ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્ય પ્રધાન કલ્યાણ સિંહ ગત 4 જુલાઈએ કોરોનાના સંક્રમણ અને અન્ય કેટલીક સ્વાસ્થ્ય સંબંધિત તકલીફને લઈને SGPGI ના ઇન્ટેન્સિવ કેર યુનિટમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમના શરીરના કેટલાક ભાગોએ કામ કરવાનું બંધ કરી દીધું હતું અને શનિવાર 21 ઓગસ્ટના રોજ તેમનું મૃત્યુ થયું હતું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) રવિવારે લખનૌ પહોંચીને ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્ય પ્રધાન અને રામ મંદિર આંદોલનના અગ્રણી નેતાઓમાંના એક કલ્યાણ સિંહને શ્રદ્ધાંજલિ આપી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી મોદી રવિવાર 23 ઓગસ્ટના રોજ સવારે લખનૌના મોલ એવન્યુ ખાતે આવેલા કલ્યાણસિંહના નિવાસસ્થાને પહોંચ્યા હતા જ્યાં તેમનો પાર્થિવદેહ રાખવામાં આવ્યો છે.
વડાપ્રધાને કલ્યાણસિંહના અંતિમ દર્શન કરીને શ્રદ્ધાંજલિ આપી હતી. આ સમયે વડાપ્રધાનની સાથે ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ના રાષ્ટ્રીય પ્રમુખ જેપી નડ્ડા, ઉતર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ અને ઉતરપ્રદેશ ભાજપના પ્રદેશ પ્રમુખ સ્વતંત્ર દેવ સિંહ પણ હાજર રહ્યા હતા. ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને રાજસ્થાનના ભૂતપૂર્વ રાજ્યપાલ કલ્યાણ સિંહનું શનિવાર 21 ઓગસ્ટની રાત્રે 9:15 કલાકે લખનૌમાં સંજય ગાંધી પોસ્ટ ગ્રેજ્યુએટ ઇન્સ્ટિટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ- SGPGI ( Sanjay Gandhi Post Graduate Institute of Medical Sciences ) માં અંતિમ શ્વાસ લીધા હતા.
કલ્યાણસિંહ 89 વર્ષના હતા. છેલ્લા ઘણા સમયથી બીમાર હતા. વડાપ્રધાન કાર્યાલયે ટ્વિટ કર્યું હતુ, ‘વડાપ્રધાન નરેન્દ્ર મોદી પૂર્વ મુખ્યમંત્રી અને ઉત્તર પ્રદેશના રાજકારણી કલ્યાણ સિંહ જીને અંતિમ શ્રદ્ધાંજલિ આપવા લખનૌ પહોંચ્યા.’ તેઓ વંચિત વર્ગોના કરોડો લોકોના અવાજ હતા. તેમણે ખેડૂતો, યુવાનો અને મહિલાઓના સશક્તિકરણ માટે અગણિત પ્રયાસો કર્યા. તેમનું સમર્પણ અને સેવા ભાવના લોકોને પ્રેરણા આપતી રહેશે.
Shri Kalyan Singh Ji made Jan Kalyan his life Mantra. He worked for the development of UP and the nation. He became synonymous with honesty and good administration: PM @narendramodi
— PMO India (@PMOIndia) August 22, 2021
કલ્યાણસિંહના નિધન અંગેના સમાચાર મળ્યા બાદ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલ ટ્વિટમાં જણાવ્યુ હતુ કે આ દુખની ઘડીએ મારી પાસે શબ્દો નથી. કલ્યાણસિહ જમીન સાથે જોડાયેલા રાજનેતા હતા. ઉતરપ્રદેશના વિકાસમાં તેમની ભૂમિકા મહત્વની રહી છે.
दुख की इस घड़ी में मेरे पास शब्द नहीं हैं। कल्याण सिंह जी जमीन से जुड़े बड़े राजनेता और कुशल प्रशासक होने के साथ-साथ एक महान व्यक्तित्व के स्वामी थे। उत्तर प्रदेश के विकास में उनका योगदान अमिट है। शोक की इस घड़ी में उनके परिजनों और समर्थकों के प्रति मेरी गहरी संवेदनाएं। ओम शांति! pic.twitter.com/Z3fq49n1yE
— Narendra Modi (@narendramodi) August 21, 2021
આ પણ વાંચોઃ Kalyan Singh Passes Away: સોમવાર 23 ઓગસ્ટે અલીગઢના નરોરા ઘાટ પર કલ્યાણસિંહના કરાશે અંતિમ સંસ્કાર