Joshimath Disaster: 4000 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા, આવતીકાલે અસુરક્ષિત મકાનોને તોડવામાં આવશે

|

Jan 09, 2023 | 10:51 PM

મીડિયા રિપોર્ટસ અનુસાર 600 ઘરને ખાલી કરાવી લગભગ 4000 લોકોને સુરક્ષિત સ્થળ પર શિફ્ટ કરવામાં આવ્યા છે. શહેરના જે પણ મકાન અસુરક્ષિત અને જોખમી છે, તેને પાડવાનું કામ મંગળવારથી શરૂ કરવામાં આવશે.

Joshimath Disaster: 4000 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા, આવતીકાલે અસુરક્ષિત મકાનોને તોડવામાં આવશે
Joshimath
Image Credit source: File Image

Follow us on

ઉત્તરાખંડનું જોશીમઠ શહેર ધીમે-ધીમે જમીનની અંદર ધસી રહ્યું છે. અહીં લોકો ખુબ જ ડરેલા છે. ઘર, મંદિર, હોસ્પિટલ, સેનાના ભવન અને રસ્તા સુધી તિરાડો પડી ગઈ છે. ધીમે-ધીમે આ બધુ જ જમીનની અંદર સમાઈ રહ્યું છે. આ જોખમને જોતા સેટેલાઈટના માધ્યમથી સર્વેક્ષણ કરવામાં આવ્યું. સાથે જ તિરાડો પડેલા ઘર પર સેટેલાઈટથી નજર રાખવામાં આવી રહી છે. મીડિયા રિપોર્ટસ અનુસાર 600 ઘરને ખાલી કરાવી લગભગ 4000 લોકોને સુરક્ષિત સ્થળ પર શિફ્ટ કરવામાં આવ્યા છે. શહેરના જે પણ મકાન અસુરક્ષિત અને જોખમી છે, તેને પાડવાનું કામ મંગળવારથી શરૂ કરવામાં આવશે.

જિલ્લા પ્રશાસને શહેરના 200થી વધારે ઘરો પર રેડ ક્રોસના નિશાન લગાવી દીધા છે. જે રહેવા માટે ખૂબ જ અસુરક્ષિત છે. આ અસુરક્ષિત મકાનમાં રહેનારા લોકોને બીજી સુરક્ષિત જગ્યા પર શિફ્ટ કરવામાં આવ્યા છે. સાથે જ રાજ્ય સરકારે આગામી 6 મહિના માટે દર મહિને 4000 રૂપિયાની મદદ કરવાની જાહેરાત કરી છે.

જોશીમઠ આફતની મોટી અપડેટ

  1. બોર્ડર મેનેજમેન્ટ સેક્રેટરી ડો. ધર્મેન્દ્ર સિંહ ગંગવારના નેતૃત્વમાં સોમવારે એક ઉચ્ચ સ્તરીય કેન્દ્રીય ટીમ દેહરાદૂન પહોંચી અને મુખ્યપ્રધાન સાથે મુલાકાત કરી. ગૃહ મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે સટીક સંખ્યા જાણવા માટે એનડીઆરએફ અને સ્થાનિક તંત્ર દ્વારા સર્વેક્ષણ કરવામાં આવી રહ્યું છે.
  2. કેન્દ્રીય ટીમે કહ્યું કે જોશમઠનો 30 ટકા ભાગ પ્રભાવિત છે. નિષ્ણાંત સમિતિ દ્વારા એક રિપોર્ટ તૈયાર કરવામાં આવી રહ્યો છે અને તેને પીએમઓને પ્રસ્તુત કરવામાં આવશે.
  3. Himani Mor: કોણ છે હિમાની મોર જે બની ગોલ્ડન બોય નીરજ ચોપરાની પત્ની ?
    Money Plant : સીડી નીચે મની પ્લાન્ટ રાખવો સારું છે કે ખરાબ?
    Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
    અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
    Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
    Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
  4. જોશીમઠના ડીએમ હિમાંશુ ખુરાનાએ કહ્યું કે જળશક્તિ મંત્રાલયે એક ટીમ ગઠિત કરી હતી, જે સોમવારે આવી હતી. મંગળવારે ભારત સરકારના ગૃહમંત્રાલય તરફથી પણ એક ટીમ આવશે.
  5. ડીએમએ કહ્યું કે મંગળવારે તેમની ટીમ આવી રહી છે. આસપાસમાં જે પણ ઈમારત લોકો માટે ખતરનાક બની શકે છે, તેને લોકોની સુરક્ષા માટે ધ્વસ્ત કરવામાં આવશે.
  6. ત્યારે રવિવારે વડાપ્રધાન મોદીએ ઉત્તરાખંડના મુખ્યપ્રધાન પુષ્કરસિંહ ધામીને ફોન પર વાત કરી લોકોની સુરક્ષઆ અને પુન:ર્વાસ માટે અત્યાર સુધી લેવામાં આવેલા પગલાની જાણકારી લીધી અને તેમને જરૂરી મદદ કરવાનું આશ્વાસન આપ્યું.
  7. જોશીમઠ શહેરમાં NDRFની એક ટીમ અને SDRFની 4 ટીમ પુરી રીતે તૈનાત છે.
  8. બદ્રીનાથ અને હેમકુંડ સાહિબ જવા માટે જોશીમઠથી થઈ જવુ પડે છે. તેની આસપાસના તીર્થ સ્થળ જનારા શ્રદ્ધાળુઓ પણ ખુબ ગભરાયેલા છે. જોશીમઠમાં મોટાભાગના મકાન, રસ્તા વગેરેમાં તિરાડો પડી છે.
  9. સ્થાનિક લોકોએ ધસતી જમીનને લઈ આરોપ લગાવ્યો કે NTPCની સુરંગમાં જે રીતે બ્લાસ્ટ કરવામાં આવે છે, તે જમીન ધસવાની એક મોટુ કારણ હોય શકે છે.
  10. જમીન ધસી પડવાને લઈ પર્યાવરણથી જોડાયેલા સંગઠન સરકારની આલોચના કરી રહ્યા છે. તેમનું માનવું છે કે સ્થાનિક વિસ્તારની ભૂસ્તરશાસ્ત્રની ચિંતા કર્યા વગર આડેધડ બાંધકામ કરવામાં આવ્યું, જેના કારણે પહાડી શહેરમાં આ સ્થિતિ બની છે.
  11. જોશીમઠમાં જમીન ધસ્યા બાદ લોકો હવે સરકાર તરફથની એક અપેક્ષા રાખીને બેઠા છે. લોકોનું કહેવું છે કે સરકાર ઝડપી જ કાર્યવાહી કરી તેમને આ સમસ્યામાંથી બહાર લાવે.
Next Article