શ્રદ્ધા મર્ડર કેસ: આફતાબની જ્યુડિશિયલ કસ્ટડી 14 દિવસ માટે લંબાવાઈ

|

Jan 10, 2023 | 12:34 PM

આફતાબ પૂનાવાલાએ કથિત રીતે 27 વર્ષીય શ્રદ્ધાનું ગળું દબાવીને હત્યા કરી તેના શરીરના 35 ટુકડા કરી નાખ્યા હતા, જેને તેણે લગભગ ત્રણ અઠવાડિયા સુધી તેના મહેરૌલીમાં આવેલા ઘરે 300 લિટરના ફ્રિજમાં રાખ્યા હતા અને પછી તેને ઘણા દિવસો સુધી સમગ્ર શહેરમાં ફેંકતો રહેતો હતો.

શ્રદ્ધા મર્ડર કેસ: આફતાબની જ્યુડિશિયલ કસ્ટડી 14 દિવસ માટે લંબાવાઈ
Image Credit source: Tv9 ભારતવર્ષ

Follow us on

દિલ્હીની સાકેત કોર્ટે શ્રદ્ધા મર્ડર કેસના આરોપી આફતાબ પૂનાવાલાની ન્યાયિક કસ્ટડીમાં 14 દિવસનો વધારો કર્યો છે. આફતાબ પૂનાવાલાએ અભ્યાસ માટે કાયદાના કેટલાક પુસ્તકોની માંગ કરી છે. આ સાથે જ કોર્ટે અધિકારીઓને આફતાબને ગરમ કપડાં આપવાનો પણ નિર્દેશ આપ્યો છે. આફતાબ પૂનાવાલાએ કથિત રીતે 27 વર્ષીય શ્રદ્ધાનું ગળું દબાવીને હત્યા કરી તેના શરીરના 35 ટુકડા કરી નાખ્યા હતા, શરીરના ટુકડાને લગભગ ત્રણ અઠવાડિયા સુધી તેના મહેરૌલીમા આવેલા ઘરે 300 લિટરના ફ્રિજમાં રાખ્યા હતા અને પછી તેને ઘણા દિવસો સુધી સમગ્ર શહેરમાં ફેંકતો હતો. પોલીસે આફતાબ પૂનાવાલાના નાર્કો ટેસ્ટ પણ કર્યા હતા. ફોરેન્સિક ટીમે આરોપી આફતાબને 35 પ્રશ્નો પૂછ્યા હતા.

શ્રદ્ધાએ આફતાબ વિરૂદ્ધ કરી હતી ફરિયાદ

એવું કહેવાય છે કે શ્રદ્ધાએ 2 વર્ષ પહેલા મુંબઈ પોલીસમાં આફતાબના હિંસક વલણની ફરિયાદ કરી હતી. શ્રદ્ધાએ વર્ષ 2020માં મુંબઈની પાલઘર પોલીસને ફરિયાદ પત્ર લખ્યો હતો. આ મુજબ તેણે આફતાબ પર આરોપ લગાવ્યો હતો કે તેનો લિવ-ઈન પાર્ટનર આફતાબ તેને મારતો હતો. મહારાષ્ટ્ર પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે તે સમયે આરોપી આફતાબ સામે જરૂરી કાર્યવાહી કરી હતી.

સમગ્ર ઘટનાક્રમ

પોલીસ અનુસાર, 2022ના મે મહિનામાં 27 વર્ષનાં શ્રદ્ધા વાલકરની આફતાબ પૂનાવાલાએ પહેલાં હત્યા કરી અને પછી તેમના શરીરના 35 ટુકડા કરીને જંગલના અલગ-અલગ વિસ્તારોમાં ફેંકી દીધા. તેઓ લિવ-ઇન રિલેશન એટલે કે લગ્ન વગર એક સાથે રહેતાં હતાં. પોલીસે આફતાબની ધરપકડ કરી લીધી છે અને તેમની પૂછપરછ કરાઈ રહી છે. પૂછપરછ દરમિયાન પોલીસ આફતાબને ઘટનાસ્થળે પણ લઈ ગઈ જ્યાં તેણે શ્રદ્ધાના શરીરના ટુકડા ફેંક્યા હતા. પોલીસને અપાયેલી જાણકારીમાં જણાવાયું છે કે શ્રદ્ધા મહારાષ્ટ્રના પાલઘરનાં રહેવાસી હતાં અને યુવતીનો પરિવાર આ સંબંધથી નાખુશ હતો. સાથે જ આફતાબ અને તેમની પ્રેમિકાનો હત્યાના દિવસે પણ ઝઘડો થયો હતો.

Moong dal : ફળગાવેલા મગમાં સોયાબીન આ રીતે મિક્સ કરીને ખાવો, લોહીનું લેવલ વધારશે
અબજોપતિઓ કેમ નથી લગાવતા તેમના Phone પર કવર? કારણ જાણી ચોંકી જશો
આ એક કામ કરીને જલદી અમીર બની શકો છો તમે ! પ્રેમાનંદ મહારાજે જણાવી ટ્રિક
આજનું રાશિફળ તારીખ : 21-01-2025
Trump in Diamond : સુરતના વેપારીએ ડોનાલ્ડ ટ્રમ્પના ચહેરાવાળો હીરો બનાવ્યો, જુઓ Video
ટીમ ઈન્ડિયાના બે સ્ટાર ક્રિકેટર ટીમની બહાર, નહીં રમે આ મેચ

ક્રાઇમ શો જોતો હતો આફતાબ

પોલીસ પ્રમાણે, શ્રદ્ધાના મૃતદેહને ઠેકાણે લગાડવાની યુક્તિ આફતાબે ‘ડેક્સટર’ સિરીઝથી મેળવી. જાણકારી અનુસાર ડેક્સટર એક અમેરિકાન ટીવી સિરીઝ છે જે વર્ષ 2006થી 2013 સુધી પ્રસારિત થઈ હતી. આ ટીવી સિરીઝની કહાણી ડેક્સટર મૉર્ગનની આસપાસ ફરે છે જે એક ફૉરેન્સિક ટૅકનિશિયન છે અને સિરિયલ કિલર તરીકે એક દ્વિમુખી જીવન જીવી રહ્યો છે. આ સિરીઝમાં બતાવાયું છે કે તે એ લોકોની હત્યા કરે છે જેને કાયદા અંતર્ગત મુક્ત કરી દેવાયા હોય છે. પોલીસ સામે આફતાબે મર્ડરનું કારણ આપતાં કહ્યું છે કે શ્રદ્ધા તેના પર લગ્ન બાબતે દબાણ કરી રહ્યાં હતાં

Next Article