સુપ્રીમ કોર્ટ પહોંચ્યો જોશીમઠ ભૂસ્ખલનનો મામલો, પીઆઈએલ દાખલ કરવામાં આવી

|

Jan 07, 2023 | 7:04 PM

જોશીમઠમાં થઈ રહેલા ભૂસ્ખલન અંગે તેઓએ ચિંતા વ્યક્ત કરતાં કહ્યું કે જ્યોતિર્મઠ પણ તેની પકડમાં આવી રહ્યું છે. તેમણે રાજ્ય સરકાર પાસે ભૂસ્ખલનથી પ્રભાવિત પરિવારોને ઝડપથી રાહત આપવામાં આવે અને તેમના પુનર્વસન માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવેની માગ કરી છે.

સુપ્રીમ કોર્ટ પહોંચ્યો જોશીમઠ ભૂસ્ખલનનો મામલો, પીઆઈએલ દાખલ કરવામાં આવી
Hearing on Joshimath crisis in Supreme Court today

Follow us on

જોશીમઠ ભૂસ્ખલનનો મામલો હવે સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. ભૂસ્ખલનના કારણે અત્યાર સુધી 561થી વધુ મકાનોમાં તિરાડો પડી ગઈ છે ત્યારે લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે ત્યારે આજે આ મામલે સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીજી મહારાજે પોતાના વકીલ મારફતે સુપ્રીમ કોર્ટના દરવાજા ખટખટાવી પીઆઈએલ દાખલ કરી છે. ત્યારે આ અંગેની માહિતી સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીના મીડિયા ઈન્ચાર્જ ડો. શૈલેન્દ્ર યોગી ઉર્ફે યોગીરાજ સરકારે આપી છે.

સુપ્રીમ કોર્ટમાં પીઆઈએલ થઈ દાખલ

જોશીમઠ ભૂસ્ખલનને લઈને લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે. ત્યારે આ મામલે સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીજી મહારાજે પોતાના વકીલ મારફતે સુપ્રીમ કોર્ટમાં પીઆઈએલ દાખલ કરાવી છે. તેમજ જોશીમઠમાં થઈ રહેલા ભૂસ્ખલન અંગે તેઓએ ચિંતા વ્યક્ત કરતાં કહ્યું કે જ્યોતિર્મઠ પણ તેની પકડમાં આવી રહ્યું છે. તેમણે રાજ્ય સરકાર પાસે ભૂસ્ખલનથી પ્રભાવિત પરિવારોને ઝડપથી રાહત આપવામાં આવે અને તેમના પુનર્વસન માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવેની માગ કરી છે.

લાંબા સમયથી ચિંતા વ્યક્તમાં આવી હતી

સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ કહ્યું કે હિમાલયમાં શું થઈ રહ્યું છે તે અંગે લાંબા સમયથી ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી હતી. જેની સતત અવગણના કરવામાં આવી હતી, ત્યારે તેના પરિણામો હવે સામે આવવા લાગ્યા છે. જમીન ઘટી જવા માટે જુદા જુદા કારણો આપવામાં આવી રહ્યા છે. તેમણે કહ્યું કે સરકારે ચોક્કસ કારણ શોધવું જોઈએ.

શું જમતા પહેલા પાણી પીવાથી ખરેખર ઓછું થાય છે વજન? જાણો સત્ય
3.5 કરોડની કાર ખરીદનાર આ અભિનેતાનું કાર કલેક્શન છે ગજબનું, જુઓ ફોટો
Vastu Tips : ઘરમાં રાખો આ મૂર્તિ, ક્યારેય સંપત્તિની કમી નહી વર્તાય
કોઈ ચોરીછુપે સાભંળી તો નથી રહ્યું ને તમારા કોલ પર થતી વાત? આ રીતે કરો ચેક
આજનું રાશિફળ તારીખ : 21-05-2024
RCBનો લકી ચાર્મ અને વિરાટ કોહલીનો રૂમ પાર્ટનર કેમ રડવા લાગ્યો?

જોશીમઠ સંકટમાં, સતત પડી રહી છે તિરાડો

જોશીમઠ શહેર અને તેની આસપાસના વિસ્તારોમાં ભૂસ્ખલન અને મકાનોમાં તિરાડો પડવાની ઘટનાઓ ચાલુ છે. અન્ય કેટલાક ઘરોમાં પણ તિરાડો જોવા મળી છે. જેના કારણે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ છે. જોશીમઠના સિંહધાર વોર્ડમાં ભૂસ્ખલન વધી રહ્યું છે. જોશીમઠમાં ભૂસ્ખલનને કારણે જ્યોતિર્મઠ અને ભગવાન બદ્રીનાથના શિયાળુ નિવાસસ્થાનને ભારે નુકસાન થયું છે.

નિષ્ણાતોની ટીમ કરી રહી છે નિરિક્ષણ

તિરાડો સતત પહોળી થઈ રહી છે. જમીનમાં પણ ઘણી જગ્યાએ તિરાડ પડી રહી છે. સરકારે જોશીમઠમાં પરિસ્થિતિનો અભ્યાસ કરવા માટે નિષ્ણાતોની આઠ સભ્યોની ટીમ મોકલી છે. ભૂસ્ખલનનું કારણ તપાસવામાં આવી રહ્યું છે. ઉકેલ માટે દરેક ખૂણાથી સમસ્યાનું મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે.  તેમજ આ અંગે ISRO સહિતના વૈજ્ઞાનિકો સ્થિતિનું નિરિક્ષણ કરી રહ્યા છે. તેમજ આજે મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ અસરગ્રસ્ત જોશીમઠની મુલાકાત લીધી હતી અને અસરગ્રસ્તોને પણ મળ્યા હતા.

Published On - 7:04 pm, Sat, 7 January 23

Next Article