J&K Encounter: સુરક્ષાબળનાં જવાનોનાં હાથે 2 આતંકીઓ ઠાર, શોપિયામાં એનેક સ્થળ પર સર્ચ ઓપરેશન

સુરક્ષા દળો (Security force) અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર (Encounter) શરૂ થયું  જેમાં 2 આતંકીઓ(Terrorist)ને ઢેર કરી દેવામાં આવ્યા

J&K Encounter: સુરક્ષાબળનાં જવાનોનાં હાથે 2 આતંકીઓ ઠાર, શોપિયામાં એનેક સ્થળ પર સર્ચ ઓપરેશન
Security forces kill 2 terrorists, search operation at several places in Shopia
| Edited By: | Updated on: Jul 31, 2021 | 9:23 AM

J&K Encounter: જમ્મુ અને કાશ્મીરના પુલવામામાં નાગબેરન તરસર જંગલ વિસ્તારમાં સુરક્ષા દળો (Security force) અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર (Encounter) શરૂ થયું  જેમાં 2 આતંકીઓ(Terrorist)ને ઢેર કરી દેવામાં આવ્યા છે. . કાશ્મીર ઝોન પોલીસે કહ્યું કે પોલીસ અને સુરક્ષા દળોએ આગેવાની લીધી છે. આ સાથે જ ચાંપીયાનમાં પણ 8 સ્થળો પર સુરક્ષા દળોના દરોડા ચાલુ છે. શોપિયાંના શરતપોરામાં પકડાયેલા આતંકવાદી હિદાયત અહમદના ઘરે પણ દરોડા પાડવામાં આવ્યા છે. ગત વર્ષે સુરક્ષા દળો દ્વારા હિદાયતની ધરપકડ કરવામાં આવી હતી.

આતંકવાદીઓ સાથેની અથડામણ બાદ શોપિયામાં 8 જગ્યા પર આર્મીનું સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. બારામુલ્લામાં આતંકવાદી ગતિવિધિઓમાં વધારો જોવા મળ્યો છે. બારામુલામાં શુક્રવારે ગ્રેનેડથી હુમલો કરવામાં આવ્યો હતો જેમાં 4 જવાન ઘાયલ થયા હતા. આ ઘટનાને અંજામ આપવા વાળા તે જ વિસ્તારમાં છુપાયેલા હોવાનુ બહાર આવ્યું હતું. આ સિવાય બુધવારે પણ ગ્રેનેડથી હુમલો કરી દેવામાં આવ્યો હતો.

જમ્મુ કાશ્મીરમાં એન્કાઉન્ટરની ઘટના પણ સામે આવી રહી છે. પાછલા રવિવારે સપરક્ષાબળ દ્વારા આતંકવાદીને ઠાર મારવામાં આવ્યો હતો. શનિવારે ત્રણ આતંકીઓ ઠાર મરાયા હતા.