ISRO: ગગનયાન પહેલા ભારત આવતા વર્ષે 2 માનવરહિત મિશન લોન્ચ કરશે, શુક્ર પર જવાની તૈયારી, રાજ્યસભામાં જિતેન્દ્ર સિંહે આપી જાણકારી

|

Dec 09, 2021 | 4:53 PM

કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે ગુરુવારે સંસદમાં જણાવ્યું હતું કે, આગામી કેટલાક વર્ષોમાં અમે શુક્ર મિશન (Venus Mission), સોલર મિશન (Solar Mission) અને સ્પેસ સ્ટેશન (Space Station) પર મિશન શરૂ કરવા જઈ રહ્યા છીએ.

ISRO: ગગનયાન પહેલા ભારત આવતા વર્ષે 2 માનવરહિત મિશન લોન્ચ કરશે, શુક્ર પર જવાની તૈયારી, રાજ્યસભામાં જિતેન્દ્ર સિંહે આપી જાણકારી
ISRO

Follow us on

કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે ગુરુવારે સંસદમાં જણાવ્યું હતું કે, ભારત આવતા વર્ષે માનવ અવકાશ ઉડાન કાર્યક્રમ ‘ગગનયાન’ (Gaganyaan) પહેલા 2022ના અંત સુધીમાં બે માનવરહિત મિશન લોન્ચ કરશે. સાથે જ તેમણે એમ પણ કહ્યું કે આગામી કેટલાક વર્ષોમાં અમે શુક્ર મિશન (Venus Mission), સોલર મિશન (Solar Mission) અને સ્પેસ સ્ટેશન (Space Station) પર મિશન શરૂ કરવા જઈ રહ્યા છીએ.

અન્ય અવકાશ પ્રોજેક્ટ્સની સ્થિતિ અંગે કેન્દ્રીય પ્રધાન જિતેન્દ્ર સિંહે રાજ્યસભામાં (Rajya Sabha) પ્રશ્નકાળ દરમિયાન જણાવ્યું હતું કે, શુક્ર મિશન 2022 માટે આયોજન કરવામાં આવ્યું છે, જ્યારે સૌર મિશન 2022-23 અને સ્પેસ સ્ટેશન 2030 સુધીમાં થશે. તેમણે એમ પણ કહ્યું કે કોવિડ-19 રોગચાળાને (Corona Virus) કારણે અવકાશ પ્રોજેક્ટ્સમાં વિલંબ થયો છે.

અવકાશ વિભાગના રાજ્ય મંત્રી જિતેન્દ્ર સિંહે (Jitendra Singh) કહ્યું કે આવતા વર્ષે ગગનયાન પહેલા અમે બે માનવરહિત મિશન પૂર્ણ કરવાના છીએ. આ અમારી યોજનામાં સામેલ છે. સામાન્ય રીતે SOPs (સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર) અનુસરવામાં આવે છે, પરંતુ આ યોજનાઓ COVID-19 રોગચાળાને કારણે વિલંબિત થઈ છે.

LICની આ પોલિસી દેશની દરેક દીકરીનું ભવિષ્ય કરશે સુરક્ષિત! આ રીતે કરો અરજી
તમારા ઘરની તુલસી સાથે જોડાયેલી આ 7 ભૂલો ક્યારેય ન કરતાં, જાણો કારણ
મુકેશ અંબાણીના Jioના નવા પ્લાને મચાવી ધૂમ, Netflix સહિત આ 15 OTTની ઍક્સેસ મળશે
પાકિસ્તાનમાં માહિરા સાથે થઈ બદતમીઝી, અજાણ્યા વ્યક્તિએ ફેંક્યો સામાન, હસીનાએ કહ્યું..
તમે અમીર બનવા માગતા હોવ તો વોરેન બફેટના આ 7 સરળ રસ્તા જાણી લો
દરરોજ શરીરમાં કેટલું કેલ્શિયમ હોવું જરુરી? જો આટલું કરી લીધુ તો નહીં રહે કેલ્શિયમની ઉણપ

વર્ષની શરૂઆતમાં માનવરહિત વાહન લોન્ચ થશે !
તેમણે કહ્યું કે ભારત 2022ના અંતમાં, સંભવતઃ આવતા વર્ષની શરૂઆતમાં ગગનયાન પહેલા માનવરહિત મિશન શરૂ કરશે. તેણે એમ પણ કહ્યું કે તેની સાથે રોબોટ હશે જેને ‘વાયુમિત્ર’ નામ આપવામાં આવ્યું છે. કેન્દ્રીય મંત્રીએ અંતરિક્ષ વિશ્વમાં ભારતની સફળતા વિશે કહ્યું કે આ પછી, આપણી પાસે કદાચ 2023 માં ગગનયાન હશે, જે નિઃશંકપણે ભારતને અમેરિકા, ચીન અને રશિયાની સાથે એક વિશેષ ક્લબમાં મૂકશે. ભારત આમ કરનાર વિશ્વનો ચોથો દેશ બની જશે.

તેમણે વધુમાં કહ્યું કે ગગનયાન કાર્યક્રમ અન્ય દેશો દ્વારા હાથ ધરવામાં આવેલા અન્ય માનવ મિશનથી અલગ હશે કારણ કે તે ઓછા ખર્ચમાં અસરકારક અને વધુ સમાવિષ્ટ હશે. તેમણે કહ્યું કે આ કાર્યક્રમ ભારતને એક અગ્રણી રાષ્ટ્ર તરીકે સ્થાપિત કરશે અને જ્યાં સુધી તેના રોબોટિક મિશનનો સંબંધ છે ત્યાં સુધી દેશની ક્ષમતાઓમાં પણ સુધારો થશે. એટલું જ નહીં, તે યુવાનો અને સ્ટાર્ટ-અપ્સને પણ પ્રેરણા આપશે.

‘આદિત્ય સોલર મિશન 2023 પહેલા શરૂ થશે’
ગગનયાન કાર્યક્રમ સિવાય કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે અમે ટૂંક સમયમાં અન્ય ઘણા મિશન શરૂ કરવા જઈ રહ્યા છીએ. 2022 સુધીમાં આપણી પાસે વીનસ મિશન હશે. ટૂંક સમયમાં, આપણી પાસે 2022-23 માટે ‘આદિત્ય સોલર મિશન’ નામનું સૌર મિશન હશે. તેમણે કહ્યું કે ચંદ્રયાન રોગચાળાને કારણે વિલંબિત થયું હતું અને સંભવતઃ આવતા વર્ષ સુધીમાં તેને લોન્ચ કરવામાં આવશે.

 

આ પણ વાંચો : CDS રાવત અને તેમની પત્ની સહિત 4 મૃતદેહોની ઓળખ થઈ, પાર્થિવ શરીર દિલ્હી પહોંચ્યા બાદ પીએમ અને રક્ષા મંત્રી પાલમમાં શ્રદ્ધાંજલિ આપી શકે છે

આ પણ વાંચો : UP Election 2022: યુવાનોને આકર્ષવામાં ભાજપ વ્યસ્ત, કુસ્તીબાજ બબીતા ​​ફોગટ સહીત 6 જણાને યુવા મોરચાના પ્રભારી બનાવ્યા

Published On - 4:52 pm, Thu, 9 December 21

Next Article