ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્ય પ્રધાન અને રાજસ્થાનના પૂર્વ રાજ્યપાલ કલ્યાણ સિંહનું લાંબી માંદગી બાદ શનિવારે 21મી ઓગસ્ટની મોડી સાંજે નિધન થયું. તેમણે 89 વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ લીધા. પૂર્વ મુખ્ય પ્રધાન કલ્યાણ સિંહના અંતિમ સંસ્કાર અલીગઢમાં ગંગા કિનારે નરોરા ઘાટ ખાતે 23 ઓગસ્ટેને સોમવારે સંપૂર્ણ રાજકીય સન્માન સાથે કરવામાં આવશે. ઉતરપ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે ત્રણ દિવસનો રાજકીય શોક જાહેર કર્યો છે. પૂર્વ મુખ્યમંત્રીના અંતિમ સંસ્કાર સંપૂર્ણ રાજકીય સન્માન સાથે કરવામાં આવશે. કલ્યાણ સિંહને લોકો શ્રદ્ધાજલી આપી શકે તે માટે તેમનો પાર્થિવ દેહ રવિવાર 22 ઓગસ્ટે ઉતરપ્રદેશના ભાજપ કાર્યાલયમાં રાખવામાં આવશે.
શનિવારે રાત્રે સંજય ગાંધી ઈન્સ્ટીટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ (એસજીપીજીઆઈ) દ્વારા બહાર પાડવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું હતુ કે ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્ય પ્રધાન અને રાજસ્થાનના પૂર્વ રાજ્યપાલ કલ્યાણ સિંહ લાંબા સમયથી બીમાર હતા અને તેમના અંગોએ ધીમે ધીમે કામ કરવાનું બંધ કરી દીધું હતું. આ પછી, શનિવારે મોડી સાંજે તેમનું અવસાન થયું. ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ, નાયબ મુખ્ય પ્રધાન કેશવ પ્રસાદ મૌર્ય, ઉતરપ્રદેશ ભાજપના પ્રમુખ સ્વતંત્ર દેવ સિંહે લખનૌમાં પૂર્વ મુખ્યપ્રધાન કલ્યાણ સિંહને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. ઉતરપ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે રાજકીય શોક જાહેર કર્યો છે. તો કલ્યાણ સિંહના અંતિમ સંસ્કારના દિવસે ( 23 ઓગસ્ટે ) જાહેર રજા રાખવાની જાહેરાત કરવામાં આવી છે.
પહેલા હાર અને પછી વિજય કાફલો
1962 ની ચૂંટણીમાં જનસંઘે તેમને અત્રૌલીથી મેદાનમાં ઉતાર્યા હતા. પ્રથમ ચૂંટણી જંગમાં કલ્યાણ સિંહને સોશિયાલિસ્ટ પાર્ટીના બાબુ સિંહે હરાવ્યા હતા. પરંતુ તેણે પોતાનો વિસ્તાર છોડ્યો નહીં. ગામડે ગામડે ફર્યા અને જ્યારે પાંચ વર્ષ પછી ચૂંટણી યોજાઈ ત્યારે કલ્યાણસિંહ જીત્યા હતા.
કલ્યાણ સિંહની આ શરૂઆત હતી. આ પછી કલ્યાણ સિંહ અત્રૌલીથી વારંવાર સતત જીત્યા. તેવો વર્ષ 1967, 1969, 1974 અને 1977. સતત ચાર ટર્મમાં ધારાસભ્ય બન્યા. 1980 માં તેઓ કોંગ્રેસના અનવર ખાન સામે હારી ગયા હતા. પરંતુ પ્રથમ વખતની જેમ કલ્યાણ સિંહ 1985 માં ભાજપની ટિકિટ પર પરત ફર્યા અને પછી 2004 સુધી અત્રૌલીથી ધારાસભ્ય બન્યા.
યુપીમાં રામ મંદિરનો મુદ્દો
1980 માં રચાયેલી ભાજપને વર્ષ 1984 માં અયોધ્યા રામ મંદિર મુદ્દો મળ્યો. વર્ષ 1986 માં એક જિલ્લા ન્યાયાધીશે મંદિરના દરવાજા ખોલવાનો એક જિલ્લા અદાલતે વડા પ્રધાન રાજીવ ગાંધીના શાસનને આદેશ આપ્યો હતો. હિન્દુઓને પૂજા કરવાની પરવાનગી મળી. આ પછી મુસ્લિમો દ્વારા બાબરી મસ્જિદ એક્શન કમિટીની રચના કરવામાં આવી અને પૂજા બંધ કરવાની માંગણી શરૂ કરી.
રામ મંદિર મુદ્દો યુપીમાં ભાજપના વિસ્તરણનું મહત્વનું હથિયાર બન્યું. લાલકૃષ્ણ અડવાણીએ દેશમાં રથયાત્રાનું આયોજન કર્યું. 30 ઓક્ટોબર 1990 ના રોજ યુપીના તત્કાલીન મુખ્યમંત્રી મુલાયમ સિંહ યાદવે અયોધ્યામાં ભેગા થયેલા કાર સેવકો પર ગોળીબાર કર્યો હતો. જેના લીધે રામ મંદિરનો મુદ્દો એક આંદોલનનો આકાર લેવા તરફ આગળ વધ્યો.
કલ્યાણ ભાજપના રથના સારથી બન્યા
આ બધાની વચ્ચે વર્ષ 1991 માં યુપી વિધાનસભાની ચૂંટણી માટે બ્યુગલ વાગ્યું. દેશમાં મંડળ અને કમંડળનું રાજકારણ શરૂ થયું હતું. ભાજપ જેને સવર્ણનો પક્ષ કહેવામાં આવતો હતો તેણે સમયનું નાજુકતાને સમજીને કલ્યાણસિંહને પછાત લોકોનો ચહેરો બનાવીને રાજકારણની પ્રયોગશાળામાં ઉતારી દીધો. કલ્યાણ સિંહની છબી પછાત નેતા તેમજ ફાયરબ્રાન્ડ હિન્દુ નેતા તરીકે મજબૂત બની હતી. યુપીમાં 425 માંથી 221 બેઠકો જીતીને ભાજપે સત્તાના રથ પર સવાર થઈ કલ્યાણ સિંહને રથ પર બેસાડ્યા.
Published On - 7:30 am, Sun, 22 August 21