્સમાં વિવેક ગુપ્તા મેજર તરીકે કાર્યરત હતા.બહાદુરીપુર્વક દુશ્મનોનો સામનો કરીને તેમણે બે બંકર કબજે કર્યા હતા.ઉલ્લેખનીય છે કે,રાજપૂતાના રાઇફલ્સમાં કાર્યરત થયાના બરાબર સાત વર્ષ પછી તેમનું મૃત્યુ થયું હતુ.

મેજર વિવેક ગુપ્તા રાજપૂતાના 2 રાઇફલ્સમાં વિવેક ગુપ્તા મેજર તરીકે કાર્યરત હતા.બહાદુરીપુર્વક દુશ્મનોનો સામનો કરીને તેમણે બે બંકર કબજે કર્યા હતા.ઉલ્લેખનીય છે કે,રાજપૂતાના રાઇફલ્સમાં કાર્યરત થયાના બરાબર સાત વર્ષ પછી તેમનું મૃત્યુ થયું હતુ.

7 / 8
દિગેન્દ્ર કુમાર

નાઈક ​​દેવેન્દ્ર કુમારે 15,000 ફૂટની ઉંચાઇ પર આવેલા ટોલોલિંગ પર ફરીથી કબજે કરવાની યોજના માટે તેઓ જાણીતા છે. તેમની આ યોજનાથી તત્કાલિન સૈન્ય અધ્યક્ષ જનરલ વી.પી.મલિકને આશ્ચર્ય થયું હતું. કારણ કે દુશ્મન જેવો જ માર્ગ અનુસરવાનો તેમનો વિચાર સૈન્ય પ્રમુખ ને જોખમી લાગતો હતો.પરંતુ નાઇક દેવેન્દ્ર કુમારે આગ્રહ રાખીને આ મિશન પર પ્રયાણ કર્યું હતુ. તેમણે પાકિસ્તાની સેનાના મેજર અનવર ખાનને મારીને પહાડની ટોચ પર ભારતીય ધ્વજ લહેરાવ્યો હતો.

દિગેન્દ્ર કુમાર નાઈક ​​દેવેન્દ્ર કુમારે 15,000 ફૂટની ઉંચાઇ પર આવેલા ટોલોલિંગ પર ફરીથી કબજે કરવાની યોજના માટે તેઓ જાણીતા છે. તેમની આ યોજનાથી તત્કાલિન સૈન્ય અધ્યક્ષ જનરલ વી.પી.મલિકને આશ્ચર્ય થયું હતું. કારણ કે દુશ્મન જેવો જ માર્ગ અનુસરવાનો તેમનો વિચાર સૈન્ય પ્રમુખ ને જોખમી લાગતો હતો.પરંતુ નાઇક દેવેન્દ્ર કુમારે આગ્રહ રાખીને આ મિશન પર પ્રયાણ કર્યું હતુ. તેમણે પાકિસ્તાની સેનાના મેજર અનવર ખાનને મારીને પહાડની ટોચ પર ભારતીય ધ્વજ લહેરાવ્યો હતો.

8 / 8
લેફ્ટનન્ટ બલવંત સિંહ

લેફ્ટનન્ટ બલવાનસિંઘ હવે કર્નલ છે. કારગિલ યુધ્ધ દરમિયાન તેમને ટાઇગર હિલની જવાબદારી સોંપવામાં આવી હતી.આ લડાઈ દરમિયાન તેમને ગંભીર રીતે ઈજા પહોંચી હતી. છતા તેમણે ચાર પાકિસ્તાનોને ઠાર કર્યો હતા. તેમણે ટાઇગર હિલની ટોચ પર ભારતીય ત્રિરંગો ફરકાવીને ટાઈગર હિલને રબજે કર્યું હતું અને બાદમાં તેની બહાદુરી માટે તેમને મહાવીર ચક્રથી નવાજવામાં આવ્યા હતા. ટાઇગર હિલ માટે પ્રયાણ કરતા પહેલા લેફ્ટનન્ટ બલવાન સિંહ પોતાના સૈનિકો સાથે વચન લીધુ હતુ કે "ચાહે કુછ ભી હો જાયે, ટાઇગર હિલ પે તિરંગા લહેરાયેંગે".

લેફ્ટનન્ટ બલવંત સિંહ લેફ્ટનન્ટ બલવાનસિંઘ હવે કર્નલ છે. કારગિલ યુધ્ધ દરમિયાન તેમને ટાઇગર હિલની જવાબદારી સોંપવામાં આવી હતી.આ લડાઈ દરમિયાન તેમને ગંભીર રીતે ઈજા પહોંચી હતી. છતા તેમણે ચાર પાકિસ્તાનોને ઠાર કર્યો હતા. તેમણે ટાઇગર હિલની ટોચ પર ભારતીય ત્રિરંગો ફરકાવીને ટાઈગર હિલને રબજે કર્યું હતું અને બાદમાં તેની બહાદુરી માટે તેમને મહાવીર ચક્રથી નવાજવામાં આવ્યા હતા. ટાઇગર હિલ માટે પ્રયાણ કરતા પહેલા લેફ્ટનન્ટ બલવાન સિંહ પોતાના સૈનિકો સાથે વચન લીધુ હતુ કે "ચાહે કુછ ભી હો જાયે, ટાઇગર હિલ પે તિરંગા લહેરાયેંગે".

Next Photo Gallery